ધારાસભ્ય રિવાબા જાડેજાની મેહનત રંગ લાવી! જાણો કેમ છે જામનગર વાસીઓ આનંદમાં

ધારાસભ્ય રિવાબા જાડેજાની મેહનત રંગ લાવી! જાણો કેમ છે જામનગર વાસીઓ આનંદમાં

1 0
Spread the love

Read Time:2 Minute, 1 Second
ધારાસભ્ય રિવાબા જાડેજાની મેહનત રંગ લાવી! જાણો કેમ છે જામનગર વાસીઓ આનંદમાં

જામનગર: સ્પોર્ટ્સ પરિવારમાંથી આવતા જામનગરના યુવા અને સક્રિય મહિલા ધારાસભ્ય રિવાબા જાડેજાની મેહનત રંગ લાવી છે જેના લીધે જામનગર શહેરમાં એક વધુ મોરપીંછ ઉમેરાવવા જઇ રહ્યું છે.

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાના સરકાર સમક્ષ સફળ પ્રયાસને લીધે જામનાગરને અત્યાધુનિક અને વિશાળ રમત-ગમતનું કોમ્પ્લેક્ષ મળવા જઇ રહ્યું છે. રિવાબાના અથાગ પ્રયાસરૂપી રજુઆતે આ વિશાળ પ્રોજેકટ માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ મોહર મારી દેવામાં આવી છે.

વાત કરીએ તો જામનગરના યુવા-યુવતીઓ રમત ગમત ક્ષેત્રે આગળ વધે તેમજ સચોટ પ્રશિક્ષણ મેળવે તે હેતુથી અહીં એક વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને કોચિંગ સેન્ટર બને તે માટે રમતગમત મંત્રી હર્ષ સંઘવીને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી જેને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ કોમ્પ્લેક્ષનું ટૂંક સમયમાં જ ખાતમુહુર્ત પણ યોજાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જ્યાં બનાવવામાં આવનાર છે તે સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી જેમાં સાથે મહામંત્રી મેરામણભાઈ ભાટુ, સાશક પક્ષના નેતા સહિત કાર્યકરો જોડાયા હતા અને ત્યાં ચાલતા કામકાજનું નિરીક્ષણ કર્યું હતું અને વિગતો મેળવી હતી. આ પ્રોજેફ્ટ વિશે રિવાબા જાડેજા દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

કચ્છના યુવા સાહસિકોએ એક જ દિવસમાં સર કર્યા કચ્છના 6 ડુંગરો, જાણો શું છે ઉદ્દેશ્ય

કચ્છના યુવા સાહસિકોએ એક જ દિવસમાં સર કર્યા કચ્છના 6 ડુંગરો, જાણો શું છે ઉદ્દેશ્ય

અમદાવાદના કૈદીઓ દ્વારા બનાવવામાં આવતા ‘જેલ ભજીયા હાઉસ’ને અપાશે નવો હેરિટેજ લુક

અમદાવાદના કૈદીઓ દ્વારા બનાવવામાં આવતા ‘જેલ ભજીયા હાઉસ’ને અપાશે નવો હેરિટેજ લુક

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.