મહેસાણા: ૪ ઓગસ્ટ ૨૦૨૪, રવિવારના રોજ અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજની જુનિયર ડોકટર એસોસિએશન અને બ્રેવ હર્ટ્સની ટીમ મહેસાણાના અંતરિયાળ એવા સુદાસના ગામે પહોંચી અને દરિદ્ર નારાયણ તરીકેના પોતાના અભ્યાસ વચ્ચે ગરીબ દર્દીઓ માટે વિશેષ કેમ્પનું આયોજન કર્યું.
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ સુદસના ગામમાં “સર્વરોગ નિદાન કેમ્પ અને જનજાગૃતિ અભિયાન” નું JDA BJMC અને BraveHearts* દ્રારા આયોજન કરવામાં હતું. આ આરોગ્ય કેમ્પમાં ૬૨૮ દર્દીઓને ફ્રી નિદાન તથા વિના મૂલ્યે દવા વિતરણ કરવામાં આવ્યું. સાથે ૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું.
અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજ જુનિયર ડોકટર એસોસિએશન અને બ્રેવ હાર્ટસ દ્વારા “જનજાગૃતિ અભિયાન” દ્રારા વિવિધ રોગો અને વ્યસનમુક્તિ વિશે દર્દી તેમજ સામાન્ય લોકો ને જાણકારી આપવામાં આવી. વિવિધ રોગો જેવા કે હાયપરટેન્શન, ડાયાબિટસ, થાઇરોઇડ, મચ્છરજન્ય રોગો, પાણીજન્ય રોગો, સ્ત્રી સંબંધી રોગો વિશે જાણકારી અને તેનાથી બચવાના ઉપાયો સમજવામાં આવ્યાં. વ્યસમુક્તિમાં વ્યસન થી થતાં દૂરગામી નુકસાનો, વ્યસનથી કંઈ રીતે બચી શકીએ અને વ્યસનને છોડવાના સરળ ઉપાયો વિશે પણ માહિતી આપવામાં આવી.