બી.જે. મેડિકલ કોલેજનું જુનિયર ડોકટર એસોસિએશન અને બ્રેવ હાર્ટ્સ પહોચ્યું મહેસાણા! જાણો ડોકટર શું કરી રહ્યા છે

બી.જે. મેડિકલ કોલેજનું જુનિયર ડોકટર એસોસિએશન અને બ્રેવ હાર્ટ્સ પહોચ્યું મહેસાણા! જાણો ડોકટર શું કરી રહ્યા છે

7 1
Spread the love

Read Time:1 Minute, 47 Second

મહેસાણા: ૪ ઓગસ્ટ ૨૦૨૪, રવિવારના રોજ અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજની જુનિયર ડોકટર એસોસિએશન અને બ્રેવ હર્ટ્સની ટીમ મહેસાણાના અંતરિયાળ એવા સુદાસના ગામે પહોંચી અને દરિદ્ર નારાયણ તરીકેના પોતાના અભ્યાસ વચ્ચે ગરીબ દર્દીઓ માટે વિશેષ કેમ્પનું આયોજન કર્યું.

મહેસાણા જિલ્લાના  સતલાસણા તાલુકામાં આવેલ સુદસના ગામમાં “સર્વરોગ નિદાન કેમ્પ અને જનજાગૃતિ અભિયાન” નું JDA BJMC અને BraveHearts* દ્રારા આયોજન કરવામાં હતું.  આ આરોગ્ય કેમ્પમાં ૬૨૮ દર્દીઓને ફ્રી નિદાન તથા વિના મૂલ્યે દવા વિતરણ કરવામાં આવ્યું. સાથે ૨૦૦ થી વધારે વિદ્યાર્થીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું.

અમદાવાદ બી.જે. મેડિકલ કોલેજ જુનિયર ડોકટર એસોસિએશન અને બ્રેવ હાર્ટસ દ્વારા “જનજાગૃતિ અભિયાન” દ્રારા વિવિધ રોગો અને વ્યસનમુક્તિ વિશે દર્દી તેમજ સામાન્ય લોકો ને જાણકારી આપવામાં આવી. વિવિધ રોગો જેવા કે હાયપરટેન્શન, ડાયાબિટસ, થાઇરોઇડ, મચ્છરજન્ય રોગો, પાણીજન્ય રોગો, સ્ત્રી સંબંધી રોગો વિશે જાણકારી અને તેનાથી બચવાના ઉપાયો સમજવામાં આવ્યાં. વ્યસમુક્તિમાં વ્યસન થી થતાં દૂરગામી નુકસાનો, વ્યસનથી કંઈ રીતે બચી શકીએ અને વ્યસનને છોડવાના સરળ ઉપાયો વિશે પણ માહિતી આપવામાં આવી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

રાજ્યની 53 હજાર આંગણવાડીઓમાં 3.15 લાખથી વધુ વૃક્ષોનું ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં વાવેતર કરાશે

રાજ્યની 53 હજાર આંગણવાડીઓમાં 3.15 લાખથી વધુ વૃક્ષોનું ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં વાવેતર કરાશે

‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માત્ર ૪૫ દિવસમાં જ ૨૦ લાખથી વધુ વૃક્ષારોપણ

‘મિશન થ્રી મિલિયન ટ્રીઝ’ : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માત્ર ૪૫ દિવસમાં જ ૨૦ લાખથી વધુ વૃક્ષારોપણ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.