નીરજ, મત મારો કિંમતી કેમ આપું હું…?
” મત મારો કિંમતી કેમ આપું હું.?
રોજ દોડતો કમાવા બે ટંક હું….
પગથિયું એક ચઢવાની કોશિશમાં
પરિવારના દુઃખ ન જોઈ શકતો હું….
મત મારો કિંમતી કેમ આપું હું….?
ક્યારેક કાંદા તો ક્યારેક ટામેટા ખાવા મૂકી દવ હું,
ક્યારેક શટલ કે બસમાં ધક્કા ખાવા મજબુર થાઉં હું,
હોટલો ને રેસ્ટોરન્ટો તો સપનામાં પણ ન આવે ક્યારેય,
ઘરે જઈ વઘારેલી ખીચડી ને મરચું હંમેશા ખાતું હું…
મત મારો કિંમતી કેમ આપું હું…..?
ક્યારેક હડતાળો તો ક્યારેક ધમાલોમાં પીસાતો હું,
બંધના એલાનો પણ ક્યાં ઓછા થાય ભૂખ્યો મરતો હું,
અપમાનના વેણ અકસર ઝીલતું શરીર, હૃદય મારું
દુનિયાથી થઈ બેદખલ એકલો રડતો હું…
મત મારો કિંમતી કેમ આપું હું…?
ક્યારેક ભણતરની, ક્યારેક દાક્તરની
ક્યારેક પાણીની તો ક્યારેક રાશનની કતારમાં રહેતો હું,
મત મારો કિંમતી કેમ આપું હું…?
એક જ છે મોંઘો મુલો મારી પાસ
એક જ છે તાકાત મારી પાસ
એક જ છે કિંમતી મારી પાસ
એક જ છે મત મારી પાસ
મત મારો કિંમતી કેમ આપું હું…?
કવિ નીરજ….