વિશ્વની તમામ મહિલાઓને સમર્પિત કવિતા! કવિ નિરજની કલમે વાંચો કોણ છું હું…? 

વિશ્વની તમામ મહિલાઓને સમર્પિત કવિતા! કવિ નિરજની કલમે વાંચો કોણ છું હું…? 

0 0
Spread the love

Read Time:2 Minute, 8 Second


વિશ્વની તમામ મહિલાઓના સન્માન માટે આજે મહિલા દિવસ છે. ધી મોબાઈલ ન્યુઝ હંમેશા મહિલાઓનું સન્માન કરે છે. પરંતુ આજના વિશેષ અવસર માટે વિશ્વની તમામ મહિલાઓને સમર્પિત કવિતા કવિ નિરજની કલમે વાંચો કોણ છું હું…?

કોણ છું હું.?

“શસ્ત્ર અને અસ્ત્રમાં છુપાયેલી છું હું,
ક્યારેક આયેશા તો ક્યારેક નિર્ભયા બની છું હું,
ઘૂંટન ચાર દિવાલોનું ગભરાવે છે મને,
પગલાં ડરતા ડરતા ભરીને આગળ વધુ છું હું…

આજે પણ એકલા નીકળતા રસ્તે ડરું છું હું,
એકલતાનું દર્દ ભુલાવી દુઃખનું વિષ પીવું છું હું,
શુ કરવું મારે.? ખબર નથી મને,
તેમ છતાં હિંમતભેર આગળ વધી રહી છું હું….

શોષણોની સામે આંસુડાં પીવું છું હું,
અત્યાચાર સહીને પણ આચાર પ્રગટુ છું હું,
ન્યાય, અન્યાયની રમતોમાં ભોગ લેવાય મારો,
તેમ છતાં ઝાંસી બની ઉભી રહું છું, હું…..

ક્યારેક જાતિના નામે,
ક્યારેક જ્ઞાતિના નામે,
તો ક્યારેક ધર્મ, અધર્મના નામે,
ભોગ લેવાય એ જ હું છું, હું….

સ્વર્ગમાં અપ્સરા,
મંદિરોમાં દેવી,
પુસ્તકોમાં માતા,
માત્ર નામ જ બની છું. હું…..

અન્યાય સામે,
શોષણ સામે,
અત્યાચાર સામે,
હજી પણ અડગ ખડગ રહું છું, હું….

જન્મચક્રના વિકાસ માટે જાણે બની છું હું,
ક્યારેક રોબર્ટ તો ક્યારેક મશીન બની છું હું,
ક્યારેક રમકડું તો ક્યારેક કઠપૂતળી,
માત્ર ને માત્ર બની છું. હું…….

વખાણ માત્ર રાત્રીના અંધકારમાં,
વખાણ માત્ર વજન ઝીલવામાં,
વખાણ માત્ર ઇચ્છાપૂર્તિ કરવામાં,
બસ ખાલી સાંભળું છું હું….

જન્મથી લઇને અંતિમ સફર સુધી,
અસ્તિત્વ શોધું છું. હું….
મને ખબર નથી કોણ છું. હું……..

નીરજ….

Views 🔥 વિશ્વની તમામ મહિલાઓને સમર્પિત કવિતા! કવિ નિરજની કલમે વાંચો કોણ છું હું…? 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

વિશ્વની તમામ મહિલાઓને સમર્પિત કવિતા! કવિ નિરજની કલમે વાંચો કોણ છું હું…? 

સેલ્યુટ ટુ વુમેન્સ: કોરોનાના કપરા કાળમાં ફરજની સાથે સેવાનો ધર્મ બજાવનાર 15 મહિલા પોલીસનું ખાસ સન્માન કરવામાં આવ્યું 

વિશ્વની તમામ મહિલાઓને સમર્પિત કવિતા! કવિ નિરજની કલમે વાંચો કોણ છું હું…? 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે વુમેન ઓફ એક્સીલેન્સ એવોર્ડ સિઝન 2 કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન. વિવિધ ક્ષેત્રોથી જોડાયેલ 40 થી વધુ મહિલાઓએ લીધો ભાગ.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.