આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે વુમેન ઓફ એક્સીલેન્સ એવોર્ડ સિઝન 2 કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન. વિવિધ ક્ષેત્રોથી જોડાયેલ 40 થી વધુ મહિલાઓએ લીધો ભાગ.
અમદાવાદ: દરેક વર્ષે ૮મી માર્ચે વુમન ડે યોજવામાં આવે છે આ વર્ષે ૭મી માર્ચ ૨૦૨૧ના રોજ નોવોટેલ હોટેલ ખાતે AGIL, પોઝીટીવ ઝીંદગી, અમેરિકન કોર્નર, RENTIO, RAHO SAFE, ઝાયડ્સ હોસ્પિટલ અને વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલના સહયોગથી વુમેન ઓફ એક્સીલેન્સ એવોર્ડ સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમદાવાદ શહેરના વિવિધ ક્ષેત્રોમાંથી ૪૦થી વધુ મહિલાઓ જોડાયા હતા.
વુમેન ઓફ એક્સીલેન્સ એવોર્ડ સિઝન 2 કાર્યક્રમના ભાગ રૂપે ટ્રાફિક સેફટી, એનિમલ વેલ્ફેર, માય હાર્ટ ઇઝ ગ્રીન અને કોમ્યુનિટી સર્વિસ જેવી ચાર એકટીવિટીમાં મહિલાઓએ ચાર ગ્રુપમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. પેહલી એકટીવિટીમાં જે ટ્રાફિક સેફટી પર થઇ હતી એમાં ઈલા ગોહિલ અને કાન્ક્ષા વસાવડા વિજેતા બન્યા હતા, બીજી એકટીવિટી જે એનિમલ વેલ્ફેર પર થઇ હતી એમાં રાખી શાહ, હર્ષા શાહ અને મોમીતા વિજેતા બન્યા હતા, ત્રીજી એકટીવિટીમાં જે માય હાર્ટ ઇસ ગ્રીન પર થઇ હતી જેમાં માલતી મેહતા, અણુરીતા રાઠોડ અને અપૂરબા સેન વિજેતા બન્યા હતા, ચોથી એકટીવિટીમાં જે કૉમ્યૂનિટી સર્વિસ પર થઇ હતી એમાં ઉમા રમન અને શિત્તલ દવે વિજેતા બન્યા હતા.
આ પ્રોગ્રામમાં શહેરના અલગ અલગ ક્ષેત્રોના ૧૬ થી ૧૮ મહિલાઓને કોવિડ વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના ભાગ રૂપે મિલનનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બધી મહિલાઓ એ સમાજને આગળ વધારવાનો નિર્ણય લોધો હતો.