વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં યશોદા મૈયા આંગણવાડી વર્કસ એન્ડ વિમેન્સ યુનિયન દ્વારા મહિલાવિંગની મિટિંગ યોજાઈ

વલસાડ જીલ્લાના કપરાડા તાલુકામાં યશોદા મૈયા આંગણવાડી વર્કસ એન્ડ વિમેન્સ યુનિયન દ્વારા મહિલાવિંગની મિટિંગ યોજાઈ
રીતેશ પરમાર
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મહિલાઓ સાથે થઈ રહ્યા અત્યાચાર અને ઘરેલુ હિંસાઓ ના લીધે મહિલાઓ આત્મહત્યા તથા દુષ્કર્મ અને છેડતીની વ્યાપક ફરિયાદોના લીધે મહિલાઓ અને યુવતીઓ પોતાને અસુરક્ષિત મહેસુસ કરી રહી છે. જે ચિંતાનો વિષય છે. તેને ધ્યાનમાં રાખી વલસાડના કપરાડા તાલુકામાં મહિલાઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યશોદામૈયા ટ્રસ્ટની બહેનોએ ભાગ લીધો હતો.
આ મિટિંગ યોજવાનો મુખ્ય હેતુ મહિલાઓને તેમના અધિકારો, ન્યાય મેળવવા માટેના પાસાઓ તેમજ તમામ પ્રકારના હકો કે જેનાથી મહિલાઓ કે યુવતીઓ કોઈપણ સંજોગોમાં હતાશ થયા વગર મજબૂત અને શસખ્ત બનીને ન્યાય મેળવી શકે તેના ઉપર સમજણ આપવામાં આવી હતી. મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ આવી બરાબરી હાંસલ કરે પોતાના અધિકારો માટે લડે અને હતાશ થયા વગર સમાજમાં મહિલાઓને પડતી તકલીફો સામે બાહોશ બનીને અડગ ઉભી રહી શકે તેવા તમામ કાયદાઓ અને જોગવાઈઓ સમજાવવામાં આવી હતી.
મિટિંગમાં મુખ્ય અતિથિ તરીકે હિન્દ મહિલા સંગઠનના અધ્યક્ષ ભાવનાબેન રાવલે મહિલાઓને કટિબદ્ધ બનવા અને સંઘર્ષ સાથે આગળ વધવા આહવાન કર્યુ હતું.આ સભામાં સોશ્યલ એકટીવિસ્ટ નીરુબેન આહીર, ચંપા બહેન અને અન્ય મહિલાઓએ પણ મહિલાના સશક્તિકરણ અને તેમની સુરક્ષા ઉપર સમજણ આપી સભાને સંબોધીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.