શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રખડતા ઢોરોના ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન થતા પોલીસ આવી હરકતમાં..
છેલ્લા કેટલાક દિવસથી લોકો જાહેરમાં ગાયો ને ખવડાવવાનો ઘાસચારો જાહેરમાં નાખીને જતા રહેતા હતા, જેના કારણે રખડતા ઢોરોનો ત્રાસ વધી જતાં હાઇકોર્ટના ચુકાદાનાં ઉલ્લંઘન થતા ઘાટલોડિયા પોલીસે આજે સપાટો બોલાવી ઘાસચારો વેચતા હમીર ભરવાડ, કાળુ યાદવ સહિતના તત્વો વિરુદ્ધ હાઇકોર્ટના ચુકાદા ના ઉલ્લંઘન બદલ સહિતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી
જાહેરમાં ગાયોને ઘાસચારો નાખવો કે ખવડાવવાનું હાઇકોર્ટના ચુકાદા ના ઉલ્લંઘન અને અદાલતી તિરસ્કાર હોઈ પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી
ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટના તત્કાલીન વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને હાલના સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર. શાહે રખડતા ઢોરોના ત્રાસને લઇ બહુ મહત્વના ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો, જેમાં પોલીસ, અમયુકો, સરકાર સહિતના સત્તાવાળાઓને બહુ અગત્યની માર્ગદર્શિકા જારી કરી હતી પરંતુ અમ્યુકો સત્તાવાળાઓ હાઇકોર્ટના આ ચુકાદાનું પાલન નહીં કરાવી અદાલતી તિરસ્કારની કાર્યવાહીને આમંત્રી રહ્યા છે…હાઈકોર્ટે તેના ચુકાદામાં હુકમનું પાલન કરવામાં કસુરને લઇ પોલીસ અને અમ્યુકોના અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરી છે અને હુકમનું પાલન કરવામાં કસુર બદલ આવા અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવા કડક તાકીદ કરેલી છે. તેમછતાં અમ્યુકો સત્તાધીશો હાઈકોર્ટના ચુકાદાને જાણે ઘોળીને પી ગયા છે…પરંતુ આજે શહેરના મેમનગર વિસ્તારમાં દીવ્યપથ હાઈસ્કૂલ વાળા રોડ પર રખડતા ઢોરોના ત્રાસની સમસ્યા સામે આવતા ઘાટલોડીયા પોલીસ હરકતમાં આવી હતી પરંતુ અમ્યુકોના સત્તાધીશો કે અધિકારીઓ ફરક્યા જ નહીં…જે બહુ ગંભીર અને અદાલતી તિરસ્કાર સમાન કૃત્ય કહી શકાય. આ રોડ પર રખડતા ઢોરોના ત્રાસની કાયમી સમસ્યા હોવા છતાં અમ્યુકો કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થતી નહિ હોવાથી હાઈકોર્ટે ખુદ જાતે સુઓમોટો વ્યું લઇ કસૂરવાર અધિકારીઓ વિરૂદ્ધ અદાલતી તિરસ્કાર સહિતની કાયદેસર કાર્યવાહી હાથ ધરવી જોઈએ.