રાજુલા પંથકમાં ભૂખ્યા અસરગ્રસ્તોની જઠરાગ્નિ ઠારતું પોલીસ તંત્ર

0
રાજુલા પંથકમાં ભૂખ્યા અસરગ્રસ્તોની જઠરાગ્નિ ઠારતું પોલીસ તંત્ર
Views: 105
0 0
Spread the love

Read Time:1 Minute, 36 Second
Views 🔥 રાજુલા પંથકમાં ભૂખ્યા અસરગ્રસ્તોની જઠરાગ્નિ ઠારતું પોલીસ તંત્ર

રાજુલા પોલીસ દ્વારા રીક્ષા, ટેમ્પો, ટ્રક મારફતે ગામેગામ ફરી ભુખ્યાને ભોજન આપવાનું ભગીરથ કાર્ય

અમરેલી, તા: ૨૫ મે

તાજેતરમાં ત્રાટકેલા તાઉ’તે વાવાઝોડાના લીધે અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં મોટાપાયે નુકસાન થવા પામ્યું છે. આ વિસ્તારના અસરગ્રસ્તોની ઘર વખરી પલળી જતા, ઝુંપડાઓને, કાચામકાનો પડી જવાના કારણે ભોજનની સમસ્યા ઉભી થઇ હતી. આવી પરિસ્થિતિમાં રાજુલા પોલીસ દ્વારા અસરગ્રસ્તોને ભોજન પહોંચાડવાનો અનોખો સેવાયજ્ઞ આરંભી દેવામાં આવ્યો છે.

રાજુલા પોલીસ ઇન્સ્પેકટર  ઝાલા જણાવે છે કે તાઉતે વાવાઝોડાને લીધે સમગ્ર રાજુલા જાફરાબાદ પંથકમાં ભારે નુકસાન થયું છે. લોકો ઘર વિહોણા બન્યા છે. આ ઉપરાંત વીજપુરવઠો ખોરવાય જતા ઘરઘંટી જેવી અતિ આવશ્યક જેવી સેવાઓ ઠપ્પ થઇ હતી. આવી પરિસ્થિતિમાં લોકોને ભોજનની સમસ્યા ઉદભવતા અમે તાત્કાલિક ઘરે ઘરે ભોજન પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રક,ભાર રીક્ષા, ટેમ્પો જેવા વાહનોમાં ભોજન લઇ રાજુલા શહેરી વિસ્તારમાં વિતરણ કર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed