નરોડા ખાતે બેગ લિફ્ટિંગ કરનાર આરોપીને સરદારનગર પોલીસે ઝડપી પાડ્યો, આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ અને બાઈક કબ્જે કરાયું.

0
નરોડા ખાતે બેગ લિફ્ટિંગ કરનાર આરોપીને સરદારનગર પોલીસે ઝડપી પાડ્યો, આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ અને બાઈક કબ્જે કરાયું.
Views: 108
0 0
Spread the love

Read Time:3 Minute, 50 Second
Views 🔥 નરોડા ખાતે બેગ લિફ્ટિંગ કરનાર આરોપીને સરદારનગર પોલીસે ઝડપી પાડ્યો, આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ અને બાઈક કબ્જે કરાયું.

નરોડા ખાતે બેગ લિફ્ટિંગ કરનાર આરોપીને સરદારનગર પોલીસે ઝડપી પાડ્યો, આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ અને બાઈક કબ્જે કરાયું.

રીતેશ પરમાર(ક્રાઈમ રીપોર્ટર)
           અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક રાહદારી પાસેથી બેગ ઝૂંટવી ચોરીની ઘટનાને અંજામ આપનાર એક યુવાન સરદારનગર ખાતેના કુબેરનગર રેલ્વે ક્રોસિંગ પાસેથી ચોરી કરેલા મુદ્દામાલ સાથે મોટર સાઇકલ ઉપર પસાર થવાની બાતમીના આધારે સરદારનગર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી સરદારનગર પોલીસે 70 હજાર રોકડા તેમજ ચોરીમા વપરાયેલ મોટર સાઇકલ કબ્જે કર્યો હતો.

      તમને જણાવી દઈએ કે અમદાવાદના નરોડા ખાતે એક રાહદારી પોતાના કામ અર્થે ત્યાંથી પસાર થતો હતો તે દરમ્યાન એક અજાણ્યા શખ્સ એ રાહદારી વ્યક્તિની હાથમા રહેલ બેગની ચોરી કરી હતી. અને ત્યારબાદ ચોરી કરનાર  શખ્સ ધૂમ સ્ટાઇલમા બાઈક હંકારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેની ફરીયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધવામા આવી હતી. નરોડા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ચોરીની ઘટનાને અંજામ આપનાર શખ્સ કુબેરનગર તરફ બાઈક લઈને ફરાર થયો છે. જેથી નરોડા પોલીસે તાત્કાલિક સરદારનગર પોલીસને મેસેજ આપ્યો હતો. સમગ્ર માહિતી મેળવી સરદારનગર પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. સરદારનગરના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. સોલંકી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ કુબેરનગર પોલીસ ચોકી ખાતે ડીસ્ટાફ પીએસઆઈ હરકટની સૂચનાના આધારે હેડ. કો. રમેશભાઈ રત્નાભાઈ તેમજ પો. કો. રાજુભાઈ દેવજીભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, નરોડા ખાતે થયેલ બેગલિફ્ટિંગની ઘટનાને અંજામ આપનાર  શખ્સ કુબેરનગર રેલ્વે ક્રોસિંગ પાસેથી પસાર થવાનો છે. જેથી ડીસ્ટાફ પીએસઆઈ હરકટ અને સ્ટાફના માણસો મ.સ.ઈ. અનિલ બાલકૃષ્ણ હેડ. કો. મહેન્દ્રસિંહ બળવંત સિંહ હેડ. કો. અરવિંદસિંહ રાયસિંહ હેડ. કો. ગૌતમભાઈ કચરાભાઈ હેડ. કો. કુણાલ અશોકકુમાર પો. કો. પ્રજ્ઞેશભાઈ કાનજીભાઈ પો. કો. રઘુવીરસિંહ ભમ્મરસિંહ એલ. આર.ડી અનિરુદ્ધસિંહ રામસિંહ અને એલ.આર.ડી. કુલદીપસિંહદિલીપસિંહ નાઓ પોલીસકર્મીઓ બાતમી મળ્યાના સ્થળે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો.

      બાતમીના આધારે ઝડપી પાડેલ આરોપીની સઘન પૂછપરછ કરતા આરોપી કૌશિક ઉર્ફે પાંગળો કિશોરભાઈ ઘમંડે હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી છારાનગર કુબેરનગર નો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ સરદારનગર પોલીસ દ્વારા આરોપી પાસેથી 70 હજાર રોકડા તેમજ એક મોટર સાઇકલ કબ્જે કરી કુલ 1લાખ 15 હજાર રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરીને પ્રશંસનીય કામગીરી કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed