‘’હું માનવસેવાની મારી ફરજ ચૂંકું તો મારી માનવતા લાજે’’- વાસંતીબેન. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વાસંતીબેનનું સેવાકાર્ય સરાહનીય..

0
‘’હું માનવસેવાની મારી ફરજ ચૂંકું તો મારી માનવતા લાજે’’- વાસંતીબેન. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વાસંતીબેનનું સેવાકાર્ય સરાહનીય..
Views: 84
0 0
Spread the love

Read Time:6 Minute, 58 Second
Views 🔥 ‘’હું માનવસેવાની મારી ફરજ ચૂંકું તો મારી માનવતા લાજે’’- વાસંતીબેન. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વાસંતીબેનનું સેવાકાર્ય સરાહનીય..

‘’હું માનવસેવાની મારી ફરજ ચૂંકું તો મારી માનવતા લાજે’’- વાસંતીબેન. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના ડેપ્યુટી નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વાસંતીબેનનું સેવાકાર્ય સરાહનીય..

અમદાવાદ: દરેક માનવી અને જીવ માત્રને એકમેકના સહારા અને આધારની હંમેશા જરૂર પડતી જ હોય છે. સારા અને નરસા સમયે સંબંધોની પણ પરીક્ષા થઈ જતી હોય છે ત્યારે વર્તમાનના આ કોરોનાના કપરા કાળમાં જ્યારે આપણે બધા સંપર્કો અને સંબંધોથી જાણે કે વેગળા બની ગયા છીએ ત્યારે આપણે સહું એકબીજાને માત્ર માનસિક સહારો જ આપી શકીએ છીએ.

આપણા તબીબો અને સ્ટાફ કોરોના વોર્ડમા સતત ડ્યુટી નિભાવે છે ત્યારે તેમની નિષ્ઠા અને કામગીરીનું મૂલ્ય જેટલું આંકીએ એટ્લું ઓછું છે. જેનો દાખલો છે સોલા સોલા સિવિલ હોસ્પિટલના ડેપ્યુટી નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ વાસંતીબેન પરમાર.

સોલા સિવિલ હોસ્પિટલના ડેપ્યુટી નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ  વાસંતીબેન પરમારનો સેવાયજ્ઞ માત્ર હોસ્પિટલ સુધી જ સિમિત નથી. તેમના પરિવારજનોની જેમ તેઓ આ સમયે દરકાર રાખે છે તેમ તેમની આસપાસ રહેતા પડોશીઓ માટે પણ તેઓ સતત પ્રવૃતમય છે.

થોડા દિવસો પહેલા મોડી સાંજે તેઓ ઘેર હતાં ત્યારે તેમની સોસાયટીમાંથી એક ફોન આવ્યો અને સામે છેડે ગભરાતાં અવાજે સ્વર સંભળાયો ‘’ મેડમ, અમારું આખું ફેમિલી કોરોના પોઝિટીવ આવેલ છે, અમે પરિવારના બધા જ સભ્યો હોમ આઈશોલેશનમાં છીએ, પરંતુ ઘરનાં એક સભ્યને અત્યારે શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી થઈ રહી છે. અને અમે તેમને હોસ્પીટલમા જવાનું સમજાવીએ છીએ તો તે જવાની ના પાડે છે, તો તમે એમને સમજાવોને પ્લીઝ… તમે અમારી હેલ્પ કરશો? ‘’

એકી શ્વાસે બોલાયેલા શબ્દોમાં વેદના ટપકતી હતી, ફોન કરનારનું નામ સરનામું લઈને પળનોય વિલંબ કર્યા વિના વાસંતીબેન તેમના પતિ  પ્રકાશભાઈ પરમારને લઈને તેમના ઘરે પહોચ્યા અને જેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તેમનો હોસ્પિટલનો ડર દૂર કરીને સમજાવીને ત્વરિત દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી. તથા હોસ્પિટલમા તેમને ઓક્સિજન સપ્લાયની વ્યવસ્થાઓ પણ કરાવી. પાંચમાં દિવસે તો સાજા થઈને તે ભાઈ ઘેર પરત આવી ગયા ત્યારે હરખાઈને તેમણે વાસંતીબેનનો ખુબ આભાર માન્યો.

વાસંતીબેનની  સેવા કરવાની ધગશ માત્ર ઓળખીતા જ લોકો સુધી સિમિત નથી, એક દિવસ તેઓ સવારે નિત્યક્રમ મુજબ ફરજ પર આવવા નિકળ્યા ત્યારે સોલા ભાગવત વિદ્યાપીઠ પાસે અકસ્માત થયેલો જોયો, અને આસપાસ  લોકોનું ટોળું જોતા તુરંત જ પોતાનું વ્હિક્લ રોકીને તેઓ ઉભા રહ્યા અને નજીક જઈને જોયું તો એક ૧૭ વર્ષનો નવયુવાન પીડાથી કણસતો હતો,અને નજીકમાં જ તેની બાઈક પડી હતી, અજાણ્યો કાર ચાલક તેની બાઈકને પૂરઝડપે ટક્કર મારીને જતો રહ્યો હતો. એના લીધે તેના હાથ, પગ ને મોં પર ખુબ ઇજાઓ પહોચી હતી અને લોહી વહી જઈ રહ્યું હતું. એ પહેલા રાહદારીઓએ અકસ્માત જોતાં તેને રોડ પરથી ઉભો કરીને ફૂટપાથ પર બેસાડ્યો અને પાણી પીવડાવ્યું. અને તાત્કાલિક ઇમરજન્સી સેવા ૧૦૮ ને ફોન પણ કર્યો. 

વાસંતીબેનને તેણે કહ્યુ કે મારું નામ ધર્મેશ છે. ટોળામાંથી  કોઈક બોલ્યું કે અમે ૧૦૮ ની રાહ જોઈએ છીએ અને આ છોકરાના પરિવારનો કોઈનો ફોન પણ નથી લાગતો, ત્યારે વાસંતીબેને સમજાવ્યું કે અત્યારે કોરોનાના દર્દીઓ માટે તમામ એમ્બ્યુલન્સ સેવામાં રોકાયેલ હોવાથી તેની રાહ જોવાના બદલે ધર્મેશને તાત્કાલિક સારવાર મળે એ જરૂરી છે. પરંતુ લોકોએ ખાસ ઉત્સાહ ન દાખવતાં તેમણે પોતાના ટુ-વ્હીલર પર ધર્મેશને બેસાડીને સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા.
સોલા સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સી વિભાગમાં જઈને તાકીદે ધર્મેશને સારવારની સુવિધા તેમણે અપાવી . અને યુવકના પરિવારજનો આવે ત્યાં સુધી  અહીં જ રહેવા અને મદદ કરવાનું કહીને તેઓ રોજીંદી પોતાની ફરજ પુરી કરવા માટે કોરોના વોર્ડમાં ગયા.

વસંતીબેન પરમાર કહે છે કે ‘’  કોરોનાના ગંભીર સમયમાં હું પોતે કોરોના વોર્ડમાં જ ડ્યુટી નિભાવું છું, કોરોનાને કારણે લોકો એકબીજાથી દૂર ભાગવા લાગ્યા છે અને કોઇપણ અજાણી વ્યક્તિને કદાચ કોરોના હશે તો હું પણ સંક્રમિત થઈ જઈશ એવા ડર સાથે લોકો હવે આવા અકસ્માતના સમયે પણ મદદ કરવા આવતા ખચકાટ અને ડર અનુભવે છે ત્યારે મે તો સેવાનો ભેખ ધારણ કરેલો છે, હું મારી ફરજ ચૂંકું તો મારી માનવતા લાજે, મને કુદરત તરફથી માનવસેવા કરવાની ઉત્તમ તક મળેલી છે. માનવતા દાખવવી એ અમારો સેવાધર્મ  છે જેનું મને ગૌરવ છે.’’

કોરોના વોર્ડના તેમના અનુભવો વિશે તેઓ કહે છે કે ‘’ કોરોના વોર્ડમા દર્દીની સાથે કોઇને રહેવાની મંજૂરી ન હોવાથી તેમને જોઈતી કોઈપણ વસ્તુઓ પહોંચાડવાનૂં કામ હોય કે તેમના દુખમા સધિઉઆરો આપવાનું કામ હોય, હું સતત પ્રયત્નશીલ રહું છું કે તેમને અહીં હોસ્પિટલમાં હુંફાળું વાતાવરણ મળી રહે. ‘’  કહેવાય છે કે જ્યાં સુધી માનવ – માનવને મદદ કરવાની  ઉમદા ભાવના રાખે છે ત્યાં સુધી માનવજાતનું જીવન વન જેવું લીલુંછમ બની રહેશે .

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *