અમદાવાદ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ દ્વારા બાપુનગર આઝાદ ચોકમાં રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું
લોકડાઉનથી પરેશાન જરૂરિયાત મંદોની વ્હારે આવ્યા હિંમતસિંહ પટેલ
અમદાવાદ: કોરોનાએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે સતત લોકડાઉનના પગલે ધંધો રોજગાર છિન્નભિન્ન થઈ ગયા છે ત્યારે રોજ કમાઇને ખાનારા ગરીબોની હાલત તો અત્યંત દયનિય થઈ છે. રોજ કમાઈને રોજ ખાનારા લોકોને અનેક લોકોને એક ટંકનું જમવાનું પણ નસીબ થવું અઘરું છે ત્યારે અમદાવાદ પૂર્વ બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ આવા ગરીબોની વ્હારે આવ્યા છે.
ધારાસભ્ય હિંમતસિંહ પટેલ દ્વારા બાપુનગરના અમન ચોક, આઝાદ ચોક વિસ્તારમાં રહેતા ગરીબોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું. 5 કિલો – લોટ, 2 કિલો – ચોખા, 1 કિલો – દાળ, 1 કિલો – તેલ, 200 ગ્રામ – મરચું, 100 ગ્રામ – હળદર, 100 ગ્રામ – ધાણાજીરું જેવી રાશન સામગ્રીની વહેંચણી કરી અને ગરીબોની આંતરડી ઠારવાનો પ્રયત્ન કર્યો.