સોશ્યલ મિડીયા પર એક ટ્વીટ પરથી જાણકારી મળતા જ એક નિરાધાર વૃધ્ધજનને વહીવટી તંત્રએ સહારો આપ્યો…

0
સોશ્યલ મિડીયા પર એક ટ્વીટ પરથી જાણકારી મળતા જ એક નિરાધાર વૃધ્ધજનને વહીવટી તંત્રએ સહારો આપ્યો…
Views: 58
0 0
Spread the love

Read Time:3 Minute, 21 Second
Views 🔥 સોશ્યલ મિડીયા પર એક ટ્વીટ પરથી જાણકારી મળતા જ એક નિરાધાર વૃધ્ધજનને વહીવટી તંત્રએ સહારો આપ્યો…


‘ મહેરબાની કરીને લોકેશન આપો તો બનતી બધીજ મદદ કરવા પ્રયત્ન કરીશુ…’
બસ, જાણકારી મળતા જ ટીમ મદદ માટે દોડી
– અધિક કલેક્ટર હર્ષદ વોરા

જેને કામ જ કરવું છે એ ક્યારેય જોતા નથી કે ક્યાંથી કામ આવ્યું…? કોણે કહ્યું…?’
અમદાવાદ જિલ્લા અધિક કલેક્ટર હર્ષદ વોરાએ સોશ્યલ મિડીયા પર ટ્વીટરના માધ્યમથી મળેલી માહિતીના આધારે એક નિરાધાર વૃધ્ધ જનને સહારો પુરો પાડવાના આદેશ આપ્યા અને  ગણતરીના કલાકોમાં જ  એ અશક્ત-લાચાર વ્યક્તિને આશ્રય મળ્યો…

વાત કંઈક આમ છે…  અમદાવાદ જિલ્લાના અધિક કલેક્ટર હર્ષદ વોરાને તા- ૧૮’મે ના રોજ ટ્વીટર પર જાણકારી મળી કે  અમદાવાદ શહેરમાં એક વૃધ્ધ-નિરાધાર-દિવ્યાંગ વ્યક્તિ  અત્યંત લાચાર પરિસ્થિતીમાં પીડાઈ રહ્યા છે. તેમની દૈનિક ક્રિયાઓ પણ જાતે ન કરી શકનાર એ વૃધ્ધજન એક જગાએ પડી રહેવાના કારણે ગંદકીની  હાલતમાં સબડી રહ્યા હતા.  કોઈ સ્થાનિક વ્યક્તિએ આ વૃધ્ધજનને મદદ કરવા ટ્વીટ કર્યું. ગણતરીની ક્ષણોમાં હર્ષદ વોરાએ ટ્વીટ કરી એ વૃધ્ધજનનું લોકેશન માંગ્યું. તરત જ લોકેશન મળ્યું. સરખેજ ઉજાલા સર્કલ પાસે બ્રીજ નીચે ગંદકીમાં સબડતા એ વૃધ્ધજનનું નામ ઠામ પણ મળ્યું. ભરતભાઈ સાંકળચંદ રાવળ, ઉ.વ ૭૨ અને સરનામુ મળતા જ હર્ષદ વોરાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને આદેશ કરી સત્વરે ટીમ રવાના  કરી. ટીમ તરત જ સ્થળ પર  પહોંચી તો એક પગ કપાયેલા એવા દિવ્યાંગ  ભરતભાઈ અત્યંત જીર્ણ-શીર્ણ હાલતમાં પડી રહ્યા હતા. ન કોઈ સાથ ન કોઈ સંગાથ. કૂદરતી ક્રિયાઓ ત્યાંજ કરી હોવાને કારણે ગંદકીથી ખદબદતી સ્થિતીમાં ભરતભાઈ કણસતા હતા.
   ટીમે સત્વરે હર્ષદ વોરાને પરિસ્થિતીથી માહિતગાર કર્યા અને હર્ષદ વોરાએ તેમને  તરત જ ઓઢવ જિલ્લા આશ્રય ગૃહમાં લઈ જવા સુચનાઓ આપી. હાલ ભરતભાઈ આશ્રય ગૃહમાં આશરો લઈ રહ્યા છે. ત્યાં તેમની નિયમિત સારવાર અને સાર સંભાળ લેવાઈ રહ્યા  છે. હર્ષદ વોરા કહે છે કે, ‘બેશક સોશ્યલ મિડીયાનો સરકારી કામગીરીમાં ભરપુર ઉપયોગ કરાઈ રહ્યો છે. એમાં મળેલી માહિતીને સંવેદના સાથે જાણીએ અને તેને આધારે પગલા લઈએ તો તેના હકારાત્મક પરિણામો મળે જ છે. ભરતભાઈ માટે સત્વરે કરાયેલી  કામગીરી એ કોઈ ઉપકાર નથી પણ આપણી ફરજ છે અને સાથે સાથે આપણામાં રહેલી સંવેદનાનું પ્રતિક પણ છે…’ એમ તેમણે ઉમેર્યું હતું…   

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *