योग: कर्मसु कौशलम्: GTU (ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી) દ્વારા 21 દિવસીય ઓનલાઈન યોગ શિબિરનો પ્રારંભ

0
योग: कर्मसु कौशलम्: GTU (ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી) દ્વારા 21 દિવસીય ઓનલાઈન યોગ શિબિરનો પ્રારંભ
Views: 84
0 0
Spread the love

Read Time:2 Minute, 39 Second
Views 🔥 योग: कर्मसु कौशलम्: GTU (ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી) દ્વારા 21 દિવસીય ઓનલાઈન યોગ શિબિરનો પ્રારંભ

योग: कर्मसु कौशलम्: GTU (ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી) દ્વારા 21 દિવસીય ઓનલાઈન યોગ શિબિરનો પ્રારંભ

પોસ્ટ કોવિડમાં દર્દીઓમાં સ્વસ્થતા‌ કેળવવા , ફેફસાની મજબૂતી અને ઓક્સિજનનું સ્તર વધારવા યોગાભ્યાસ કરાવાશે

દેશ અને રાજ્યના વિવિધ ક્ષેત્રોમાંથી પ્રતિદિન 3000 વધુ લોકો ડિજીટલ માધ્યમથી યોગાભ્યાસમાં જોડાઇ રહ્યા છે

સમગ્ર વિશ્વ છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. કોરોનાથી સંક્રમિત થયેલા લોકો નેગેટિવ આવ્યા પછી પણ કેટલાક સમય સુધી પોસ્ટ કોવિડની સમસ્યાથી પીડાતા હોય છે. જેના નિવારણના ભાગરૂપે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) સ્પોર્ટ્સ વિભાગ દ્વારા વિશ્વ યોગ દિન સુધી ૨૧  દિવસીય ઓનલાઈન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

યોગ એ સમગ્ર વિશ્વને ભારત તરફથી મળેલી મહામૂલી ભેટ છે. જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેળવવામાં માટે અનેક પ્રકારે ફાયદાકારક હોય છે. જીટીયુ દ્વારા આયોજીત આ યોગ શિબિરમાં યોગા એક્સપર્ટ નિલમબેન સુતરીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સંક્રમીત થઈને કોરોના નેગેટિવ થયેલા દર્દીઓ પણ પોસ્ટ કોવિડની સમસ્યાથી પીડાતા હોય છે. આ ઉપરાંત કોવિડમાં પણ ઝડપથી સ્વસ્થતા‌ કેળવવા , ફેફસાની મજબૂતી અને ઓક્સિજન લેવલ વધારવા માટે વિવિધ પ્રકારના સમગ્ર ગુજરાત અને ભારતના વિવિધ પ્રદેશમાંથી પ્રતિદિન ૩૦૦૦ વધુ લોકો ડિજીટલ માધ્યમ થકી યોગાભ્યાસ કરવા માટે જોડાય છે. જીટીયુના ફેસબુક પેજ પર સાંજે ૫ : ૩૦ થી ૬: ૧૫ કલાક સુધી ફેસબુક લાઈવના માધ્યમ થકી દરેક જનસામાન્ય આ યોગ શિબિરનો લાભ ૨૧જૂન સુધી મેળવી શકશે. જેનું સમાપન આગામી ૨૧ જૂન વિશ્વ યોગ દિવસના દિને કરવામાં આવશે તેમ જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed