વ્યંઢળ સમાજના મોટાભાગના લોકો કોરોના રસી લઈ સુરક્ષિત થયા છે
કોરોના સામે રક્ષણ મેળવવા રસી એકમાત્ર અમોધ શસ્ત્ર છે: અંજુ માસી
બરાનપુરા વ્યંઢળ સમાજના સુકાની અંજુ માસી સરકારના મહા રસીકરણ અભિયાનમાં પણ મહત્તમની ભૂમિકા ભજવી રહ્યાં છે.
તેઓ કહે છે કે અમારા સમાજના મોટાભાગના લોકો કોરોના રસી લઈ સુરક્ષિત થયા છે. જે બાકી રહ્યા છે તેઓ કોરોના સંક્રમિત હતા અને ડોકટરની સલાહ મુજબ નિર્ધારિત સમયે તેઓ પણ રસી લઈ લેશે.કોરોનાની બીજી ઘાતક લહેરમાં અંજુ માસી પણ કોરોના સંક્રમિત થયા હતા.
અંજુ માસીએ કોરોના સામે રક્ષણ મેળવવા રસી એકમાત્ર અમોધ શસ્ત્ર છે,ત્યારે સૌએ કોરોના રસી લઈ સુરક્ષિત થવા તેમને નાગરિકોને અનુરોધ કર્યો છે. અંજુ માસી આસપાસના લોકોને પણ કોરોના રસી લેવા માટે પ્રેરિત કરી રહ્યા છે.તેઓ કહે છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ,વિવિધ ધર્મના ધાર્મિક વડાઓ સહિત અનેક મહાનુભાવોએ કોરોના રસી લીધી છે.એટલે રસી સંપૂર્ણ સુરક્ષિત છે,ત્યારે કોઈપણ જાતના ડર કે ભ્રમ વગર સૌને રસી લેવા તેમણે અપીલ કરી છે.