2021ના નવા વર્ષમાં “ધ મોબાઈલ ન્યુઝ પોર્ટલ’ હવે નવા રૂપરંગમાં!


ટૂંક સમયમાં “ધ મોબાઈલ ન્યૂઝ” ઉપર નવી કોલમ પણ પ્રસ્તુત કરીશું.

એડિટરની કલમે..
વાચકમિત્રો, આજથી એક વર્ષ પહેલાં જ્યારે ધ મોબાઇલ ન્યૂઝની શરૂઆત કરી ત્યારે આપના સાથ સહકારની અપેક્ષા હતી તે સાર્થક નીવડી અને હજારો વાંચકોનો સહિયારો સાથ મળ્યો. વાચકોના હાથની હથેળીમાં સમાયેલા મોબાઈલ ફોનમાં વૈશ્વિક અને સમાચારો અને અંતરંગ ખબરોને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી બનેલા તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનીએ છે.
“ધ મોબાઈલ.ન્યૂઝ”ની ટીમ વધુ ને વધુ રસપ્રદ સાચા અને તાજા સમાચાર આપીને ધ મોબાઈલ.ન્યુઝ પોતાનો પત્રકાર ધર્મ નિભાવશે એની ખાતરી રાખો. આ અમારો આત્મવિશ્વાસ અને તમારા સહકાર માટે ‘આહવાન’ પણ છે.
રાજકારણ, આરોગ્ય, શિક્ષણ, ક્રાઇમ, સહિત હવે ‘કવિની કલમે જેવી સાહિત્ય અને રાજકારણ અને અમલદાર શાહીની અંતરંગ ખબરો આપવા “તમારી વાત” અને “ઓફ ધ રેકોર્ડ” જેવી નવીન રસપ્રદ કોલમ પણ રજૂ કરી રહ્યાં છીએ.
નવા વર્ષની સાથે ધ મોબાઈલ.ન્યુઝ પર આપ વાંચક મિત્રો પણ આપની આસપાસ થતી ઘટનાઓ અને પોતાના અનુભવો બીજા વાંચક મિત્રો સુધી પહોંચે તે માટે વિશેષ વિભાગ પણ શરૂ કરશે. બસ આપનો સાથ સહકાર હમેશા રાખો અમે તમારી અપેક્ષાઓ ઉપર ખરા સાબિત થઈશું એ વિશ્વાસ છે.
ધ મોબાઈલ.ન્યુઝ
( ટીમ )