રેસિડેન્ટ ડૉક્ટર્સ હડતાળના 7માં દિવસે પણ પરિસ્થિતિ ઠેર ની ઠેર! વિવાદનો  ઉકેલ મેળવવા આરોગ્ય તંત્રે બેઠક બોલાવી

રેસિડેન્ટ ડૉક્ટર્સ હડતાળના 7માં દિવસે પણ પરિસ્થિતિ ઠેર ની ઠેર! વિવાદનો ઉકેલ મેળવવા આરોગ્ય તંત્રે બેઠક બોલાવી

0 0
Spread the love

Read Time:4 Minute, 9 Second
Views 🔥 રેસિડેન્ટ ડૉક્ટર્સ હડતાળના 7માં દિવસે પણ પરિસ્થિતિ ઠેર ની ઠેર! વિવાદનો  ઉકેલ મેળવવા આરોગ્ય તંત્રે બેઠક બોલાવી

અમદાવાદ: બોન્ડ વિવાદને લઈને સતત સાત દિવસથી રાજ્યભરની મેડિકલ કોલેજોના રેસિડેન્ટ ડોકટર્સ દ્વારા હડતાળનો માર્ગ અપનાવ્યો છે ત્યારે, આજે વહેલી સવારથી સિવિલ હોસ્પિટલ રેસિડેન્ટ ડૉક્ટર્સના સમર્થનમાં જુનિયર ડોકટર્સ એસોસિએશન ના નેજા હેઠળ રાજ્યની છ મેડિકલ કોલેજના ડોકટર્સ પણ સમર્થન આપવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બી.જે. મેડિકલ કોલેજ ખાતે પહોંચ્યા હતા.

શુ છે ડોકટર્સ બોન્ડ વિવાદ…

કોવીડ સમયમાં દર્દીનો ભારે ધસારો રહેવાથી આરોગ્ય કમિશનર દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટના અભ્યાસના સમયગાળામાં વધારો કરાયો, એમડી, એમ.એસ અને ડિપ્લોમા ડોક્ટરની બેચના સમયગાળમાં 3 મહિનાનો વધારો કર્યો, તેમજ બોન્ડનો સમયગાળો 1.2 એટલે કે, 1 મહિનાની ડ્યૂટી 2 મહિનાનો બોન્ડ સર્વિસ તરીકે ગણાય તેવો પરિપત્ર કર્યો હતો. પરંતુ, હવે સરકાર તેમના વચનમાંથી ફરી ગઇ છે. કમિશનરને રજૂઆત કરવા જતાં હડધૂત કરીને કઢાતા જુનિયર ડોક્ટરોમાં રોષ છે. છેલ્લા 7 દિવસથી ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે.

બોન્ડેડ તબીબોએ કરેલી માંગ

ઠરાવ ક્રમાંક એમસીજી/1021/459/જ તા. 12-4-2021 મુજબ બોન્ડનો સમયગાળો 1:2 ગણવામાં આવે.

બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગારપંચ પ્રમાણે વેતન અપાય.

પ્રથમ વર્ષના પીજી મેડિકલના વિદ્યાર્થીઓ ન હોવાથી અને અમારું શૈક્ષણિક કાર્ય કોવિડના કારણે વેડફાયું હોવાથી શૈક્ષણિક સંસ્થામાં જ નિમણૂક અપાય.

અન્ય રાજ્યોની મારફત SR વત્તા બોન્ડ યોજના લાગુ કરાય.

રેસિડેન્ટ તબીબોએ કરેલી માગ

અમોને પણ બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગારપંચ પ્રમાણે વેતન આપવામાં આવે

ફર્સ્ટ યર રેસિડેન્ટ ડોક્ટર્સ ન હોવાને લીધે તેમજ અમારૂ એકેડેમિક પર કોવિડમાં વેડફાયું હોવાથી અમોને અમારી શૈક્ષણિક સંસ્થામાં નિમણૂક આપવામાં આવે.

અન્ય રાજ્યોની જેમ સિનિયર રેસિડેન્ટશીપ પ્લસ બોન્ડની યોજના પણ ગુજરાતમાં લાગુ કરવામાં આવે

આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કર્યો બેઠકનો દૌર…
હડતાળના સાતમા દિવસે આજે આરોગ્ય સચિવ ડો. રાજીવ દીક્ષિત દ્વારા એક બેઠક બોલાવી જેમાં બી.જે.મેડિકલ કોલેજમાં પી.જી. ડિરેક્ટર ડો. નીતા મહેતા, ડિન ડો. પ્રણય શાહ અને સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડન્ટ ડો. જે.વી મોદી સાથે મંત્રણા શરૂ કરી હડતાળના અંત માટે સૂચક નીતિ અપનાવી છે.

હડતાળની સીધી અસર સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે આવતા દર્દીઓને થઈ રહી છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો. જે.વી મોદીએ જણાવ્યું કે જુનિયર્સ રેસિડેન્ટ ડોકટર્સ મોર્ચો સાચવી રહ્યા છે અને કોઈ સમસ્યા નથી માત્ર ઓપરેશમાં 10 થી 20 ટકા અસર જોવા મળી રહી છે.

સતત  સાત સાત દિવસ થી ચાલતી ડોકટર્સની હડતાળના પગલે હજી સુધી કોઈ ગંભીર અસર દર્દીઓને ભોગવવી નથી પડી. પરંતુ જો આરોગ્ય તંત્ર અને ડોકટર્સ વચ્ચે સમાધાન નહિ થાય તો આગામી દિવસોમાં દર્દીઓની હાલત કફોડી થાય તો નવાઈ નહીં




Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

સ્વીટી પટેલની હત્યા તેના પતિ પીઆઈ અજય દેસાઈ એ કરી હોવાનું બહાર આવ્યુ, ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો

સ્વીટી પટેલની હત્યા તેના પતિ પીઆઈ અજય દેસાઈ એ કરી હોવાનું બહાર આવ્યુ, ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો

રેસિડેન્ટ ડૉક્ટર્સ હડતાળના 7માં દિવસે પણ પરિસ્થિતિ ઠેર ની ઠેર! વિવાદનો  ઉકેલ મેળવવા આરોગ્ય તંત્રે બેઠક બોલાવી

ગર્ભવતી મહિલા આત્મહત્યા કેસમાં સવા મહિના બાદ રેન્જ આઈજી અભય ચુડાસમાની સુચનાને પગલે ફરિયાદ નોંધાઇ.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.