GTU માં ક્યાં ક્યાં ટેકનીકલ અને નોન-ટેક્નીકલ કુલ 20 કોર્સ શરૂ કરવામાં આવ્યા!

0
GTU માં ક્યાં ક્યાં  ટેકનીકલ અને નોન-ટેક્નીકલ કુલ 20 કોર્સ શરૂ કરવામાં આવ્યા!
Views: 68
0 0
Spread the love

Read Time:8 Minute, 18 Second
Views 🔥 GTU માં ક્યાં ક્યાં  ટેકનીકલ અને નોન-ટેક્નીકલ કુલ 20 કોર્સ શરૂ કરવામાં આવ્યા!

વર્તમાન સમયમાં દરેક યુનિવર્સિટીએ બહુઆયામી અભિગમ અપનાવીને વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો કરતાં દરેક પ્રકારના ટેક્નિકલ , નોન ટેક્નિકલ અને આપણા ઈતિહાસ , સંસ્કૃત્તિ અને વારસાને ઉજાગર કરતાં કોર્સ શરૂ કરવા જોઈએ – પ્રો. ડૉ. નવીન શેઠ(કુલપતિ , જીટીયુ)

વેદ , સંસ્કૃત્તિ , તત્વજ્ઞાન , કલા તથા આઈઓટી , મશીન લર્નિંગ અને સાયબર સિક્યોરીટીઝના પણ વિવિધ શોર્ટ-ટર્મ કોર્સીસ ચલાવવામાં આવશે

“જીટીયુ ધરોહર” અંતર્ગત ટૂંકા ગાળાના સર્ટિફિકેટ તેમજ ડિપ્લોમા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે સ્ટડી ઑફ વેદાસ , પ્રાચીન ભારતીય વાસ્તુકલા , ભારતીય કલા , સ્ટડી ઑફ પુરાણ , પ્રાચીન રાજનીતિક વ્યવસ્થા , વૈદિક સંસ્કૃત્તિ , સ્ટડી ઑફ ઉપનિષદ , ભારતીય સંસ્કૃત્તિ ,પ્રાચીન ભારતીય વિજ્ઞાન , પ્રાચીન ભારતીય સાહિત્ય  અને ખગોળશાસ્ત્ર જેવા વિવિધ અભ્યાસક્રમોનો સમાવેશ કરાયો છે

રસ ધરાવતાં તેમજ કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ આ કોર્સનો અભ્યાસ ઓનલાઈન માધ્યમથી કરી શકશે

અમદાવાદ, તા.24
કેન્દ્ર સરકારશ્રી દ્વારા લાગુ કરવામાં આવેલ નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના હેતુસર શિક્ષણ પ્રણાલીમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દરેક શાખના વિદ્યાર્થીઓને અન્ય શાખનું પણ જ્ઞાન મળી રહે તે બાબતેની યોગ્ય પ્રણાલી વિકસાવવામાં આવેલ છે.  જે અંતર્ગત આગામી દિવસોમાં  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા  ટેક્નિકલ જ્ઞાનની સાથે વિદ્યાર્થીઓ આપણી પ્રાચીન સંસ્કૃત્તિ અને જ્ઞાન-વિજ્ઞાનમાં પણ અભ્યાસુ બનીને તેનો પ્રચાર પ્રસાર કરે તે માટે , જીટીયુ અને પૂનાના ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ભારતીય પ્રાચીન સંસ્કૃત્તિ , ઈતિહાસ અને વારસાના 12 શોર્ટટર્મ કોર્સિસ શરૂ કરવામાં આવ્યા છે.  આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , વર્તમાન સમયમાં દરેક યુનિવર્સિટીએ બહુઆયામી અભિગમ અપનાવીને વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો કરતાં દરેક પ્રકારના ટેક્નિકલ , નોન ટેક્નિકલ અને આપણા ઈતિહાસ , સંસ્કૃત્તિ અને વારસાને ઉજાગર કરતાં કોર્સ શરૂ કરવા જોઈએ. જીટીયુના કુલસચિવ ડૉ. કે . એન. ખેર અને ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશનના સ્થાપક ડિરેક્ટર શ્રી ક્ષિતિજ પાતુકુલે પણ  આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.
સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ નવી શિક્ષણ નીતિમાં પણ ભારતીય જ્ઞાન પરંપરાને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે.  જીટીયુ સંચાલિત ધરોહર સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ અને દર્શન, ભારતીય વિચારધારા, પ્રાચીન ભારતીય જ્ઞાન, આધુનિક ભારતીય સાંસ્કૃતિક તત્વજ્ઞાન વગેરેને લગતાં અભ્યાસક્રમો અને કાર્યક્રમો શરૂ કરવાનો છે.  “જીટીયુ ધરોહર” અંતર્ગત ટૂંકા ગાળાના સર્ટિફિકેટ તેમજ ડિપ્લોમા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે સ્ટડી ઑફ વેદાસ , પ્રાચીન ભારતીય વાસ્તુકલા , ભારતીય કલા , સ્ટડી ઑફ પુરાણ , પ્રાચીન રાજનીતિક વ્યવસ્થા , વૈદિક સંસ્કૃત્તિ , સ્ટડી ઑફ ઉપનિષદ , ભારતીય સંસ્કૃત્તિ ,પ્રાચીન ભારતીય વિજ્ઞાન , પ્રાચીન ભારતીય સાહિત્ય  અને ખગોળશાસ્ત્ર જેવા વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવશે. રસ ધરાવતાં તેમજ કોઈ પણ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓ  આ કોર્સનો અભ્યાસ ઓનલાઈન માધ્યમથી કરી શકશે.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે વધુમાં ઉમેર્યું કે, જીટીયુ દ્વારા ચાલુ શૈક્ષણીક વર્ષ દરમિયાન પણ 8 નવા સર્ટીફિકેટ કોર્સથી લઈને માસ્ટર્સ લેવલના ટેક્નિકલ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત ફાર્મસી , એન્જીનિયરીંગ,  આઈઓટી અને સાયબર સિક્યોરીટીઝ જેવા ક્ષેત્રના નવા કોર્સ , વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદાકારક થશે. ગુજરાત ફાર્મા હબ છે, તે જોતાં રોજગારની તકો પણ વિપુલ પ્રમાણ રહેલી છે. જેથી કરીને  જીટીયુ દ્વારા બાયોટેક્નોલોજી માટે અનુક્રમે 2 અને 1 વર્ષનો કોર્સ  એમએસસી ઈન ઈન્ડસ્ટ્રીયલ બાયોટેક્નોલોજી અને  પીજી ડિપ્લોમા ઈન બાયો ઈન્ફોર્મેટીક્સ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં લાઈફ સાયન્સની કોઈ પણ શાખામાંથી ગ્રેજ્યુએટ થયેલ વિદ્યાર્થી અરજી કરી શકશે. ધોરણ 12 સાયન્સ પાસ વિદ્યાર્થીઓ માટે પણ 5 (3+2) વર્ષ માટે  ઈન્ટીગ્રેટેડ એમએસસી કૉમ્યુટર સાયન્સનો કોર્સ શરૂ કરાયો છે.
વર્તમાન સમયમાં એન્જીનિયરીંગ ક્ષેત્રે 4.0 ઈન્ડસ્ટ્રીઝનું રિવોલ્યુશન થઈ રહ્યું છે. તમામ ઈન્ડસ્ટ્રીઝમાં ઈન્ટરનેટ ઑફ થીંગ્સ (આઈઓટી) , મશીન લર્નિંગ અને સાયબર સિક્યોરીટીઝનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે આઈટી, ઈસી , કોમ્પ્યુટર , ઈલેક્ટ્રોનિક્સની જેવી એન્જીનિયરીંગ શાખામાં બીઈ કરેલ વિદ્યાર્થીઓ માટે એમઈ  ઈન કૉમ્પ્યુટર એન્જીનિયરીંગ (ઈન્ટરનેટ ઑફ થીંગ્સ) તથા એમએસસી બાયોટેક્નોલોજી , ફાર્મસી  જેવા કોર્સ કરેલ વિદ્યાર્થીઓ માટે એમ. ટેક ઈન  બાયોટેક્નોલોજીનો કોર્સ શરૂ કરવામાં આવેલ છે. ઉપરયુક્ત બન્ને કોર્સની સમયમર્યાદા 2 વર્ષની છે. ફાર્મસી ક્ષેત્રે પણ વિવિધ અદ્યત્તન સંશોધન માટે ઈન્ડસ્ટ્રીઝને વિશેષ યોગ્યતા ધરાવતાં  ઉમેદવારની જરૂરીયાત હોવાના કારણોસર ફાર્મસી ક્ષેત્રે 3 મહિનાના શોર્ટટર્મ સર્ટીફિકેટ કોર્સ  ફાર્માસ્યૂટીકલ ક્વાલિટી સિસ્ટમ એન્ડ ઓડિટ કમ્પલેન ,  રિવર્સ એન્જીનિયરીંગ અપ્રોચસ ઈન ફાર્માસ્યૂટીકલ પ્રોડક્ટ ડેવલોપમેન્ટ અને  ગુડ મેન્યુફેક્ચરીંગ પ્રેક્ટીસ ઈન બાયોલોજીકલ પ્રોડક્ટ્સ  શરૂ કરવામાં આવ્યા છે.  જેમાં કોઈ પણ સાયન્સ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી એડમીશન મેળવી શકશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed