જામનગર: બનાસકાંઠાના માટે ગર્વ સમાન ગણાતા એવા બનાસકાંઠાના દીકરી હાલ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો રાજુલબેન દેસાઈ સૌરાષ્ટ્ર મુલાકાતે છે ત્યારે તેઓએ જામનગરની મુલાકાતે આવ્યા હતા અને જામનગરના સખી વન સ્ટોપ સેન્ટર તેમજ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની મુલાકાત લીધી હતી ત્યારબાદ નારી શક્તિ સંમેલનમાં હાજરી આપી મહિલા આયોગની કામગીરી મહિલા કલ્યાણ લક્ષી કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓ અંગે માહિતી ઉપસ્થિત મહિલાઓ સામે રજૂ કરી હતી.
જામનગરમાં સૌરાષ્ટ્ર મુલાકાતે આવેલ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઇ આજે જામનગરની મુલાકાત લીધી હતી અને જામનગરમાં આવેલા સખી વન સ્ટોપ સેન્ટર તેમજ કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ વિકાસગૃહની બાળાઓને મળ્યા હતા અને તેઓને મહિલા સુરક્ષા વિશે માહિતી પ્રદાન કરતા વાતચીત કરી હતી. વિકાસગૃહ ખાતે તેમનું પારંપરિક રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં યોજાયેલ આશ્રિત મહિલાઓ સાથે નારી શક્તિ સંમેલનમાં મહિલાઓની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત માહિલા આયોગની કામગીરી, મહિલા કલ્યાણલક્ષી કેન્દ્ર અને રાજ્યની મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ બાબતે માહિતી પૂરી પાડવામાં આવી હતી આ ઉપરાંત તેમણે જણાવ્યુ હતું કે મહિલાઓ અંગે વિવિધ કાયદાઓમાં ક્યાં સુધારા અને બદલાવ લઈ આવવાની જરૂર જણાય છે ત્યાં બદલાવ કરીએ છીએ ચાલુ વર્ષે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ કે ઘરેલુ હિંસામાં અનેક કાયદાની ખામીઓ દૂર કરી નવા કાયદા બનાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે તેમજ દર વર્ષે મહિલાઓને લગતા નવા કાયદાઓ બનાવવામાં આવે છે અને કોલેજ યુનિવર્સિટી શાળાઓમાં દરેક જગ્યાએ મહિલા કાર્યક્રમ થકી મહિલાઓને કાયદાઓ અંગે માહિતી પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ પર થતા અત્યાચારોને સહન ન કરતા તેને ના છુપાવતા કે ડર વિના મહિલા આયોગનો સંપર્ક કરી તેના માટે લડવા મહિલાઓને કટિબદ્ધ બનવા અપીલ કરી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારે અને તેમના પ્રયાસો થકી રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા મહિલાઓના પ્રશ્નો તેમજ મુશ્કેલીઓને નિવારવા માટે કેટલું સક્ષમ અને કટિબદ્ધ છે તે અંગેની માહિતી આપી હતી. આ પ્રસંગે શહેરના મેયર બીનાબેન કોઠારી ખાસ હાજર રહ્યા હતા તો વિવિધ ક્ષેત્રોમાંથી આવતી મહિલાઓ, મોરચાની બહેનો, મહિલા કોર્પોરેટરો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.