શામળાજીના અંતરિયાળ વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો.? પોલીસ તંત્રે ઊંડી તપાસ હાથધરી

0
શામળાજીના અંતરિયાળ વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યો.? પોલીસ તંત્રે ઊંડી તપાસ હાથધરી
Views: 84
0 0
Spread the love

Read Time:4 Minute, 54 Second
Views 🔥 web counter

શામળાજીના ગોઢકુલ્લા ગામે મકાનમાં થયેલા ભેદી બ્લાસ્ટ મામલે ચોંકાવનારો ખુલાસો

યુવકના ઘરમાં 6 મહિનાથી હતા હથિયાર અને હેન્ડ ગ્રેનેડ

અરવલ્લીના શામળાજીમાં એક મકાનમાં થયેલા ભેદી ધડાકામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ચાર દિવસ પહેલા શામળાજી પાસેના ગોઢકુલ્લા ગામમાં ભેદી બ્લાસ્ટ થયો હતો. જેમાં ઘરના મોભીનું તેમજ એક બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેની પત્ની અને બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં શામળાજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે તેમની સ્થિતિ વધારે ગંભીર જણાતા અમદાવાદ રીફર કરાયા હતા.

આ પ્રંચડ ધડાકાથી આસપાસના 3 થી 4 કીમી ના વિસ્તારમાં અવાજ સંભળાતાં સૌ ફફડી ઉઠયા હતા. શામળાજી પોલીસને જાણ થતાં એક ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી. પ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી નજીકના ગામમાં ભેદી વસ્તુના બ્લાસ્ટને લઈ તરહ તરહની ચર્ચાઓ ઉઠી હતી. જો કે હેન્ડ ગ્રેનેડથી આ ધડાકો થયો હોવાનો ખુલાશો થયો છે. ત્યારે આ હેન્ડ ગ્રેનેડ આવ્યા ક્યાંથી તેને લઇ મોટો સવાલ ઉભો થયો છે. તો બીજી તરફ પોલીસ આ મામલે સઘન તપાસમાં લાગી ગઇ છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના રમેશભાઈ લાલજીભાઈ ફણેજાના ઘરે ભેદી બ્લાસ્ટ થતા 32 વર્ષીય લાલજીભાઈ અને એક બાળકીનું બ્લાસ્ટને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે આ યુવકની પત્ની અને બે બાળકો સહિત પરિવારના કુલ ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે શામળાજી અને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક બકરી અને બે મરઘા સહિત ત્રણ પશુઓના પણ મોત થયા હતા. સમગ્ર મામલાની જાણ શામળાજી પોલીસને થતા શામળાજી પોલીસ સહિત જિલ્લા એલસીબી, એસઓજી તેમજ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બ્લાસ્ટનો અવાજ આસપાસના બેથી ત્રણ કિલોમીટર વિસ્તારમાં સંભળાતા આસપાસમાંથી મોટી સખ્યામા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે બ્લાસ્ટ ક્યાં કારણસર અને કેવી રીતે થયો તે અંગે લોકોમાં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા હતા. પોલીસે પણ બ્લાસ્ટનું કારણ જાણવા એફએસએલની મદદ લીધી હતી. 

અરવલ્લીમાં ભેદી બ્લાસ્ટ અંગેની તપાસમાં મોટો ખુલાસો થતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. શામળાજીના ગોઢફુલ્લામાં હેન્ડ ગ્રેનેડથી બ્લાસ્ટ થયાનું સામે આવ્યું છે. ફોરેન્સિક તપાસમાં હેન્ડ ગ્રેનેડના પુરાવા મળ્યા છે. 4 દિવસ અગાઉ બ્લાસ્ટમાં યુવાન અને બાળકીનું મોત થયું હતું. ત્યારે હેન્ડ ગ્રેન્ડથી બ્લાસ્ટ થયો હોવાનો ખુલાસો થયો છે. યુવકના ઘરમાં હેન્ડ ગ્રેનેડ હતો. તેણે 6 મહિનાથી તેના ઘરમાં હેન્ડ ગ્રેનેડ છુપાવી રાખ્યો હતો. 28 ઓગસ્ટના રોજ તે હેન્ડ ગ્રેનેડની પિન કાઢતો હતો ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. 

છ મહિનાથી યુવકે પોતાના ઘરમાં બાળકો વચ્ચે હેન્ડ ગ્રેનેડ રાખ્યો હતો. હેન્ડ ગ્રેનેડ અને બંદૂક સાથેના મૃતક યુવકના ફોટો પણ સામે આવ્યા છે. કમરના ભાગે યુવાને હેન્ડ ગ્રેનેડ બાંધી ફોટોગ્રાફી કરાવી હતી. પોલીસ તપાસમાં ખૂલ્યુ કે, છ મહિના પહેલા મૃતક યુવક અને અન્ય યુવકને આ હેન્ડ ગ્રેનેડ મળ્યો હતો. સાથે જ તળાવમાં પણ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે. ત્યારે શામળાજી આદિવાસી વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ ક્યાંથી આવ્યા એ મોટો પ્રશ્ન છે. ત્યારે પોલીસે મૃતક યુવક અને અન્ય એક સામે આર્મ્સ એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ અન્વયે ગુનો દાખલ કર્યો છે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *