ગર્ભવતી મહિલા આત્મહત્યા કેસમાં નાસતો ફરતો આરોપી દીક્ષિત મિસ્ત્રી મુંબઈથી ઝડપાયો!

0
ગર્ભવતી મહિલા આત્મહત્યા કેસમાં નાસતો ફરતો આરોપી દીક્ષિત મિસ્ત્રી મુંબઈથી ઝડપાયો!
Views: 98
0 0
Spread the love

Read Time:9 Minute, 47 Second
Views 🔥 ગર્ભવતી મહિલા આત્મહત્યા કેસમાં નાસતો ફરતો આરોપી દીક્ષિત મિસ્ત્રી મુંબઈથી ઝડપાયો!

ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં નાસતા ફરતા આરોપી દીક્ષીત મિસ્ત્રીનો મુંબઇથી કબ્જો મેળવી પોલીસ ગુજરાત આવવા રવાના
એફએક્સ બુલ લિ.ના આરોપી દીક્ષીત કાંતિલાલ મિસ્ત્રી દુબઇ ભાગવાની ફિરાકમાં હતો તે પહેલાં જ ઇમીગ્રેશન વિભાગના હાથે ઝડપાઇ ગયો

ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસે આરોપી દિક્ષીત કાંતિલાલ મિસ્ત્રીનો કાયદેસર કબ્જો મેળવી લીધો અને ગાંધીનગર, ગુજરાત આવવા રવાના થઇ ગઇ, મોડી સાંજ સુધીમાં પોલીસની ટીમ અહીં આવી પહોંચશે

આરોપી દિક્ષીત કાંતિલાલ સુથાર(મિસ્ત્રી) દ્વારા અદાલત દ્વારા જામીનની નક્કી કરાયેલી શરતોનું સરેઆમ ઉલ્લંઘન કરાતા તે બદલ હવે ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસ દ્વારા તેના જામીન રદ કરાવવા, પાસપોર્ટ જમા લેવા, તેનું નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

લોકોનું કરોડોનું ફલેકું ફેરવનાર કુખ્યાત આરોપી દીક્ષીત મિસ્ત્રી પકડાતાં હવે તેની વિરૂધ્ધ મહેસાણા, બેચરાજી અને ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસમથકમાં મની લોન્ડરીંગ એકટ, જીપીઆઇડી એકટ, આઇપીસીની કલમો હેઠળ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે, તે તમામ કેસોની કડીઓ મેળવવામાં બહુ મોટી મદદ મળશે

અમદાવાદ,તા.4
મહેસાણામાં સમર્પણ ક્રેડીટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજરની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં એફ એક્સ બુલ લિમિટેડના નાસતા ફરતા આરોપી દીક્ષિત મિસ્ત્રીને મુંબઈ એરપોર્ટથી ઝડપી લેવાયો છે જેને પકડવા માટે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ ટીમ મુંબઇ પહોંચી હતી અને આરોપી દિક્ષીત મિસ્ત્રીનો કબજો મેળવી લીધો છે.

ચકચારભર્યા કેસમાં આરોપી દીક્ષિત મિસ્ત્રી એફઆઈઆર નોંધાયા બાદ છેલ્લા ઘણા દિવસોથી નાસતો ફરતો હતો પરંતુ ગઇકાલે મુંબઇ એરપોર્ટ પર ઇમીગ્રેશન વિભાગના અધિકારીઓના હાથે ઝડપાઇ જતાં તેમણે અહીં ઇન્ફોસીટી પોલીસને જાણ કરતાં હવે ઇન્ફોસીટી પોલીસની ટીમ આરોપી દીક્ષીત કાંતિલાલ સુથાર(મિસ્ત્રી)ને મુંબઇ ખાતેથી ઝડપી લઇ તેનો કબ્જો મેળવી અહીં લાવવા માટે રવાના થઇ ગઇ છે, જે આજ સાંજ સુધીમાં ગુજરાત ગાંધીનગર આવી પહોંચશે.
લોકોનું કરોડોનું ફલેકું ફેરવનાર કુખ્યાત આરોપી દીક્ષીત મિસ્ત્રી પકડાતાં હવે તેની વિરૂધ્ધ મહેસાણા, બેચરાજી અને ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસમથકમાં મની લોન્ડરીંગ એકટ, જીપીઆઇડી એકટ, આઇપીસીની કલમો હેઠળ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે, તે તમામ કેસોની કડીઓ મેળવવામાં બહુ મોટી મદદ મળશે. ખાસ કરીને ગાંધીનગર ઇન્ફોસીટી પોલીસ મથકમાં નોંધાયેલા ગુના સંદર્ભે આરોપી દિક્ષીત કાંતિલાલ સુથાર(મિસ્ત્રી) દ્વારા અદાલત દ્વારા જામીનની નક્કી કરાયેલી શરતોનું સરેઆમ ઉલ્લંઘન કરાતા તે બદલ તેના જામીન રદ કરાવવા, પાસપોર્ટ જમા લેવા, તેનું નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ આરોપી દિક્ષીત મિસ્ત્રી કે, જે બેચરાજી પોલીસમથકમાં નોંધાયેલા મહેસાણાની ગર્ભવતી મહિલા જયોત્સનાબહેન ચૌધરીની આત્મહત્યાના દુષ્પ્રેરણ કેસમાં નાસતો ફરતો દર્શાવાયો હોઇ તેનો કબ્જો બેચરાજી પોલીસને સોંપવામાં આવશે.

ગાંધીનગર ઇન્ફોસીટીના કેસમાં ગાંધીનગર એસપી શ્રી મયુર ચાવડા, ડીવાયએસપી ગાંધીનગર ડિવીઝન એમ.કે.રાણા અને પીઆઇ પી.પી.વાઘેલાના સીધા માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.આર.રાઠોડે બહુ મહત્વની અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. એક તબક્કે જયારે આરોપી દીક્ષીત કાંતિલાલ મિસ્ત્રીને કોર્ટમાંથી જામીન મળ્યા ત્યારે તેને પાસપોર્ટ તપાસનીશ અધિકારી સમક્ષ જમા કરાવવા અને જો પાસપોર્ટ ના હોય તો તે અંગેનું એફીડેવીટ પોલીસ સમક્ષ જમા કરાવવાની આકરી શરતો કોર્ટે લાદી હતી. જો કે, આરોપી દીક્ષીત મિસ્ત્રીએ કોર્ટની આ શરતોનો પણ સરેઆમ ભંગ કરી પાસપોર્ટ પણ જમા ના કરાવ્યો કે, ના તો પોલીસ સમક્ષ કોઇ એફીડેવીટ આપ્યું, જેને લઇ તેના જામીન રદ કરાવવાની તજવીજ હાથ ધરાઇ હતી.

બીજીબાજુ, ગાંધીનગર એસપી મયુર ચાવડા, ડીવાયએસપી ગાંધીનગર ડિવીઝન એમ.કે.રાણાના માર્ગદર્શનથી આરોપી દીક્ષીત મિસ્ત્રી વિરૂધ્ધ લુક આઉટ નોટિસ પણ જારી કરાઇ હતી, જેના કારણે આખરે ગઇકાલે પોલીસને બહુ મોટી સફળતા હતી અને આરોપી દીક્ષીત મિસ્ત્રી વિદેશ ભાગવાની ફિરાકમાં હતો તે પહેલાં મુંબઇ એરપોર્ટ પરથી ઇમીગ્રેશન વિભાગના હાથે ઝડપાઇ ગયો હતો. ઇમીગ્રેશન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક ઇન્ફોસીટી પોલીસને જાણ કરી હતી. જેને પગલે અહીંથી પીએસઆઇ એસ.આર.રાઠોડ સહિતના સ્ટાફની ટીમ આરોપી દીક્ષીત કાંતિલાલ મિસ્ત્રીને અહીં પકડી લાવવા માટે રવાના થઇ હતી અને મુંબઇ ઇમીગ્રેશન વિભાગ પાસેથી આરોપી દિક્ષીત મિસ્ત્રીનો વિધિવત્ ક્બ્જો મેળવી ઇન્ફોસીટી પોલીસની ટીમ અહીં પરત આવવા રવાના થઇ ગઇ છે. જે આજે સાંજ સુધીમાં ગુજરાત ગાંધીનગર આવી જશે.

ઉલ્લેખનીય છે કે મહેસાણાની સમર્પણ ક્રેડીટ સોસાયટીની ગર્ભવતી મહિલા મેનેજર જ્યોત્સનાબેન ચૌધરીની આત્મહત્યાના ચકચારભર્યા કેસમાં એક્સ એક્સ બુલનો આરોપી પ્રદીપ ચૌધરી પહેલેથી જ પકડાઈ ગયો છે અને હાલ જેલના સળિયા પાછળ છે. તાજેતરમાં તેની જામીન અરજી પણ મહેસાણા સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. આ સિવાય અન્ય એક આરોપી કીર્તિ પારસંગ ચૌધરીએ પણ આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા મહેસાણા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલી છે જેની સુનાવણી ૮મી સપ્ટેમ્બર પર મુકરર કરાઇ છે. જ્યારે આ કેસમાં નાસતા ફરતા આરોપી દીક્ષિત મિસ્ત્રીને પોલીસે આજે મુંબઈ એરપોર્ટ થી ઝડપી લઇ બહુ મોટી સફળતા મેળવી છે કારણકે મરનાર જયોત્સનાબહેન ચૌધરી સાડા પાંચ મહિનાનો ગર્ભ ધરાવતા હતા અને ક્રેડીટ સોસાયટીમાં સભ્યો પાસેથી ઉઘરાવેલા નાણાં તેણીએ આ આરોપીઓની એક્સ એક્સ બુલ કંપનીમાં રોક્યા હતા પરંતુ પાછળથી આરોપી પ્રદીપ ચૌધરી, કીર્તિ પારસંગ ચૌધરી અને આરોપી દીક્ષિત મિસ્ત્રીએ જયોત્સનાબહેનને તેમના પૈસા આપવાની ના પાડતા અને થાય એ કરી લે તેવી ધમકી આપતા હિંમત હારી જઈને જયોત્સનાબહેનને સાડા પાંચ મહિનાનો ગર્ભ હોવા છતાં તેણીએ ગર્ભવતી હાલતમાં કેનાલમાં પડી આત્મહત્યા કરી હતી. આ હાઇપ્રોફાઇલ કેસમાં સંડોવાયેલા આરોપીઓ આર્થિક રીતે સુખી સંપન્ન અને બહુ મોટી રાજકીય વગ ધરાવતા હોવાથી પોલીસ માટે પણ આ કેસની તપાસ પડકારરૂપ બની રહી છે. જોકે આજે આ કેસના નાસતા ફરતા આરોપી દીક્ષિત મિસ્ત્રીને ઝડપી લઈને પોલીસે બહુ મોટી સફળતા મેળવી છે. ગાંધીનગરની ઈન્ફોસીટી પોલીસની ટીમ આરોપી દીક્ષિત કાંતિલાલ મિસ્ત્રીને પકડવા મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી અને ત્યાંથી આરોપીનો કબ્જો મેળવી હવે ગુજરાત ગાંધીનગર ખાતે પરત આવવા રવાના થઇ ગઇ છે. ઇન્ફોસીટી પોલીસની ટીમ સાંજ સુધીમાં આરોપી દિક્ષીત મિસ્ત્રીને લઇને આવી પહોંચે તેવી શકયતા છે. તેથી હવે બેચરાજી પોલીસમથકમાં નોંધાયેલા ગર્ભવતી મહિલા જયોત્સનાબહેન ચૌધરીની આત્મહત્યાના દુષ્પ્રેરણના કેસ સહિતના જુદા જુદા પોલીસમથકોમાં આરોપી દીક્ષીત મિસ્ત્રી વિરૂધ્ધ નોંધાયેલા અલગ-અલગ ગુનાઓના ભેદ ઉકેલવામાં બહુ મોટી મદદ મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed