ગુજરાતનાં રાજકારણમાં મોટી ઉથલપાથલ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું એકાએક રાજીનામુ આપતા રાજકીય બોંબ ફૂટ્યો
ગાંધીનગર:
ગુજરાતના રાજકરણમાં એકાએક નવા જુનીના એંધાણ છે. મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ એકાએક રાજીનામું આપ્યું છે.
રૂપાણીએ રાજભવન ખાતે મીડિયાને સંબોધન કરતા કહ્યું કે હું ભાજપ ટોચના મોવળી મંડળનો આ જવાબદારી બદલ આભાર વ્યક્ત કરૂં છું. મેં મુખ્યમંત્રી તરીકે તમામ દાયિત્વ નિભાવ્યા છે. મારા કાર્યકાળમાં ગુજરાતને વિકાસના નવા પંથે આગળ વધાર્યું હતુ.
નવા નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થશે અને નવા આયામ સર થશે તેવી આશા સાથે હું આજે મુખ્યમંત્રી પદેથી વિદાય લઉં છું.
શનિવારે એકાએક વિજય રૂપાણી ગુજરાત સરકારના ટોચના અન્ય મંત્રી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સંસદીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે રાષ્ટ્રીય ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ રાજભવન પહોંચ્યા હતા.
નવા મુખ્યમંત્રી કોણ…?
1. સી.આર. પાટીલ
2. મનસુખ માંડવીયા
3. ગોરધનભાઇ ઝડપીયા