અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં દીપડા જેવું વન્યપ્રાણી જોવા મળ્યું! વન વિભાગે કહ્યું પગના નિશાન દીપડાના
અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં દીપડો ફરતો હોવાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. માત્ર એટલું જ નહીં, ગામના લોકોને ખુલ્લામાં નહિ સુવા અને સાવચેત રહેવા ફોરેસ્ટ વિભાગે સૂચના આપી. તેમજ ક્યાંય પણ દીપડો દેખાય તો વન વિભાગને જાણ કરવા પણ જણાવ્યું છે. વસ્ત્રાલની સીમમાં ભયજી જી રાજાજીના ખેતરમાં શક્તિ માં ના મંદિર પાસે દીપડાના પગના નિશાન પણ મળી આવ્યા છે.
વન વિભાગે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવા સૂચના આપી
રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી તરફથી જાહેર જનતાને સૂચના આપવામાં આવી છે કે, 16 જાન્યુઆરી 2021ની રાત્રે વસ્ત્રાલની આસપાસ દીપડના પગના નિશાન જોવા મળ્યા હોવાથી પશુ પાલકો અને ગામ લોકોએ જાહેરમાં ઉંઘવું નહીં તથા રાત્રે અવર જવર કરવામાં ખાસ ધ્યાન રાખવું. તેમજ અગત્યના કામ કામે બહાર જવાનું થાય તો તે સમયે બેટરી જેવી વસ્તુ સાથે રાખવી તથા અવાજ થઈ શકે તેવી વસ્તુ સાથે રાખવી. જેથી જાનમાલને નુકસાન ન પહોંચે.