કટકી! આતો કેવી પોલીસ, દારૂ ભરેલી ટ્રક પાસ કરાવી ઈંગ્લીશ દારૂની 2 પેટીઓ પડાવી લીધી, પોલીસે પોલીસ વિરૃદ્ધ ગુનો નોંધ્યો

0
કટકી! આતો કેવી પોલીસ, દારૂ ભરેલી ટ્રક પાસ કરાવી ઈંગ્લીશ દારૂની 2 પેટીઓ પડાવી લીધી, પોલીસે પોલીસ વિરૃદ્ધ ગુનો નોંધ્યો
Views: 74
0 0
Spread the love

Read Time:3 Minute, 50 Second
Views 🔥 કટકી! આતો કેવી પોલીસ, દારૂ ભરેલી ટ્રક પાસ કરાવી ઈંગ્લીશ દારૂની 2 પેટીઓ પડાવી લીધી, પોલીસે પોલીસ વિરૃદ્ધ ગુનો નોંધ્યો


ગુજરાત(Gujarat): મહેસાણા(Mehsana) તાલુકામાં ફતેપુરા સર્કલ(Fatehpura Circle)ની પાસે દારૂ ભરેલી એક ટ્રકને પસાર થવા દેવા મામલે ચેકીંગ દરમિયાન હાજર રહેલા પોલીસકર્મીઓએ બે દારૂ ની પેટીઓ પડાવી લેવાનો સમગ્ર મામલો મહેસાણા તાલુકામાં ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. જોવા જઈએ તો આ મામલામાં દારૂ ભરેલા ટ્રકના ડ્રાઇવરે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં મહેસાણાના પાંચ પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જેમાં પોલીસ તપાસ દરમિયાન જે બે પેટી દારૂ ની પડાવી લેવામાં આવી હતી એમાંથી એક પેટી GRD જવાન ના ઘરે થી મળી આવતા ચકચાર મચી ગયો હતો.

જાણો શું હતો સમગ્ર મામલો?
જોવા જઈએ તો બે દિવસ અગાઉ નંદાસણ પાસે ચંદરડા પાટિયા પાસે મહેસાણા પેરોલ ફર્લો ટીમ દ્વારા એક દારૂ ભરેલી મીની ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. જયારે બીજા દિવસે આ કેસ મામલે એક અલગ જ હકીકત સામે આવી છે. જેમાં દારૂ ભરેલી આ મીની ટ્રક મહેસાણા ફતેપુરા સર્કલ પાસેથી પસાર થઈ હતી. આદરમિયાન એક કોન્સ્ટેબલ, બે રિટાયર્ડ TRB જવાન, બે રીટાયર્ડ GRDએ આ ટ્રક ઝડપી હતી અને ટ્રક ને જવા દેવા માટે બુટલેગરનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પૈસા પડાવવા મારામારી કરીને ટ્રક માંથી દારૂ ની બે પેટી પડાવી ટ્રકને જવા દીધી હતી. જોકે બાદમાં ટ્રક નંદાસણ પાસે પેરોલ ફ્લો ટીમે ઝડપી પાડી હતી. ત્યાર બાદ ઝડપાયેલા આરોપીએ મહેસાણામાં સસ્પેન્ડ પોલીસ કર્મીઓની ટોળકી સામે લૂંટ અંગે ફરિયાદ દાખલ કરાવતા સમગ્ર મહેસાણા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

GRD જવાનના ઘરેથી મળી આવી દારૂ ભરેલી પેટી:
સમગ્ર મામલે મહેસાણા તાલુકા પોલીસ મથક માં મહેસાણા ના પાંચ પોલીસ કર્મીઓ સામે લૂંટ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાંથી પોલીસ તંત્રએ તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમા દારૂ ભરેલા ટ્રકમાંથી પેટીઓ પડાવી લેનારા આરોપી રાવળ પ્રવીણમાં ભોંયરા વાસમાં આવેલા ઘરમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઘરમાંથી વિદેશી દારૂની 48 બોટલો મળી આવતા મહેસાણા અને પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે જોકે પોલોસે GRD જવાન પ્રવીણ રાવળ ને ઝડપી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે પૂછપરછ દરમિયાન એક દારૂની પેટી પ્રવીણ રાવળ અને બીજી દારૂની પેટી આકાશ વાઘેલા તેના ઘરે લઈ ગયો હોવાનું કબુલ્યું હતું.

હાલ માં બે દારૂ ની પેટીઓ રિકવર કરવામાં આવી છે-Dysp:
સમગ્ર મામલાની તપાસ હાલમાં મહેસાણા dysp દેસાઈ ચલાવી રહ્યા છે. જોકે તેઓએ જણાવતા કહ્યું હતું કે, હાલ માં ટ્રકમાંથી લેવામાં આવેલી બે પેટીઓ પોલીસ દ્વારા કબ્જે કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. જોકે પોલીસ કર્મીઓ એ અન્ય કોઈ રકમ લીધી નથી તેવું પણ dysp દેસાઈએ જણાવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed