કાંકરિયામાં ૧૧૦થી વધુ લોકોએ ઇસ્લામધર્મ  કબૂલ કર્યો!

કાંકરિયામાં ૧૧૦થી વધુ લોકોએ ઇસ્લામધર્મ કબૂલ કર્યો!

0 0
Spread the love

Read Time:2 Minute, 49 Second
Views 🔥 કાંકરિયામાં ૧૧૦થી વધુ લોકોએ ઇસ્લામધર્મ  કબૂલ કર્યો!

૯ ઈસમો સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના ભરૂચ જિલ્લાના એક ગામના આદિવાસીઓને પૈસાની લાલચ આપીને કથિત રીતે ફસાવવા બદલ લંડન સ્થિત સ્થાનિક વ્યક્તિ સહિત નવ લોકો સામે FIR નોંધવામાં આવી છે. પોલીસે સોમવારે આ ઘટનાની જાણકારી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આમોદ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે વસાવા હિન્દુ સમુદાયના ૩૭ પરિવારોના ૧૦૦થી વધુ આદિવાસીઓ જે તમામ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના રહેવાસી છે, તેમને પૈસા અને અન્ય પ્રલોભનો આપીને ધર્મ પરિવર્તન કરવા માટે કહેવામાં આવ્યું હતું. આમોદ પોલીસ સ્ટેશનના અધિકારીની આપેલી માહિતીના કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ધર્માંતરણનો મુ્દો ભરૂચ જિલ્લામાં પહોંચ્યો છે. આમોદના કાંકરિયા ગામે હિન્દૂ ધર્મમાંથી ગેરકાયદેસર મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. ૧૦૦થી વધારે લોકોને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવતા પોલીસ ફરીયાદ થઈ છે.

૯ ઈસમો સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં વિદેશ(લંડન) માંથી ધર્મપરિવર્તન માટે ફન્ડિંગ થતું હોવાનું સામે આવ્યું છે. વસાવા પરિવારોને મુસ્લિમ બનાવવા માટે ભરુચમાં ફન્ડિંગ કરાયુ હતું. આ ઘટનાને પગલે આમોદ પોલીસમાં જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ અપાઇ હતી. આમોદ પોલીસ સ્ટેશનના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, તમામ ૯ આરોપીઓ સ્થાનિક રહેવાસી છે.

જેમાંથી એક હાલમાં લંડનમાં રહે છે અને તેનું નામ હાજી અબ્દુલ છે, જે ધર્મ પરિવર્તનના હેતુથી વિદેશમાંથી પૈસા એકઠા કરે છે. આરોપી વ્યક્તિઓએ આદિવાસી સમુદાયના સભ્યોની નબળી આર્થિક સ્થિતિ અને નિરક્ષરતાનો લાભ ઉઠાવીને તેમને લાંબા સમય સુધી ધર્માંતરણની લાલચ આપી હતી.” આ ૯ લોકો સામે ગુજરાત સ્વતંત્રતા ધર્મ (સુધારા) અધિનિયમ અને IPCની કલમ 120B, 153B અને C અને 506(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

કાંકરિયામાં ૧૧૦થી વધુ લોકોએ ઇસ્લામધર્મ  કબૂલ કર્યો!

વિધાતાએ સાતમાં ધોરણથી અભ્યાસ છોડાવ્યો, શોખે અરવિંદભાઈના ચિત્રોને દ્વારકાધીશ મંદિર સુધી પહોંચાડ્યા

કાંકરિયામાં ૧૧૦થી વધુ લોકોએ ઇસ્લામધર્મ  કબૂલ કર્યો!

22 નવેમ્બરથી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામના નિર્માણ કાર્યનો પ્રારંભ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

No comments to show.