હઠીપુરા ગામેથી મળેલા મૃતદેહો તાપી જિલ્લાના ખેરવાણના વતની હોવાનું ખૂલ્યું
પોલીસે ૫ ટિમો બનાવી તપાસ તેજ કરી
ક્રિષ્ના પટેલ મોડાસા,
અરવલ્લીના બાયડ તાલુકાના હઠીપુરા ખારી ગામે થી તારીખ 23 નવેમ્બરના રોજ એક મહિલા અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતા . આ શંકાસ્પદ મોત અંગે બનાવની જાણ થતા સાઠંબા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.ત્યારે હવે મૃતદેહો માતા અને પુત્રનું હોવાનું ખુલતા ચકચાર મચી જવા પામી છે.
ગત મંગળવારના રોજ બાયડના હઠીપુરા ખારી ગામ પાસેથી મળી બે અજાણ્યા લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.જેમન ઓળખ થતા બે મૃતદેહ જેમાં ૫૧ વર્ષીય માતા જમનાબેન ગામીત અને ૧૨ વર્ષીય પુત્ર આલોક ગામીતના હતા. હઠીપુરા ખારી ગામેથી મળી આવેલો મૃતદેહ માતા અને પુત્રનો છે. સાઠંબા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતા જેમના મૃતદેહ મળ્યા છે તે લોકો તાપી જિલ્લાના ખેરવાણ ગામના હોવાનું બહાર આવ્યું હતું . પોલીસ દ્વારા તપાસ કરતા મળી આવેલા બંને મૃતદેહોની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે.ત્યાર હવે બંને મૃતદેહોને કોણે કેવી રીતે ફેંક્યા તે દિશામાં પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરાઇ છે ગુનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસની પાંચ ટીમો આ ભેદ ઉકેલવામાં કામગીરી કરી રહી છે.