ગાંધીનગર: ગાંધીનગર ખાતે આવેલ ચિલ્ડ્રન યુનિવર્સિટીની પી.એચ.ડી.ના વિદ્યાર્થીને માર મારવાની કેમ્પસમાં જે ઘટનાનો વિડિયો સોશીયલ મીડીયામાં વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. આ વિડિયોમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર યુનિવર્સિટીના કુલપતિના અંગત સચિવ દ્વારા વિદ્યાર્થીને માર મારતા હોય તેવું સ્પષ્ટ પણે દેખાય છે.
NSUI નેતા ભાવિક સોલંકી પાસે વિડીયો આવતા સોલંકી દ્વારા રાજ્યના ડીજીપી અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીને ફરિયાદ કરી વિદ્યાર્થીને મારનાર કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. NSUI નેતા ભાવિક સોલંકીએ જણાવ્યું કે આ ઘટનાની મને જાણ થતા વિદ્યાર્થીનો સંપર્ક મે કરેલ હતો. આ વિદ્યાર્થી સાથેની વાતચીતમાં વિદ્યાર્થી અતી ડરી ગયો હોય તેમ જણાતો હતો. આ વિદ્યાર્થી દ્વારા મને જણાવવામાં આવ્યું હતું કે, ‘‘મને માર માર્યા બાદ મારા ઉપર ખોટા કેસમાં છેડતીના કેસની ધમકી આપી છે’’. તો આપશ્રીને નમ્ર વિનંતી છે કે, કુલપતિશ્રીના અંગત સચિવ અને અન્ય સહયોગી કર્મચારી ઉપર કાનૂની કાર્યવાહી કરી તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે.