અરવલ્લી પોલીસનું આવકારદાયક પગલું
પોલીસ ભરતી માટે મોડાસા ખાતે સેમિનાર યોજાયો
ક્રિષ્ના પટેલ મોડાસા
રાજ્યભરમાં અનેક યુવાનો પોલીસ ભરતી માટે તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ અને તપસ્યા એકડેમી દ્વારા મોડાસા ટાઉન હોલ ખાતે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવી હતું જેમાં ૪૦૦ ઉપરાંત યુવક યુવતીઓ ઉપસ્થિત થયા હતા.
આજ રોજ અરવલ્લી જીલ્લા પોલીસ તથા તપસ્યા એકેડેમી મોડાસાના સંયુક્ત ઉપક્રમે લોકરક્ષક પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તૈયારીના ભાગરૂપે મોડાસા ટાઉન હોલ ખાતે કાયદાનું માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકરક્ષક પોલીસ ભરતીની લેખિત પરીક્ષા અંગે યોજાયેલ સેમીનારમાં ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. રાષ્ટ્ર ભાવના સાથેની પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓના ચહેરા પર એક અનેરી રોનક જોવા મળી હતી. દિવસ રાત મહેનત કરતા યુવક યુવતીઓ ની મહેનત સાચી દિશામાં થાય તે માટે સેમિનાર મહત્વનું સાબિત થશે.અહી આવેલા વિદ્યાર્થીઓ માં સાચું માર્ગદર્શન મળવાના કારણે લેખિત પરીક્ષાનો ડર ઓછો થયો છે અને સાચી દિશામાં મહેનત કરવા માટે આત્મ વિશ્વાસમાં વધારો થયો છે.
અરવલ્લી જિલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસ ભરતીના સેમિનારમાં મોડાસા ટાઉન પી આઈ એન જી ગોહિલે પ્રાસંગિક પ્રવચન આપ્યું. સેમિનારનો હેતુ તેમજ કાયદાનું મહત્વ ઉપસ્થિત રહેલા પોલીસ ભરતીના યુવક અને યુવતીને દેવેન્દ્રભાઈ ગઢવી એ સમજાવ્યું હતું. તેમજ આ સમીનારમાં એસ.એન.પટેલ અને એમ.બી.તોમર પણ ઉપસ્થિત રહ્યાં હતા.