સોલા ઉમિયાધામ રૂ.1500 કરોડના પ્રોજેકટના ભાગરૂપે તા.11થી 13 ડિસે.દરમ્યાન ભવ્યાતિભવ્ય શિલાન્યાસ મહોત્સવ

સોલા ઉમિયાધામ રૂ.1500 કરોડના પ્રોજેકટના ભાગરૂપે તા.11થી 13 ડિસે.દરમ્યાન ભવ્યાતિભવ્ય શિલાન્યાસ મહોત્સવ

0 0
Spread the love

Read Time:13 Minute, 30 Second
Views 🔥 web counter

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને રાજયપાલ દેવવ્રત આચાર્યના હસ્તે આ ભવ્ય શિલાન્યાસ મહોત્સવનું ઉદ્ઘાટન કરાશે

તા.12મી ડિસેમ્બરના રોજ નવચંડી મહાયજ્ઞનો શુભારંભ કરવામાં આવશે, તા.13મી ડિસેમ્બરના રોજ યોજાનારા શિલાપૂજનના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે

74000 ચો.વાર જેટલી વિશાળ જગ્યા પર ધર્મ સંકુલ(વિશ્વકક્ષાનું શ્રી ઉમિયા માતાજીનું મંદિર), શિક્ષણ સંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિગૃહ જેવા જુદા જુદા વિભાગોનું નિર્માણ આકાર પામશે

શ્રી ઉમિયાધામના સૌથી મોટા ઉત્સવની ઉજવણીની સાથે સાથે તા.11થી 13 ડિસેમ્બર દરમ્યાન અલગ-અલગ પ્રોજેકટનું ભૂમિ અને શિલાપૂજન કરવામાં આવશે

વિશ્વકક્ષાનું શ્રી ઉમિયા માતાજી મંદિર એક અજાયબી સમાન અને દુનિયાભરના લોકો માટે જોવાલાયક ધાર્મિક સ્થાન બની રહેશે

અમદાવાદ,તા.8
અમદાવાદ શહેરના એસ.જી.હાઇવે પર સોલા ખાતે શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના પૂર્વ હોદ્દેદારો દ્વારા ખરીદવામાં આવેલી 74000 ચો.વાર જેટલી વિશાળ જમીન પર હવે રૂ.1500 કરોડના ખર્ચે માં ઉમિયા ધામનો વિકાસ પ્રોજેકટ આકાર પામવા જઇ રહ્યો છે. આ વિશાળ જગ્યા પર ધર્મ સંકુલ(વિશ્વકક્ષાનું શ્રી ઉમિયા માતાજીનું મંદિર), શિક્ષણ સંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિગૃહ જેવા જુદા જુદા વિભાગોનું નિર્માણ થઇ રહ્યું છે. શ્રી ઉમિયાધામના આ સૌથી મોટા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તા.11થી તા.13 ડિસેમ્બર,2021 દરમ્યાન સોલા ઉમિયા કેમ્પસ ખાતે ભવ્યાતિભવ્ય શિલાન્યાસ મહોત્સવનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને રાજયપાલ દેવવ્રત આચાર્યના હસ્તે આ ભવ્ય શિલાન્યાસ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ મહોત્સવ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિતના રાજસ્વી મહેમાનો તેમ જ દાનેશ્વરી પાટીદાર સમાજના દાતાઓશ્રીઓ વિશેષરૂપે ઉપસ્થિત રહેશે.
આ અંગેની વિગતો આપતાં શ્રી ઉમિયાધામ સોલા વિકાસ કમીટીના ચેરમેન બાબુભાઇ જે.પટેલ અને મંત્રી દિલીપભાઇ પટેલ(નેતાજી), શ્રી ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ કમીટીના ચેરમેન રમેશભાઇ દૂધવાળા અને પાટીદાર સમાજના અગ્રણી સી.કે.પટેલે જણાવ્યું હતું કે, આ ભવ્યાતિભવ્ય શિલાન્યાસ મહોત્સવ માટે આકર્ષક આમંત્રણપત્રિકા માંનું તેડું તૈયાર કરવામાં આવી છે. સમગ્ર દેશમાં વસતા કડવા પાટીદાર પરિવારજનોને આમંત્રણ આપવા માટે માનું તેડું મોકલવામાં આવ્યું છે. દેશભરના તમામ સ્થળોએ માં નુ તેડું નું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

સોલા ઉમિયા કેમ્પસ ખાતે તા.11મી ડિસેમ્બરે શિલાન્યાસ મહોત્સવના ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન બાદ બીજા દિવસે તા.12મી ડિસેમ્બરના રોજ નવચંડી મહાયજ્ઞનો શુભારંભ કરવામાં આવશે. વિજયધ્વજના યજમાન વાસુદેવભાઇ પટેલ, યજ્ઞકુંડના યજમાનો રામભાઇ ધરમશીભાઇ દોળુ પરિવાર, ગોવિંદભાઇ ગણેશભાઇ વરમોરા, ડો.માધુભાઇ મંગળભાઇ પટેલ, રમેશભાઇ કચરાભાઇ પટેલ, ગં.સ્વ.માંગીબહેન મૂળજીભાઇ ધોળુ પરિવાર, જયંતિભાઇ વીરચંદદાસ પટેલ, જતીનભાઇ ગોરધનભાઇ પટેલ અને ગીરીશભાઇ ડાહ્યાભાઇ પટેલ છે, જયારે મુખ્ય યજમાન બાબુભાઇ જમનાદાસ પટેલ(ધારાસભ્ય, દસ્ક્રોઇ, અમદાવાદ) છે. આ જ રીતે શિલાપૂજનના મુખ્ય યજમાન તરીકે પણ બાબુભાઇ જમનાદાસ પટેલ રહેશે. જયારે યજમાન તરીકે જયંતિભાઇ સોમાભાઇ પટેલ, અરવિંદભાઇ ત્રિભોવનદાસ પટેલ, ગણેશભાઇ મોતીદાસ પટેલ, સી.કે.પટેલ, પ્રતાપભાઇ બુલાખીદાસ, બાબુભાઇ કે.પટેલ, પ્રહલાદભાઇ અંબાલાલ પટેલ, ગોવિંદભાઇ ગણેશભાઇ પટેલ, ડી.ડી.પટેલ, બાબુભાઇ નાથાભાઇ પટેલ, વિરેન્દ્રભાઇ અમૃતભાઇ પટેલ, શૈલેષભાઇ મોતીભાઇ પટેલ, કે.આઇ.પટેલ અને કીરીટભાઇ રામભાઇ પટેલ રહેશે.

દરમ્યાન તા.13મી ડિસેમ્બરના રોજ યોજાનારા શિલાપૂજનના કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. જયારે અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, મનસુખભાઇ માંડવીયા, વિપક્ષના નેતા પરેશભાઇ ધાનાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આ અંગેની વિગતો આપતાં શ્રી ઉમિયાધામ સોલા વિકાસ કમીટીના ચેરમેન બાબુભાઇ જે.પટેલ અને મંત્રી દિલીપભાઇ પટેલ(નેતાજી), શ્રી ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ કમીટીના ચેરમેન રમેશભાઇ દૂધવાળા અને પાટીદાર સમાજના અગ્રણી સી.કે.પટેલે વધુમાં ઉમેર્યું કે, પ્રત્યેક પાટીદાર ભવ્યાતિભવ્ય એવા માં ઉમિયાના મંદિર નિર્માણના પવિત્ર કાર્યમાં સહભાગી બની શકે તે હેતુથી રૂ.500ની હુંડી રજૂ કરવામાં આવી છે. તો, સાથે સાથે રૂ.5000ના તામ્રપત્રનું પણ લોન્ચીંગ કરાયું છે. કોઇપણ વ્યકિત રૂ.500 ભરી ઇંટદાન કરી શકશે. તામ્રપત્ર, હુંડી ખરીદવા અને ઇઁટ દાન માટે પ્રત્યેક પાટીદાર પરિવાર તરફથી ભારે ઉત્સાહ દાખવાઇ રહ્યો છે.

વિશ્વકક્ષાનું શ્રી ઉમિયા માતાજી મંદિર એક અજાયબી સમાન બની રહેશે

શ્રી ઉમિયાધામ સોલા વિકાસ કમીટીના ચેરમેન બાબુભાઇ જે.પટેલ અને મંત્રી દિલીપભાઇ પટેલ(નેતાજી), શ્રી ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ કમીટીના ચેરમેન રમેશભાઇ દૂધવાળા અને પાટીદાર સમાજના અગ્રણી સી.કે.પટેલે જણાવ્યું કે, અમદાવાદ શહેરની ધર્મપ્રેમી પ્રજાજનોની વર્ષો જૂની માંગણી માં ઉમિયાના શ્રધ્ધા અને આસ્થાના મંદિરની હતી, જે આ ધર્મ સંકુલથી પૂર્ણ થશે. આ મંદિર હિન્દુ શાસ્ત્રોકત વિધિવિધાન મુજબ નિર્માણ થશે. મંદિર પરિસરમાં વિશ્રાંતિગૃહ અને ભોજનાલય પણ બનાવવામાં આવશે. જયાં નાતજાતના ભેદભાવ વિના કે ધર્મના બંધ વિના સૌ કોઇ તેનો લાભ લઇ શકશે. વિશ્વકક્ષાનું શ્રી ઉમિયા માતાજી મંદિર એક અજાયબી સમાન અને દુનિયાભરના લોકો માટે જોવાલાયક ધાર્મિક સ્થાન બની રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, અહીં એક જ છત નીચે એકસાથે રહીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે એ વિચાર અંતર્ગત ભાઇઓ અને બહેનો માટે સેપરેટ 1200થી વધુ વિદ્યાર્થીઓ રહી શકે તેવી અત્યાધુનિક હોસ્ટેલનું નિર્માણ કરવાનો સંકલ્પ છે. જેમાં માટે કુલ 13 માળનું બિલ્ડીંગ, જેમાં 400થી વધારે રૂમોની સુવિધા સાથેની હોસ્ટેલ જયાં 250થી વધારે વિદ્યાર્થીઓ બેસીને જમી શકે એવો ડાઇનીંગ હોલ પણ હશે. હોસ્ટેલ બિલ્ડીંગની અંદર ઇન્ડોર ગેમની સુવિધા પણ ઉપલબ્ધ હશે. હોસ્ટેલમાં ઇ લાયબ્રેરી અને અત્યાધુનિક સગવડો પણ હશે. બેઝમેન્ટમાં પાર્કિંગની વ્યવસ્થા અલાયદી હશે. ઉમિયાધામના બેઝમેન્ટમાં આશરે એક હજાર કારનું પાર્કિંગ થઇ શકે તેવી વ્યવસ્થા માટે બે માળના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં ચાર એન્ટ્રી દ્વાર અને ચાર એકઝીટ દ્વાર રહેશે.

તેમણે ઉમેર્યું કે, સોલા ખાતેના ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સીલ અંતર્ગત સમાજના વિદ્યાર્થીઓ જીપીએસસી, યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થાય એ માટેના વર્ગો પણ ઘણા વર્ષોથી ચલાવવામાં આવે છે. આ સેન્ટરે ગુજરાતને ઘણા તેજસ્વી યુવાનો આપ્યા છે. જે આદર્શ સમાજના નિર્માણ હેતુ ગુજરાત સરકારમાં કાર્યરત છે. આવા વિદ્યાર્થી ભાઇ-બહેનોને આ હોસ્ટેલમાં સુવિધા આપવામાં આવશે. આજના સમયમાં પાર્ટી પ્લોટની જરૂરિયાતો વિશેષ થઇ રહી છે ત્યારે 52000 સ્કવેર ફુટની જગ્યામાં અત્યાધુનિક પાર્ટી પ્લોટ બેન્કવેટ હોલ સાથે બનશે. જેમાં ચાર લીફ્ટની સુવિધાઓ બેન્કવેટ હોલની શોભામાં ચાર ચાંદ લગાવશે. આ સાથે જરૂરી કિચન રૂમ અને લગ્ન માટેના રૂમો વગેરે સુવિધાઓ પણ પ્રાપ્ય બનાવાશે.

ઉમિયાધામ અમદાવાદ ખાતે મેડિકલ સેન્ટર ઉભા કરવાનું સપનું પાટીદારોએ સેવ્યું છે. જેથી સૌકોઇને સારવાર મળી રહે તે માટે મેડિકલ સેન્ટરનો પણ આ પ્રોજેકટમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ સમગ્ર પ્રોજેકટના અમલથી સંસ્થાના પૂર્વ પ્રમુખ સ્વ.શ્રી કેશુભાઇ શેઠ તથા સ્વ.શ્રી ઓધવજી બાપાનું સ્વપ્ન પૂર્ણ થશે. આ પ્રોજેકટના ભાગરૂપે તા.11થી તા.13 ડિસેમ્બર દરમ્યાન ભવ્યાતિભવ્ય શિલાન્યાસ મહોત્સવ યોજાશે., જેમાં ધાર્મિક સંતો-મહંતો, રાજસ્વી મહેમાનો, દાતા શ્રેષ્ઠીઓ, સમાજ શ્રેષ્ઠીઓ વગેરેની ઉપસ્થિતિમાં ધામધૂમથી ભવ્યાતિભવ્ય રીતે શિલાન્યાસ મહોત્સવની ઉજવણી સંપન્ન કરવામાં આવશે.

સમગ્ર સમાજને ઉપયોગી થાય અને આવનારી પેઢી ધાર્મિકતા સાથે જોડાયેલ રહે તેમ જ શિક્ષણની આધુનિક સુવિધાઓ મળી રહે તેને ધ્યાનમાં રાખીને આ પ્રોજેકટ મૂકવામાં આવ્યો છે. ઉપરોકત વિષય અનુસંધાનમાં આજરોજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝા દ્વારા ઉમિયા કેમ્પસ સોલા, અમદાવાદ ખાતે ઉમિયાધામ સોલા વિકાસ પ્રોજેકટ માટે વિશેષ મીટીંગ યોજાઇ હતી,. જેમાં સંસ્થાના પ્રમુખ મણિભાઇ ઇ.પટેલ(મમ્મી), મંત્રી દિલીપભાઇ એમ. પટેલ(નેતાજી), સંસ્થાના હોદ્દેદારો, શ્રી ઉમિયાધામ સોલા વિકાસ કમીટીના ચેરમેન બાબુભાઇ જે.પટેલ, સી.કે.પટેલ, પ્રહલાદભાઇ કામેશ્વર, સી.કે.પટેલ, ઋત્વિજ પટેલ, બાબુભાઇ ખોરજવાળા, રમેશભાઇ દૂધવાળા, વાસુદેવભાઇ, ગોવિંદભાઇ વરમોરા, જયરામભાઇ, એમ.એસ.પટેલ ઉપરાંત સંસ્થા સાથે જોડાયેલા દાતાશ્રીઓ, અમદાવાદ-ગાંધીનગર જિલ્લાના સક્રિય કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

More From Author

કુન્નુર નજીક હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ બિપીન રાવત, તેમના પત્ની અને 11 જવાન સહિત 13ના મોત

કુન્નુર નજીક હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ બિપીન રાવત, તેમના પત્ની અને 11 જવાન સહિત 13ના મોત

આદિવાસી આશા બહેન બની દુનિયાની શક્તિશાળી ભારતીય મહિલા!

આદિવાસી આશા બહેન બની દુનિયાની શક્તિશાળી ભારતીય મહિલા!

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.