જોવાનું ચૂકશો નહીં લાઈવ પ્રસારણ… વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીના ખેડૂતો સાથે સંવાદ કરશે

0
જોવાનું ચૂકશો નહીં લાઈવ પ્રસારણ… વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીના ખેડૂતો સાથે સંવાદ કરશે
Views: 87
0 0
Spread the love

Read Time:2 Minute, 23 Second
Views 🔥 જોવાનું ચૂકશો નહીં લાઈવ પ્રસારણ… વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીના ખેડૂતો સાથે સંવાદ કરશે


ડોલર ચુડાસમા, મોરબી

મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટ–૨૦૨૨ એગ્રી પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ -૨૦૨૧ અંતર્ગત ખેડૂતો સાથે વીડિયો કોન્ફરન્સ સંવાદ કરશે. આ ઉપરાંત ઇ-શ્રમ કાર્ડ અને મા-કાર્ડ માટેનો કેમ્પ પણ રાખવામાં આવેલ છે. વાઇબ્રન્ટ સમિટ–૨૦૨૨ એગ્રી પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ -૨૦૨૧ આણંદ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ,આણંદ ખાતે યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ નેચરલ ફાર્મિંગ અંગેનો નેશનલ કોન્કલેવમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ અન્ય કેન્દ્રીય મંત્રીઓ તથા રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય ગણમાન્ય મહાનુભવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ખેડૂતો સાથે ટુ વે વીડિયો કોન્ફરન્સ સંવાદ યોજાશે.સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ આજ રોજ  સવારે ૧૦ કલાકેથી મોરબી જિલ્લા પંચાયત ભવનના પાર્કીંગ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પંચાયત,  શ્રમ,  કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો),  ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા સહિતના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના સ્થાનિક ખેડૂતો જોડાશે.કાર્યક્રમના સ્થળે ઇ-શ્રમ કાર્ડ અને મા-કાર્ડ માટેનો કેમ્પ પણ રાખવામાં આવેલ છે. સુવિધાઓનો લાભ લેવા માટે ઇચ્છુકોએ પણ હાજરી આપવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *