Read Time:1 Minute, 5 Second
અમદાવાદ:૧૪’૦૭’૨૦૨૨, ગુરુવાર
દેશ અને દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે બીજી તરફ ઘણા દેશમાં મંકીપોક્સ નામના રોગે પણ ચકચાર મચાવી છે. ત્યારે ભારતમાં મંકીપોક્સની એન્ટ્રી થઇ ગઇ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું કે, કેરળમાં મંકીપોક્સનો પહેલો શંકાસ્પદ કેસ(suspected monkeypox case) સામે આવ્યો છે. ત્રણ દિવસ પહેલા UAEથી પરત ફરેલા એક વ્યક્તિમાં મંકીપોક્સના લક્ષણો(symtoms) દેખાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ વ્યક્તિના સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી માં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. હવે ટેસ્ટના પરિણામો આવ્યા પછી જ મંકીપોક્સની પુષ્ટિ થઈ શકશે.