શુ મોઢું લઇને જવું પ્રજા વચ્ચે
જાહેરાતથી જ પ્રેસર વધી જાય છે
શુ કરીએ ખબર નથી
છેલ્લે હિન્દૂ મુસ્લિમ પર મુદ્દો આવી જશે
અમદાવાદ: ૧૯’૦૭’૨૦૨૨
સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જ્યાં ક્ષણભરમાં તડ અને ભડ થઈ જાય છે. ત્યારે એક વાયરલ વ્હોટ્સએપ ચેટથી રાજકારણમાં ગરમાવો આવી ગયો અને ભાજપની પોલ ખુલી ગઈ છે…
રાજ્યમાં ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણી પંચ ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત કરી શકે તેમ છે. ત્યારે રાજકીય પક્ષો પાણી પહેલા પાળ બાંધવા કમર કસી રહ્યા હોય તે સ્વાભાવિક છે.
પરંતુ ભાજપ મહેસાણા ના તાલુકા બુથ વિધાનસભા ગ્રુપમાં થયેલ વ્હોટ્સએપ ચર્ચાએ ભાજપને ભરાવી દીધી છે. જ્યાં ગ્રુપમાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ અને અમિતભાઇ સાથે થયેલ વાયરલ ચેટ ભાજપની વાતનું વતેસર કરી દે તેમ લાગી રહ્યું છે.
ભાજપના ગ્રુપમાં ચર્ચા થઈ રહી છે કે ચૂંટણી નજીક આવી રહી છે શું તૈયારીઓ કરો છો ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્યના શબ્દો વાંચી આપ સૌ ચૌકી જશો. ભાજપના પૂર્વ ધારાસભ્ય લખી રહ્યા છે કે
સાહેબ કહે છે પ્રજા ની વચ્ચે જાઓ
પણ કેવી રીતે જવું એ ખબર નથી પડતી
માંડ માંડ પ્રજા વચ્ચે જવાનું નક્કી કરીએ કે તરત જ દિલ્હીથી જાહેરાત જ એવી થાય છે કે મારું બ્લડ પ્રેશર વધી જાય છે..
બીજી તરફ અમિતભાઇ કહે છે કે, હા સાહેબ ભાઈ સાચું કહે છે..
મોંઘવારી અને બીજા પ્રશ્નો બહુ વધ્યા છે આપણે કશું કરતા નથી એટલે લોકો વચ્ચે જવાતું નથી
જવાબમાં પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ કહે છે કે, હા સાહેબ ભાઈ સાચું કહે છે..
મોંઘવારી અને બીજા પ્રશ્નો બહુ વધ્યા છે આપણે કશું કરતા નથી એટલે લોકો વચ્ચે જવાતું નથી
સમગ્ર ચર્ચા બાદ છેક છેલ્લે ભાજપની વધુ મોટી પોલ ખુલી રહી છે જેમાં ચર્ચા થાય છે કે આપણે કશું જ કરવાનું નથી
છેલ્લે હિન્દૂ મુસ્લિમ પર મુદ્દો લાવી દેવાનો
જીત આપણી જ થશે
ભાજપના વ્હોટ્સએપ ગ્રુપની આ ચેટ વાયરલ થતાની સાથે ચકચાર મચી ગઇ છે. ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી કે આ પ્રકારના ચેટ વાયરલ પાછળ કારણ શું હોઈ શકે.?
શુ ભાજપના ગ્રુપમાં પણ હવે ડખા છે કે પછી અસંતોષ અને મહત્વાકાંક્ષા માટે વ્હોટ્સએપ ચેટ વાયરલ કરવામાં આવી.