બનાસકાંઠા: ૧૭’૦૮’૨૦૨૨
અંબાજી મંદિર દેશભરમાં પવિત્ર યાત્રા ધામ ગણાય છે ત્યારે મંદિરમાં ભક્તોની સતત ભીડ જોવા મળે છે આવા સમયે હોમગાર્ડમાં ફરજ બજાવતા જવાનોની મહિલાઓ સાથે બોલવામાં ઉદ્યતાઈ અને હાથ વડે બીભત્સ રીતે ધક્કામુક્કી કરવાના કિસ્સાઓથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
પોલીસના નામને શાર્મશાર કરતી ખાખી પર નામ પ્લેટ વગર મંદિરમાં બેફામ ફરતા હોમગાર્ડના જવાનો જેમતેમ ભક્તોને તેમજ ખાસ મહિલાઓને મંદિરની અંદર ધક્કા મારવાના અને હાથ વડે મહિલાઓના અંગ પર સ્પર્શની ગંદી ભાવનાઓ સાથે ધક્કામૂક્કી કરી પોતાના બાપાનું મંદિર હોય તેમ રાજાશાહી રીતે વર્તન કરતા નજરે જોવા મળી રહયાંની લોકચર્ચાએ જોર પકડ્યું છે. સામાન્ય રીતે મહિલાઓને આગળ વધવા માટે મહિલા પોલોસ કર્મીની ઉપસ્થિતિ હોવી જરૂરી બને છે ત્યારે આ હોમગાર્ડના જવાનો પોતાની રીતે બેફામ વલણ અને વર્તન દર્શાવી મનમાની અને દાદાગીરી કરતા નજરે જોવા મળી રહ્યા છે જ્યાં મહિલાઓ કર્મીની હાજરી હોવી જોઈએ ત્યાં આ જવાનો જાણે આખો વહીવટ અને મંદિર તેમના નામથી ચાલતું હોય તેવું વર્તન કરવામાં આવતું હોવાથી દર્શને આવતી મહિલાઓ અને ભક્તોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
દુનિયામાં પ્રસિદ્ધ ગુજરાતનું પવિત્ર મંદિર ધરાવતા ગામ અંબાજીમાં અંબાનું પવિત્ર યાત્રાધામ છે જ્યાં લાખોની ભીડમાં અંબાના દર્શન કરવા આવે છે ત્યારે આજે કોઈ પણ વ્યક્તિ ખાખી કપડાં પહેરી કાઈ પણ વાતને અંજામ આપી શકે છે તે વાતમાં કોઈ શક નથી ત્યારે આવા હોમ ગાર્ડના જવાનો પોલીસનું નામ બદનામ કરી પોતાને ટેમ્પલ ઇન્સ્પેક્ટર, વહીવટદારનો પાવર ગણાવતા હોય તેમ વર્તી રહ્યા છે. માં અંબાના ચરણે આવતા ભક્તો સાથે વિનયપૂર્વક વર્તન અને વાણીની સભ્યતા રાખે તેમજ આવા જવાનો માટે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માઈભક્તોની માંગ છે.