સિવિલ હોસ્પિટલમાં સીસીટીવીનું ઈન્સ્ટોલેશન અને મોનિટરિંગ કરતી એજન્સીને હોસ્પિટલ દ્વારા વર્ષે દહાડે લાખો રૂપિયા ચૂકવાય છે.
અમદાવાદ: ૨૮’૦૯’૨૦૨૨
ધ મોબાઈલ ન્યૂઝ.
રાજ્યમાં આયોજિત 36 મી નેશનલ ગેંમ્સ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યાં છે. જેને પગલે સુરક્ષાતંત્ર સાબદું થઈ ગયું છે. તો બીજીબાજુ સુરક્ષા વ્યવસ્થામાં મહત્વની કડી ગણાતું સિવિલ હોસ્પિટલતંત્ર ઉઘતું ઝડપાયું છે. સુરક્ષાવ્યવસ્થા માટે મહ્ત્વપૂર્ણ એવા સીસીટીવી કેમેરા કેટલાય ઠેકાણે બંધ છે તો કેટલીક મહત્વની જગ્યાએ તો સીસીટીવી કેમેરાના કનેક્શન વગર માત્ર શોભાના ગાંઠિયાની જેમ લટકાવી રાખ્યા છે. જે અંગે સિવિલ હોસ્પિટલ ના ઉચ્ચ અધિકારીઓ જવાબ આપવા ને બદલે ગલ્લા તલ્લા કરી રહ્યાં છે.
ગુજરાત માં જ્યારે પણ પ્રધાનમંત્રી કે અન્ય વીવીઆઈપી મૂવમેન્ટ હોય છે. ત્યારે પ્રોટોકોલ મુજબ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ વીવીઆઈપી મુવમેન્ટ દરમિયાન પ્રાઈમ મિનિસ્ટર ના અન્ય વિવિઆઈપી કાફલા સાથે સિવિલ હોસ્પિટલમાં થી એમ્બ્યુલન્સ , ડોકટર્સ અને ટીમ પણ મોકલવામાં આવે છે.
બીજીબાજુ કોઈપણ અનિચ્છનીય બનાવ બને તો તેને ધ્યાનમાં રાખી સિવિલમાં વિવિઆઈપી માટે વોર્ડ, રૂમ તેમજ ઓપરેશન થિયેટર પણ તૈયાર રાખવામાં આવે છે. સંજોગોવશાત જો કોઈ વિવિઆઈપી ને સિવિલમાં લાવવા પડે એ તબક્કે સઘન સુરક્ષા અને મોનીટરીંગ ચોક્કસ હોવું જોઈએ.
પરંતુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા માં ઠેર ઠેર છીંડા જોવા મળ્યા છે. સૌથી મોટી અને મહત્વની વાત કે સિવિલ હોસ્પિટલ નો નવા ટ્રોમાં સેન્ટર વાળો ગેટ કેટલાય મહિનાઓથી રીપેરીંગ કામગીરી ને કારણે બંધ છે. આથી હાલ સિવિલ હોસ્પિટલ આવન જાવન માટે બી.જે મેડિકલ કોલેજ તરફનો ગેઇટ ઉપયોગમાં લેવાય છે.
ચોંકાવનારી વાત એ છે કે, “બી.જે મેડિકલ કોલેજ તરફ નો ગેઇટ નંબર બે ખાતે સીસીટીવી કેમેરા લગાડ્યા છે પરંતુ આ કેમેરા દેખાવ પૂરતાં જ લગાડ્યા છે. ધ્યાનથી જોતા ખબર પડે છે કે ગેટ ઉપર કેમેરા તો લગાડ્યા છે પરંતુ કેમેરા ને કનેક્શન જ આપવામાં આવ્યું નથી. આમ માત્ર દેખાવ પૂરતાં જ સીસીટીવી કેમેરા લગાડી દીધા છે.
સિવિલ હોસ્પિટલના વહીવટી વિભાગના જ એક અધિકારી નામ નહીં આપવાની શરતે કહે છે કે, “સિવિલતંત્ર દ્વારા સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલેશન અને મેઇન્ટનાન્સ માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે. આ માટે ખાનગી એજન્સીને કામગીરી સોંપી છે પરંતુ કાર્યવાહી ને નામે માત્ર બિલોની ચુકવણી જ થાય છે. હકીકતમાં તો હોસ્પિટલમાં ઘણી જગ્યાએ સીસીટીવી કેમેરા બંધ છે. સીસીટીવી કંટ્રોલરૂમમાં પૂરતો અને ટ્રેઈન સ્ટાફ જ નથી જે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કરી તેનું રિપોર્ટિંગ કરી શકે.”
આ અંગે સિવિલ હોસ્પિટલ ના અધિકારીઓ એકબીજા ઉપર જવાબદારી ઢોળી રહ્યાં છે. આ બાબતે સિકયુરિટી ઓફિસર રામસિંગને પુછતાં તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું અને સમગ્ર બાબતે સુરક્ષા અધિકારી સુમન પ્રધાનને પૂછવા જણાવ્યું હતું.
સિકયુરિટી ઓફિસર સુમન પ્રધાન ને પુછતાં શરૂઆતમાં ચોક્કસ જવાબ માટે સિવિલ હોસ્પિટલ મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો. રાકેશ જોશીની મંજૂરી બાદ તેઓ કઈ બોલી શકશે તેમ જણાવ્યું હતું. બાદમાં સુપરિટેન્ડટ ઓફિસમાં કર્નલ સુમન પ્રધાને સબ સ્લામતનો રાગ આલાપ્યો હતો.
જ્યારે સિવિલ હોસ્પિટલ મેડિકલ સુપરીટેન્ડ ડો. રાકેશ જોશીને સીસીટીવી શોભાના ગાંઠિયા છે તે બાબતે પૂછતાં તેમણે જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જરૂર પૂરતા સીસીટીવી કેમેરા છે અને તેનું ચોક્કસ મોનીટરીંગ પણ થઈ રહ્યું છે. જ્યારે 2 નમ્બર ગેટ પર આવેલ સીસીટીવી કેમેરા બીજે મેડિકલ માર્ગ ઉપર છે અને તે સિવિલ હોસ્પિટલની વ્યવસ્થામાં નથી આવતું.
સમગ્ર મામલે જવાબ આપવાનું અધિકારીઓ સતત ટાળી રહ્યા છે ત્યારે ધીમોબાઇલ્સન્યુઝ દ્વારા સિવિલ હોસ્પિટલ મેડિસિટી હેડ ડો. જયેશ સચદેનો સંપર્ક કરતા ફોન ઉપર તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો તેઓ અન્ય કામમાં વ્યસ્ત હોવાથી ફોન ઉપાડી શક્યા નહોતા.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ વખતે પણ સિવિલતંત્ર ઉઘતું ઝડપાયું હતું.
અમદાવાદ માં જ્યારે સિરિયલ બ્લાસ્ટ થયાં હતાં. ત્યારે ઘણાં ઘાયલોને સિવિલ હોસ્પિટલ ના જુના ટ્રોમાં સેન્ટર ખાતે લવાયા હતાં. એ જ સમયે ટ્રોમાં સેન્ટર આગળ મુકેલી કારમાં બ્લાસ્ટ થયો હતો. તે વખતે પણ સીસીટીવી કેમેરા હતાં અને તેમાં રેકોર્ડિંગ પણ થયું હતું.
અલબત્ત આ કેસમાં તપાસ કરતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જ્યારે સિવિલતંત્ર પાસે ટ્રોમાં સેન્ટરની બહારના સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ માંગ્યું હતું ત્યારે સિવિલતંત્ર કહ્યું હતું કે ,માત્ર એક જ અઠવાડિયા સુધીનું રેકોર્ડિંગ સ્ટોર થઈ શકે છે .આથી જ્યારે બ્લાસ્ટ થયો તે દિવસનું રેકોર્ડિંગ તો ઓટોમેટિક ડીલીટ થઈ ગયું હતું. આમ સિવિલતંત્રની મૂર્ખામીને કારણે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ જેવા મહત્વના પોલીસ ને કોઈ મદદ મળી ન હતી.