અમદાવાદ: ૧૩’૧૦’૨૦૨૨
સરકાર બેટી બચાવો બેટી વધાવો મુહિમ ચલાવી રહી છે. ત્યારે ચાણસ્માના એક બેન્ક મેનેજરે સમગ્ર મુહિમ પર કાળી ટીલી લગાવી. આજે એક પાટીદાર પરિવારની માં-દીકરી ખોખરા વિસ્તારમાં રઝળપાટ કરી રહી છે.
ચાણસ્મા ના બેંક કમઁચારી મેનેજર એવા પટેલ પરિવારે અમદાવાદના ખોખરાની દીકરી ને પેટે બેટી અવતરતા મા-દીકરી ને રઝળતી કરી દીધી. બેટી બચાવો બેટી વધાવો અને બેટી પઢાવો ના દેશભર મા ચાલી રહેલ અભિયાન ને ધક્કો પહોંચે તેવી ઘટના ખોખરા ની ૩૮ વષઁ ની મિલ્કા પટેલ સાથે ઘટી છે.
ચાણસ્મા મા જોઈતાપરા ના પટેલ વાસ મા રહેતા ૩૯ વષઁ ના જીગર પટેલ પાટણ ની કો ઓ સહકારી બેંક મા મેનેજર તરીકે બજાવે છે ફરજ અને ધરાવે છે સારી અસ્કયામતો અને વંશવેલો વધારવા પુત્ર ની ઘેલછા મા પેટ મા ગભઁ રહેતા સોનોગાફીઁ થી કરી હતી ઓળખ અને દીકરી હોવા ની વાત બહાર આવતા તેને કાઢી મુકવા કયાઁ હતા તબીબી ઉપચારો તેમ કહ્યી ને ખોખરા ની મિલ્કા પટેલ એ તંત્ર સમક્ષ લેખિત રજુઆતો કરી ને દીકરી માટે ન્યાય માંગી રહી છે.
એક વષઁ ની દીકરી પિશાઁ સાથે માતા મિલ્કા અને તેના પિતા ને ઘર ના હોવાથી ખોખરા ના ગુરુજી રેલવે ઓવરબિજ ની નીચે Amc સંચાલિત ઘરવિહોણા માટે ના રેનબસેરા આશ્રય લેવાનો વારો આવ્યો છે. શહેર મહિલા પોલિસ અને ચાણસ્મા પોલિસ સ્ટેશન મા રઝળપાટ કરતા પિતા-પુત્રી-ભાણી ન્યાય માટે વલખાઓ મારી રહ્યા છે.
૧૮૧ હેલ્પલાઈન ની મદદ થી ખોખરા ના રેનબસેરામા લીધો આશરો જોકે કહેવાતી મહિલા ઓ માટે કામ કરતી અને કરોડો રુપિયા ની ગ્રાન્ટ મેળવતી અનેક સંસ્થા ઓના સંપર્ક બાદ પણ કોઈ સંસ્થા હજુ સુધી મદદે આવી નથી. ત્યારે રેનબસેરામા રોજ સાંજે એકવાર મળી રહેલ ભોજન અને રહેવાની સુવિધા વચ્ચે પાટીદાર પરિવારની દીકરી ન્યાય ઝંખી રહી છે.