અમદાવાદ: 22’11’2022
વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ, ભાજપ, આપ સહિતના રાજકીય પક્ષાઓ અને અપક્ષ ઉમેદવારો એડીચોટીનું ઝોર લગાવી રહ્યા છે. ત્યારે મોડે મોડે પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર વિપુલ પરમારના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કોંગ્રેસના દિગ્ગજ નેતા દીપકભાઈ બાબરીયા, નીરવ બક્ષી, રાજકુમાર ગુપ્તા, રોહન ગુપ્તા, ઇન્દ્રવીજયસિંહ ગોહિલ, કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરની ઉપસ્થિતિમાં શાહીબાગ ખાતે એક ભવ્ય કાર્યક્રમ હેઠળ મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો.
ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસ નેતાઓ દ્વારા વિધાનસભા વિજયનો હુંકાર કરવામાં આવ્યો સાથે સાથે અસારવા વિધાનસભામાં ઉમેદવાર વિપુલ પરમારને જીતનો મંત્ર પણ આપવામાં આવ્યો. સૂત્રો પ્રમાણે અસારવા બેઠક પર કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેડવારીનો મેન્ડેટ મેળવવા લાંબી લાઇન હતી. પરંતુ કોંગ્રેસ નેતા દીપકભાઈ બાબરીયા, ઇન્દ્રવીજયસિંહ ગોહિલ સહિત ઉચ્ચ કોટિના નેતાઓએ વિપુલ પરમાર ઉપર વિશ્વાસ દાખવ્યો અને વિપુલ પરમાર ને કોંગ્રેસ પક્ષની ઉમેદવારી મળી છે.
કોંગ્રેસ નેતા દીપકભાઈ બાબારીયાએ જણાવ્યું કે વિપુલ પરમારને ભલામણ નહીં પરંતુ તેમની અવિરત કામગીરીના આધાર ઉપર કોંગ્રેસ પક્ષની ટીકીટ મળી છે અને વિપુલભાઈ વિશ્વાસ સાથે મહેનત કરશે તો કોંગ્રેસ અને વિપુલ પરમારની જીત પાકી છે.