રહેણાંક સહિતના વપરાશકર્તાઓને રાહત: આગામી નાણાકીય વર્ષ માટે વિજદર વધારાનો કોઈ પ્રસ્તાવ નથી
અમદાવાદ: 05’01’2023
ગુજરાતના રહેણાંક-ઔદ્યોગીક અને કૃષિક્ષેત્રના વિજ ગ્રાહકો માટે એક ‘સારા’ સમાચાર છે. આગામી નાણાકીય વર્ષ 2023-24માં કોઈ વિજદર વધારો કરવામાં આવશે નહી. રાજય સરકાર નિયંત્રણ હેઠળની ચાર વિજ વિતરણ કંપનીઓએ આગામી નાણાકીય વર્ષ માટે વિજદરમાં વધારાની કોઈ દરખાસ્ત કરી નથી અને આ સતત છઠ્ઠુ વર્ષ છે
જેમાં વિજ કંપનીઓએ ટેરીફ-હાઈક એટલે કે વિજદરમાં વધારો માંગ્યો નથી. અગાઉના ગુજરાત વિદ્યુત બોર્ડ અને હાલની ચાર વિજ વિતરણ કંપની જેમાં પશ્ચીમ ગુજરાત વિજ કંપની દક્ષિણ ગુજરાત વિજ કંપની ઉતર ગુજરાત વિજ કંપની અને મધ્યગુજરાત વિજ કંપનીનો સમાવેશ થાય છે.
તેઓએ વિજદરમાં વધારા અંગે ગુજરાત ઈલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમીશન સમક્ષ અગાઉથી દરખાસ્ત ચૂકવી પડે છે જેના પર કમીશન વિચારણા કરે છે અને વિજ વપરાશકારો તથા તેના સંગઠન પાસે પ્રતિભાવ માંગવામાં આવે છે અને અંતે નિર્ણય લેવાય છે પણ આગામી નાણાકીય વર્ષ માટે આ વિજ વિતરણ કંપનીઓએ હજું કોઈ દરખાસ્ત મુકી નથી. જો કે આ ચાર વિજ કંપનીઓની સંયુક્ત ખોટ રૂા.1207 કરોડની છે પણ લાઈનલોસ- વિજચોરી વિ. અટકાવીને તેમાં ઘટાડો કરવાનું આયોજન છે.