લગ્ન કરવાના વાયદા આપી હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો: આરોપી અતુલ શર્માની ખોખરા પોલીસે બળાત્કારના ગુનામાં તેની ધરપકડ કરી
અમદાવાદ: 09’01’2023
અમદાવાદમાં એક યુવતીને પ્રેમ સંબંધમાં ફસાવી તેના પ્રેમીએ દગો આપ્યો છે. પહેલા પ્રેમ કર્યો બાદમાં લગ્ન કરવાના વાયદા આપી હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો. બાદમાં યુવતીને ગર્ભ રહી જતા પ્રેમીએ ગર્ભ પડાવવાની ગોળીઓ ખવડાવી. બે બે વાર ગર્ભપાત કરાવનાર પ્રેમીએ આખરે લગ્ન કરવાની ના પાડતા આરોપી પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોંધાતા હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. જેની સામે બળાત્કારન ફરિયાદ નોંધાઈ તે આરોપી અતુલ શર્મા છે. ખોખરા પોલીસે બળાત્કારના ગુનામાં તેની ધરપકડ કરી છે.
આરોપી અતુલ શર્માએ તેની સાથે કામ કરતી યુવતી સાથે સંબંધો કેળવ્યા,બાદમાં પ્રેમનું અને બાદમાં લગ્ન નાટક કર્યું. આરોપી અનેક વાર યુવતીને લગ્નની લાલચો આપીને હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજારતો હતો. યુવતીને ગર્ભ રહી જતા આરોપીએ તેને ગોળીઓ ખવડાવી ગર્ભ પડાવી દીધો હતો. છતાંય આરોપી તેની પર બળાત્કાર ગુજારતો રહ્યો હતો. એક દિવસ યુવતીએ ગર્ભપાતની ગોળીઓ ખાવાની ના પાડી લગ્ન કરવાનું કહેતા યુવકે મોં ફેરવી દીધું અને બાદમાં તેની સગાઇ બીજે થવાની છે કહીને યુવતીને દગો આપ્યો હતો. જેથી યુવતીએ આ મામલે અતુલ શર્મા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી.
આરોપી અતુલ શર્મા અને યુવતી બન્ને એક સાથે નોકરી કરતા હતા. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. આરોપીએ યુવતી સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યું. યુવતીને દોઢ માસનો ગર્ભ હોવાથી પોલીસે દુષ્કર્મની ફરિયાદ લઈને આરોપીની ધરપકડ કરીને તેની મેડીકલ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ડીએનએ ટેસ્ટને લઈને પણ કાર્યવાહી હાથ ધરી છે.