અમદાવાદ:31’01’2023
અદાણી એન્ટરપ્રાઈઝિસનીના એફપીઓમાં આઈએચસી એ જે રૂપિયા લગાવ્યા છે તે અદાણી ગ્રુપની કંપનીઓમાં પ્રથમ રોકાણ નથી. ગત વર્ષે આઈએચસી એ અદાણી ગ્રીનની ત્રણ કંપનીઓ અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝિસમાં 200 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું. આ ત્રણેય કંપનીઓ ડોમેસ્ટિક માર્કેટમાં લિસ્ટેડ છે.
અદાણી એન્ટરપ્રાઈઝિસનો ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) શુક્રવારે 27 જાન્યુઆરીએ ઓપન થયો છે. આ એફપીઓમાં યુએઈની મોટી લિસ્ટેડ કંપની ઈન્ટરનેશનલ હોલ્ડિંગ કંપની (IHC)એ પણ રૂપિયા લગાવ્યા છે. ICHએ જાહેરાત કરી છે કે તેણે અદાણી એન્ટરપ્રાઈઝિશના એફપીઓમાં પોતાની સબસિડી ગ્રીન ટ્રાન્સમિશન ઈન્વેસ્ટમેન્ટ હોલન્ડિંગ આરએચસી લિમિટેડ દ્વારા રોકાણ કર્યા છે. આઈએચસી એ આ ઈશ્યુમાં 40 કરોડ ડોલર (3261.29 કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે. આઈએચસી યુએઈની રાજધાની અબુધાબીમાં સ્થિત છે અને તે ત્યાંની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓમાં સામેલ છે. આ કંપનીએ એન્કર બૂકમાં પણ રૂપિયા લગાવ્યા છે.
આઈએચસીના સીઈઓ સૈયદ બસર શુએબે જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઈઝિસના ફંડામેન્ટલ્સ પર અમને વિશ્વાસ છે. અદાણી એન્ટરપ્રાઝિસમાં લોંગ ટર્મમાં ગ્રોથની મજબૂત સંભાવના દેખાઈ રહી છે. જેના કારણે અમે તેમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો છે. જેથી કરીને શેરહોલ્ડર્સની વેલ્યુ વધારવામાં આવી શકે. શુએબે જણાવ્યું હતું કે એફપીઓમાં રોકાણનો ફાયદો એ છે કે કંપનીનો અર્નિંગ રિપોર્ટ, કંપનીના મેનેજમેન્ટ, બિઝનેસ પ્રેક્ટિસિસની જાણકારીની સાથે સાથે રોકાણ માટે નિર્ણય લેવા માટે ઘણો બધો ડેટા ઉપલબ્ધ રહે છે.
ગૌતમ અદાણી સમૂહે હિંડનબર્ગના રિપોર્ટને ભારત વિરૂદ્ધ ષડયંત્રના ભાગરૂપે કરાયેલો હુમલો ગણાવ્યો
અદાણી જૂથનું કહેવું છે કે દેવાનો માત્ર 40 % સુધી ભારતીય બેંક પાસેથી લીધા છે. બાકીની લોન વિદેશમાંથી લીધી છે. ખુદ અદાણી કહી ચૂક્યા છે કે વિદેશી બરાબર કસીને લોન આપે છે. જો ચૂકવવાની ક્ષમતા ન હોત તો લોન ન મળી હોત
SBIએ કહ્યું કે અદાણી જૂથને લોન નિયમ કાયદા અનુસાર જ મળી છે. તેમની પાસે લોનના બદલામાં પર્યાપ્ત સંપત્તિ ગિરવે મૂકેલી છે.
અદાણી ગ્રુપ કોઈ હવામાં ધંધો નથી કરી રહ્યું. તેની પાસે પોર્ટ, એરપોર્ટ, પાવર કંપની, કોલસાની ખાણ, રસ્તા, સિમેન્ટ ફેક્ટરીઓ છે. ફોર્ચ્યુન એવી બ્રાન્ડ છે જે ખાદ્યતેલથી લઈને લોટ અને કઠોળ સુધીની દરેક વસ્તુનું વેચાણ કરે છે. તેમનું વાર્ષિક વેચાણ બે લાખ કરોડ રૂપિયાથી વધુ છે. લગભગ 13 હજાર કરોડ રૂપિયાનો નફો. આ આંકડો માર્ચ 2022 સુધીનો છે, તેમાં સિમેન્ટ કંપનીઓ સામેલ નથી.
અદાણી જૂથે 413 પાનાનો જવાબ જાહેર કર્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ખોટા ઠેરવાયા છે.અદાણી જૂથે એમ પણ કહ્યું કે આ રિપોર્ટનો વાસ્તવિક હેતુ અમેરિકન કંપનીઓના આર્થિક લાભ માટે નવું બજાર ઊભું કરવાનો છે.
હિંડનબર્ગે 24 જાન્યુઆરીના રોજ એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં અદાણી ગ્રુપ પર છેતરપિંડી અને મની લોન્ડરિંગ જેવા મોટા આરોપો લગાવવામાં આવ્યા હતા.
રિપોર્ટ જાહેર થયા બાદ ગૌતમ અદાણીની નેટવર્થમાં 10%નો ઘટાડો થયો છે. ફોર્બ્સ અનુસાર, અદાણીને નેટવર્થમાં 1.32 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
અમીરોની યાદીમાં અદાણી ચોથા નંબરથી સરકીને સાતમા ક્રમે આવી ગયા છે. 25 જાન્યુઆરીએ તેમની કુલ સંપત્તિ 9.20 લાખ કરોડ રૂપિયા હતી, જે 27 જાન્યુઆરીએ ઘટીને 7.88 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ.
હિંડનબર્ગ રિપોર્ટ પર અદાણી ગ્રુપનો જવાબ
1. રિપોર્ટ ભારતના વિકાસ અને અપેક્ષાઓ પર હુમલો કરે છે.
અદાણી ગ્રૂપે જવાબમાં લખ્યું છે કે આ રિપોર્ટ કોઈ ચોક્કસ કંપની પર પાયાવિહોણો હુમલો નથી, પરંતુ ભારત પર આયોજિત હુમલો છે.
આ ભારતીય સંસ્થાઓની સ્વતંત્રતા, અખંડિતતા અને ગુણવત્તા પર હુમલો છે. આ ભારતના વિકાસની કહાની અને અપેક્ષાઓ પર હુમલો છે.
2. અધકચરી હકીકતો પર આધારિત રિપોર્ટ
અદાણી જૂથે કહ્યું કે આ રિપોર્ટ ખોટી માહિતી અને અધકચરા તથ્યોને મિશ્રિત કરીને તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે અને બદનામ કરવાના ઈરાદાથી કરવામાં આવ્યા છે. આ રિપોર્ટનો એક જ હેતુ છે – ખોટા આક્ષેપો કરીને સિક્યોરિટીઝ માર્કેટમાં સ્થાન ઉભું કરવું.જેથી અસંખ્ય રોકાણકારોને નુકસાન પહોંચે અને શોર્ટ સેલર હિંડનબર્ગને મોટા નાણાકીય લાભો ઉઠાવી શકે.
3. હિંડનબર્ગે બરઈરાદાનો પુરાવો આપ્યો
અદાણી જૂથે તેના જવાબમાં હિંડનબર્ગની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ગ્રુપે કહ્યું કે જ્યારે અદાણી ગ્રુપનો આઈપીઓ લોન્ચ થવાનો છે.હિંડનબર્ગે દેશના સૌથી મોટા IPO પહેલા આવો અહેવાલ જારી કરીને પોતાના ખરાબ ઈરાદાનો પુરાવો આપ્યો છે.
4. અહેવાલ સ્વતંત્ર કે ન્યાયી નથી
અદાણી ગ્રુપે કહ્યું કે હિંડનબર્ગે આ રિપોર્ટ લોકોના કલ્યાણ માટે નહીં પરંતુ પોતાના સ્વાર્થ માટે જાહેર કર્યો છે.
તેને જારી કરવામાં હિંડનબર્ગે સિક્યોરિટીઝ અને ફોરેન એક્સચેન્જ કાયદાનું પણ ઉલ્લંઘન કર્યું હતું. આ રિપોર્ટ ન તો સ્વતંત્ર છે, ન તો નિષ્પક્ષ છે, ન તો તેનું યોગ્ય રીતે રિસર્ચ કરવામાં આવ્યું છે.