• ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય માટે વિધાનસભા સત્રમાં એક દિવસ સંપૂર્ણપણે વારંવાર થતી પેપરલીકની ઘટનો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે
• ગુજરાતમાં પેપરલીકમાં મોટી માછલીઓ કાયદાના પકડથી દુર છે અને નાની માછલીઓ પકડાય છે
અમદાવાદ: 31’01’2023
ગુજરાતમાં વારંવાર પેપરલીક અંગે ગુજરાત સ્ટેટ લૉ કમિશનના રિપોર્ટની વિગતો સાથે ભાજપ સરકારની નીતિ-નિયતને ખુલ્લી પાડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની ૧૪થી ઘટનાઓ થઇ થઇ છે. ગુજરાતમાં પેપરલીક ઘટનાઓથી ગુજરાતના લાખો યુવાન યુવતીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષામાં રાત દિવસ મહેનત કરીને તૈયારી કરતા હોય છે તે લાખો યુવાનોના સપના તૂટી રહ્યા છે. બેફામ નાણાંના ટુકા રસ્તા-ભ્રષ્ટાચારી વ્યવસ્થા અને વગ ધરાવતા મોટા લોકોના લીધે પેપર લીક-ગેરરીતિઓની અનેક ધટનાઓ ભાજપ સરકારમાં બની છે. ત્યારે લોક રક્ષક દળ, હેડ ક્લાર્ક, સહિતના પેપર લીકની ઘટના બાદ જસ્ટીસ એમ.બી. શાહના વડપણ હેઠળના ગુજરાત સ્ટેટ લૉ કમિશનના રિપોર્ટમાં તારણો સાથે વિશેષ કાયદો બનાવવા માટે સ્પષ્ટ ભલામણ કરી હતી. કમિશન દ્વારા તારીખ 1 જુલાઈ 2022 માં સરકારને આ વિસ્તૃત વિગતો સાથેનો અહેવાલ સબમિટ કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બરમાં મળેલ સત્રમાં સરકાર ઈચ્છત તો પેપર લીક અંગેનો કાયદો બની શક્યો હોત. ભાજપ સરકાર પેપરલીક અંગે ફેસ સેવિંગ કરવાને બદલે ગુજરાત સ્ટેટ લૉ કમિશનના અહેવાલને આધારે તાત્કાલિક વિશેષ કાયદો ઘડે. અહેવાલમાં સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું હતું છે કે પેપર કાંડમાં વગ ધરાવનાર લોકોની ગોઠવણ હોવાથી મોટા માથા ભ્રષ્ટાચારીઓ પકડાતા નથી. પેપર લીકકાંડમાં લાખો રૂપિયાનો વેપાર થાય છે લાખો રૂપિયામાં પેપર વેચવામાં આવે છે. ગુજરાત સ્ટેટ લૉ કમિશને સ્પષ્ટપણે તારણ રજૂ કર્યું છે કે ગુજરાતમાં પેપરલીકમાં મોટી માછલીઓ કાયદાના પકડથી દુર છે અને નાની માછલીઓ પકડાય છે તે નોધ્યું છે.
વિધાનસભા સત્રમાં એક દિવસ સંપૂર્ણપણે ગુજરાતમાં થતા વારંવાર પેપરલીકની ઘટનો અંગે ચર્ચા કરવામાં આવે તેમજ ગુજરાત સ્ટેટ લૉ કમિશનના અહેવાલ અંગે ભાજપ સરકાર ગંભીરતા દાખવે, કડક જોગવાઈ સાથે વિશેષ કાયદા માટે બજેટ સત્રમાં સરકાર બીલ લાવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે