સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4 નાં કર્મચારીઓ સપ્લાય કરવાની કામગીરી નવી એજન્સીને સોંપવાની ચર્ચાએ થોડા સમયથી જોર પકડ્યું હતું. જેથી જૂની એજન્સી દ્વારા તેમના જુના માણસોને છુટા કરવાની સાથે કામદારોને 1200 બેડની હોસ્પિટલમાં બોલાવી કોરા કાગળ ઉપર સહી ઓ કરાઈ લેવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ કોરા કાગળ ઉપર સહી કેમ કરવાઈ રહી છે તેનો કોઈ જવાબ આપ્યો ન હતો. જેને પગલે કેટલાક કામદારોએ વિરોધ કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં આઉટ સોર્સ ના કામદારોનું શોષણ થતું હોવા અંગે ભૂતકાળમાં અનેક ફરિયાદો અને હડતાળો થઈ છે. એટલે સુધી કે કેટલીક વાર તો કામદારોએ છેક ગાંધીનગર સુધી ફરિયાદો કરી છે. પરંતુ યેનકેન પ્રકારે આ મામલો દબાવી દેવામાં આવે છે.
જોકે આ વખતે આઉટસોર્સિંગ નો કોન્ટ્રાક્ટ બદલાયો હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે જૂની એજન્સી ને ગમે તેમ કરી કોન્ટ્રાક્ટ માં એક્સ્ટનશન આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તો બીજીબાજુ જો એક્સ્ટ શન ન મળે તો જુના કામદારો ને તેમનાં પ્રોવિડન્ટ ફંડ સહિતના ભથ્થા જૂની એજન્સી એ નિયમ પ્રમાણે ચૂકવવા પડે.
જેથી જૂની એજનસી દ્વારા કામદારો પાસે કોરા કાગળમાં સહી કરવાઈ રહી હોવાની ચર્ચા કામદારોમાં છે. જેને લઈને કેટલાક કામદારો વિરોધ કરી રહ્યાં છે પર તું તેમનાં વિરોધ ને દબાવી દેવામાં આવી રહ્યો છે. તો સૂત્રો એમ પણ જનાવે છે કે જૂની એજન્સીને વધુ એક વર્ષનું એક્સ્ટનશન આપવનો તખ્તો ગોઠવાઈ ગયો છે. આમ ગમે તે એજન્સીને કામગીરી મળે કામદારો ને નુકશાન બંને બાજુ થશે એમ કામદાર વર્તુળ માં ચર્ચા છે.