ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનું મોટું એલાન, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં થશે જાતિગત વસ્તી ગણતરી

0
ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનું મોટું એલાન, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં થશે જાતિગત વસ્તી ગણતરી
Views: 142
0 0
Spread the love

Read Time:3 Minute, 12 Second
ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનું મોટું એલાન, કોંગ્રેસ શાસિત રાજ્યોમાં થશે જાતિગત વસ્તી ગણતરી

CWCકોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂરી થયા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે રાજકીય હિત માટે જાતિગત વસ્તી ગણતરીની માંગણી નથી કરી રહ્યા. અમારી પાસે કાસ્ટ સેન્સસ ડેટા નથી. આ ડેટા સરકાર પાસે છે. ભારત સરકારે તે ડેટા બધાની સામે મૂકવો જોઈએ.


ટૂંક સમય માજ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણી થવા જઈ રહી છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા આજે તારીખો પણ જાહેર કરી દીધી છે. ત્યારે  જાહેરાત થતાંની સાથે જ પાંચ રાજ્યોમાં આજથી આદર્શ આચારસંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે. મહત્વનુ છે કે ચૂંટણીની જાહેરાત થયા બાદ તરત જ દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ મળી હતી. બેઠકમાં ચૂંટણી સંબંધિત મુદ્દાઓ અને ભાજપને ઘેરવાની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જાતિગત વસ્તી ગણતરીને લઈને મોટી જાહેરાત કરવામાં આવી હતી.

દિલ્હીમાં મળેલી CWCની આ બેઠક બાદ મીડિયાને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે બેઠકમાં જાતિગત વસ્તી ગણતરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે તેમણે એ પણ જણાવ્યુ I.N.D.I.A ગઠબંધન તેને સમર્થન આપ્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે કોંગ્રેસના મુખ્યમંત્રીઓ પોતપોતાના રાજ્યોમાં જાતિગત વસ્તી ગણતરી કરાવશે. OBCનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ દેશની લગભગ 50 ટકા વસ્તી ધરાવે છે. પરંતુ સરકારમાં તેમની કોઈ ભૂમિકા નથી.

ભાજપ જાતિગત વસ્તી ગણતરીથી કેમ ભાગી રહી છે? – રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં OBC અને આદિવાસીઓની જે ભાગીદારી હોવી જોઈએ તે ખરેખર નથી. આવી પરિસ્થિતિમાં  જો જાતિગત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે તો સત્ય બહાર આવશે કે ખરેખર વસ્તી ગણતરીથી શા માટે ભાગી રહ્યું છે? તેમણે વધુમાં કહ્યું કે, ભારતના ગઠબંધનના ઘણા પક્ષો પણ જાતિ આધારિત ગણતરીને સમર્થન આપશે. એક-બે પક્ષોના મંતવ્યો અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ મોટા ભાગના પક્ષો તેને ટેકો આપશે.

BJP પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપે દેશમાં જે પ્રકારે નફરત ફેલાવી છે તે કોઈને પસંદ નથી. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષે નિર્ણય લીધો છે કે અમે જાતિગત વસ્તી ગણતરી લાગુ કરીશું. અમે ભાજપ પર દબાણ લાવીશું અને તેમને આ કામ કરાવીશું. ભાજપ આ કામ ન કરે તો છોડી દે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed