મોસાળમાં જમણવાર અને ભાણીયાની  થાળી ખાલી! ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો પણ સ્માર્ટ કલાસની કામગીરીમાં નિરાશા

0
મોસાળમાં જમણવાર અને ભાણીયાની  થાળી ખાલી! ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો પણ સ્માર્ટ કલાસની કામગીરીમાં નિરાશા
Views: 57
0 0
Spread the love
Read Time:6 Minute, 21 Second


ગુજરાતમાં 2020-21-1815 સ્માર્ટ કલાસરૂમ મંજુર જેમાંથી 420 સ્માર્ટ કલાસ રૂમ કાર્યરત

ડીજીટલ ઈન્ડીયા – ડીજીટલ ગુજરાત, શિક્ષણમાં આમૂલ પરિવર્તનની ડંફાશો મારતી ભાજપ સરકારમાં સ્માર્ટ કલાસરૂમના નામે કામગીરી ઘણી જ નિરાશા જનક હોવાનો સંપૂર્ણ વિગતો સાથે શિક્ષણ વિભાગ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર શિક્ષણ – સ્માર્ટ કલાસ રૂમની કેન્દ્ર સરકારે કરેલી જાહેરાત પણ જમીની હકીકત ઘણી વિપરીત છે. સમગ્ર દેશમાં 82,120 સ્માર્ટ કલાસરૂમ મંજૂર થયા, જેમાં માત્ર 18,783 કલાસરૂમ કાર્યરત થયા. એક સ્માર્ટ કલાસરૂમ માટે 2.40 લાખ અને રીકરીંગ ગ્રાન્ટ 0.38 લાખ. પાંચ વર્ષ માટે ફાળવણી કરવામાં આવે છે.

ગુજરાતમાં 2020-21-1815 સ્માર્ટ કલાસરૂમ મંજુર જેમાંથી 420 સ્માર્ટ કલાસ રૂમ કાર્યરત થયા એટલે કે માત્ર 23 ટકા જ કામગીરી થઈ છે. જે ગુજરાતના ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના બાળકોને ટેકનોલોજી થી વંચિત રાખવાની નિતિ ખુલ્લી પડી છે. 2021-22માં 4335 સ્માર્ટ કલાસરૂમ મંજૂર થયા, એકપણ સ્માર્ટ કલાસરૂમ કાર્યરત નહીં. અગાઉના બે વર્ષમાં નિરાશાજનક કામગીરીને લીધે વર્ષ 2022-23 માં તો ગુજરાતને એક પણ સ્માર્ટ કલાસરૂમ મંજુર કરવામાં આવ્યા નથી છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 6150 સ્માર્ટ કલાસરૂમ મંજુર કરવામાં આવ્યા જેમાંથી માત્ર 420 સ્માર્ટ કલાસ રૂમ જ કાર્યરત થયા. એટલે કે ગતીશીલ-પ્રગતીશીલ અને વિકાસના દાવા કરતી ભાજપ સરકાર ત્રણ વર્ષમાં માત્ર 7 ટકા જેટલી જ પ્રગતિ એ ગુજરાત માટે અતિ શર્મજનક અને વિકાસના ગાણા ગાતી ભાજપ સરકારની અનેરી સિધ્ધી ગણાય…!

શિક્ષણના બજેટ ફાળવણીમાં કરોડો રૂપિયા ફાળવણીના મોટા મોટા દાવાઓ કરતી ભાજપ સરકાર ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રાખી રહી છે. એક તરફ શિક્ષણમાં ક્રાંતિકારી પહેલની જાહેરાતો કરતી, ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. રાજ્યની 38000 સરકારી શાળાઓમાંથી 25 ટકા શાળાઓ એટલે કે 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ / બંધ કરવાનું પાપ કરવા આગળ વધતી ભાજપ સરકારમાં 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 38 હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. 1657 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. 14,652 શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે, શું આ રીતે ભણશે ગુજરાત ? ત્યારે, રાજ્ય સભાના સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલના પુછાયેલા પ્રશ્નના કેન્દ્ર સરકારના જવાબમાં શિક્ષણક્ષેત્રે ભાજપ સરકારની મોટા મોટા દાવા કરતી જાહેરાતોની પોલ ખુલ્લી પડી છે.

ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ બીજી તરફ ગુજરાતમાં વર્ષ 2021-22 ની સ્થિતિ પ્રમાણે 1.657 શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. એક જ શિક્ષકના હવાલે ચાલતી શાળાઓમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરતાં હશે. તેમનું ભણતર કેવું હશે તે સહિતના પ્રશ્નો વિચારવા જેવા છે. એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ મામલે ગામડાંઓમાં સ્થિતિ ખરાબ છે. 1657 માંથી સૌથી વધુ 1363 શાળાઓ એકલા ગ્રામ્ય વિસ્તારની છે. જ્યારે બાકીની 294 શાળાઓ રાજ્યના શહેરી વિસ્તારોની છે. આ શાળાઓમાં અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવે છે.

ડિજિટલ યુગ વચ્ચે ગુજરાતમાં બે હજાર થી વધુ સરકારી સ્કુલોમાં ઈન્ટરનેટની સવલત નથી. આ સંદર્ભેનો વર્ષ 2021-22 નો એક રિપોર્ટ તાજેતરમાં જાહેર થયો હતો. ગુજરાતમાં 2018 સરકારી શાળામાં ઈન્ટરનેટની સુવિધા નથી. જે શાળાઓમાં ઈન્ટરનેટની સવલત ઊભી કરાઈ છે તે પૈકી કેટલી શાળાઓમાં અત્યારે ઈન્ટરનેટની સવલત ઠપ્પ છે તે વિશે રિપોર્ટમાં સ્પષ્ટ કરાઈ નથી. ગુજરાતમાં વર્ષ 2005-06 થી 2022-23 ના અરસામાં 7199 શાળાઓમાં કોમ્પ્યુટર લેબોરેટરી ઊભી કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી, સમગ્ર દેશમાં 1.20 લાખ થી વધુ સ્કુલોમાં કોમ્પ્યુટર લેબોરેટરી માટે મંજુરી અપાઈ હતી. હકીકતમાં અનેક શાળાઓમાં કોમ્પ્યુટરો ધૂળ ખાય છે. અનેક સ્કુલોમાં બોક્સ પેક ખોલાયા નહોતા, કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવામાં આવી નહોતી અંતે, કરોડો રૂપિયાની ગ્રાન્ટ થી ખરીદાયેલા નવા કોમ્પ્યુટરો થોડા સમય પહેલા ડીસકાર્ડ કરીને હરરાજીથી ગુજરાત સરકારની કંપની ગુજરાત ઈન્ફોમેટીક્સ લી (GIL) ના માધ્યમથી ભંગારના ભાવે વેંચી દેવામાં આવ્યા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »