સીપી ઇન્ચાર્જ, પોલીસ ડિસ્ચાર્જ ! પૂર્વ માં પોલીસનો પરસેવો છૂટી રહ્યો છે

0
સીપી ઇન્ચાર્જ, પોલીસ ડિસ્ચાર્જ ! પૂર્વ માં પોલીસનો પરસેવો છૂટી રહ્યો છે
Views: 190
0 0
Spread the love
Read Time:6 Minute, 42 Second

સ્થાનિક પોલીસની ઊંઘ હરામ કરતા ગુનેગારો

કાયમી શહેર પોલીસ કમિશનરની ગેરહાજરીમાં પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ

એક તરફ ઉનાળો આક્રમક થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનેગારો પણ આક્રમક અને બેફામ થઈ રહ્યા છે. અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવની નિવૃત્તિ બાદ  ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર તરીકે પ્રેમવીરસિંહને મુકાયા હતા. તેવામાં આ બધાની વચ્ચે શહેરના પૂર્વ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાના બનાવો સામે આવ્યા. બાપુનગર અને રખિયાલ પોલીસ મથકે એક જ દિવસમાં હત્યાના પ્રયાસ અને ફરજમાં રુકાવટ બદલ જેવા ગંભીર ગુનાઓ નોંધાયા હોવાની વિગતો સામે આવી છે.

જેમાં  બાપુનગરમાં  superintendent of police ઓફીસ થી માત્ર 50થી100 મીટરના અંતરે  જ કાયદાને ચેલેન્જ આપવામાં આવતી હોય તેમ  કારચડાવી યુવકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો અને રખિયાલમાં મિલકત વિવાદ અને પોલીસકર્મી પર જીવલેણ હુમલોની ઘટના સામે આવી. જોકે સમગ્ર બનાવો માથાનો દુખાવો બનતા પોલીસને રાતના ઉજાગરા કરવા પડ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

તમે અહીંયા કેમ આવેલ છો કહી પોલીસકર્મી પર તલવારથી જીવલેણ હુમલો

રખિયાલ પોલીસ મથકે આમીર ઉર્ફે તિવારી પઠાણ ,ફૈઝાન ઉર્ફે પતલી કુરેશી,ઇશાક પઠાણ,સરવર ઉર્ફે બિરાદર રાજપૂત સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હોવાથી સ્થાનિક પોલીસે આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.ત્યારે ગુનાનો વોન્ટેડ આરોપી ફૈઝાન ઉર્ફે પતલી ઘરે હાજર હોવાની પોલીસને બાતમી મળી હતી.જેથી પોલીસે તપાસ કરતા તે મળી આવ્યો ન હતો.આ દરમિયાન મોહમદ સરવર ઉર્ફે કડવા,આરીફ ઉર્ફે ઘોચો,સલમાન ઉર્ફે પીતોના અને આમીન ઉર્ફે અગગન હાથમાં ખુલ્લી તલવારો સાથે ત્યાં આવ્યા હતા.ત્યારબાદ ફૈઝાન ઉર્ફે પતલીને અમારે પતાવી દેવાનો છે તમે અહીંયા કેમ આવેલ છો કહી ચારેય શખ્સો ગંદીગાળો બોલી હાજર પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ સમય દરમિયાન સરવર ઉર્ફે કડવાએ એક પોલીસકર્મીને માથાના ભાગે તલવારનો ઘા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી નાખ્યો હતો. જે બાદ તમામ લોકો ત્યાંથી નાસી છૂટ્યા હતા.પોલીસે તમામ સામે હત્યાના પ્રયાસ, ફરજમાં રુકાવટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ મકાનનો પૂરેપૂરો કબ્જો આપી દો કહી યુવકના ઘરે પથ્થરો માર્યા

રખિયાલ વિસ્તારમાં રહેતો 24 વર્ષીય યુવક ઈલેક્ટ્રોનિકની દુકાન ધરાવી ટીવી રિપેરીંગનું કામકાજ કરે છે. તેમજ તેમના મકાનના બે ભાગ કરાયા છે જેમાં એકમાં તેઓ અને બીજામાં નાના કાકા ઇમરાનખાન પઠાણ રહે છે. ત્યારે ફરિયાદી દુકાને હાજર હતા તે દરમિયાન આમિર ઉર્ફે તિવારી પઠાણ,ફૈઝાન ઉર્ફે પતલી,ઇશાક પઠાણ અને સરવર ઉર્ફે બિરાદર રાજપૂત હાથમાં બેઝબોલના દંડા અને તલવારો સાથે ત્યાં આવ્યા હતા. જ્યાં આમિર ઉર્ફે તિવારી તમે અડધું મકાન લઈને બેઠા છો આ મકાનનો કબ્જો ઇમરાનખાનને પૂરેપૂરો આપી દો કહી ફરિયાદીને ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. બીજીબાજુ તલવારના ઉપરાછાપરી બે ઘા મારવા જતા ફરિયાદી ખસી જતા તેને ઇજા પહોંચી ન હતી. એટલું જ નહીં આમિરે દુકાનમાં લગાડેલ સીસીટીવી પણ તલવારો મારી તોડી નાખ્યા હતા. આ સમય દરમિયાન આમિર સાથે આવેલા અન્ય ત્રણ લોકો પણ હાથમાં તલવાર લઈ આ સાલાને પતાવી દેવો છે તેવી બુમો પાડી રહ્યા હતા.જે બાદ ફરિયાદીના ઘરમાં છુટ્ટા પથ્થરો મારી તમામ લોકો ત્યાંથી નાસી છૂટ્યા હતા. સમગ્ર બનાવની જાણ પોલીસને થતા હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.

બાપુનગરમાં જૂના ઝઘડાની અદાવતમાં મહિલા સહિત કાર ચડાવી યુવકની હત્યાનો પ્રયાસ

બાપુનગરમાં રહેતા મેહફુજમીયા મલેક ગત 7 મેના દિવસે રાત્રીના સમયે તેઓ ફોઇના ઘરેથી નીકળીને અકબરનગરના છાપરા પાસે પહોચતા સરવર ભુરજી, પિટોના ત્યાંથી કાર લઇને નીકળ્યા હતા તે સમયે બંને શખ્સો મેહફુજમિયાને બિભત્સ ગાળો બોલીને ત્યાંથી નાસી ગયા હતા. જેની મહેફુજમિયાએ તેના ફોઇને જાણ કરી હતી.બાદમાં બંને શખ્સો તલવાર સાથે આવી મેહફુજમિયા અને તેમના ફોઇને બિભત્સ ગાળો બોલીને જાનથી મારી નાખીશું તેમ કહ્યુ હતુ. ત્યારબાદ મહેફુજમિયા તેના ફોઇ અને બહેન અનિસાબાનુ સાથે રોડ પાસે ઉભા હતા તે દરમ્યાન સિંકદર ભુરજી, સિતારાબાનુ મેમણ, આબીદ અબ્દુલ ભુરજી સ્વીફ્ટ કાર પુરઝડપે લઇ આવી જુના ઝઘડાની અદાવતમાં મહેફુજમિયાને મારી નાખવાના ઇરાદે તેની પર ચડાવી ફરાર થઈ ગયા હતા. પોલીસે સરવર ભુરજી, પિટોના, સિકંદર ભુરજી, સીતારાબાનુ અને આબીદ ભુરજી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી હતી. જોકે આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી લીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »