હનીટ્રેપ/મહિલા PI ગીતા પઠાણ અને સ્વેતા જાડેજા જેવા ભ્રષ્ટ અધિકારીઓના લીધે ગુજરાત પોલીસનો મોરલ ડાઉન થાય છે. સસ્પેન્ડ નહી પણ ડિસમિસ કરવા જોઈએ?

0
હનીટ્રેપ/મહિલા PI ગીતા પઠાણ અને સ્વેતા જાડેજા જેવા ભ્રષ્ટ અધિકારીઓના લીધે ગુજરાત પોલીસનો મોરલ ડાઉન થાય છે. સસ્પેન્ડ નહી પણ ડિસમિસ કરવા જોઈએ?
Views: 77
0 0
Spread the love

Read Time:21 Minute, 43 Second
Views 🔥 હનીટ્રેપ/મહિલા PI ગીતા પઠાણ અને સ્વેતા જાડેજા જેવા ભ્રષ્ટ અધિકારીઓના લીધે ગુજરાત પોલીસનો મોરલ ડાઉન થાય છે. સસ્પેન્ડ નહી પણ ડિસમિસ કરવા જોઈએ?

હનીટ્રેપ/મહિલા PI ગીતા પઠાણ અને સ્વેતા જાડેજા જેવા ભ્રષ્ટ અધિકારીઓના લીધે ગુજરાત પોલીસનો મોરલ ડાઉન થાય છે. સસ્પેન્ડ નહી પણ ડિસમિસ કરવા જોઈએ?

      રીતેશ પરમાર(ક્રાઈમ રીપોર્ટર)
              અમદાવાદના એક વેપારીને હનીટ્રેપના ખોટા કેસમા ફસાવી તેની પાસેથી મોટો તોડ કરતી ગેંગ અને તેમાં અમદાવાદ મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનની તત્કાલીન મહિલા પીઆઈ ગીતાબાનું પઠાણની સીધી સંડોવણી બહાર આવતા અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ દ્વારા ફરીયાદી યુવતી રાધિકા ઉર્ફે ઉન્નતિ અને તેના મળતા સાગરીતોની ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર કાંડમાં અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ ગીતા પઠાણ પીએસઆઈ જે. કે. બ્રહ્મભટ્ટ અને અન્ય એક મહિલા હેડ. કો. શારદાબેનની મીલીભગત સામે આવી હતી.જેમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા પીઆઈ ગીતાબાનું હયાત ખાન પઠાણની રાજકોટ ખાતેથી ધરપકડ કરી હતી.

         છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં હનીટ્રેપની ઘટનાઓના મામલા સામે આવ્યા છે. જેમાં વચેટિયા દલાલો સ્વરૂપવાન યુવતીઓ કે મહિલાઓને સાથે રાખી ગેંગ બનાવીને શોર્ટકર્ટ રૂપિયા કમાવવાની નવી મોરસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. આ ઉપજાવી કાઢેલી ગેંગો રૂપ લલનાઓ ને ફેસબુક ઉપર એકાઉન્ટ બનાવી ઉમરલાયક વ્યક્તિઓ હોય અને વેપારીઓને ટાર્ગેટ કરી તેમને ફેસબુક માધ્યમથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવી લેતા. ત્યારબાદ વાતચીત દરમ્યાન રિકવેસ્ટ મોકલનાર યુવતીઓ વેપારીઓને ગેસ્ટ હાઉસ કે હોટલમા મળવા બોલાવી બ્લેકમેલ કરવાનું તરકટ રચી કાઢતા હતા.અને ત્યારબાદ જાળમા ફસાઈ ગયેલા વ્યક્તિ કે વેપારી પાસેથી મસમોટા તોડ કરી લેતા હોય છે.

         આજ પ્રકારની એક હનીટ્રેપની ઘટના અમદાવાદમાં પણ બની હતી. જેમાં એકજ યુવતીએ અલગ અલગ નામ ધારણ કરી ચાર જુદા-જુદા વેપારીઓ સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદો ની તપાસ તત્કાલીન પીઆઈ ગીતાબાનું પઠાણ કરતા હતા. જેમાં મહિલા પીઆઈ ગીતાબાનું પઠાણ અને ફરિયાદી યુવતી અને યુવતીની ગેંગમાં શામિલ તેના સાગરીતોની મીલીભગત હતી. અને આવી રીતે ષડયંત્ર રચી જુદા જુદા વેપારીઓ પાસેથી 26 લાખ અને 55 હજાર રૂપિયાની માતબર રકમ પડાવી પાડવામાં આવી હતી.

    એક ઘટનામાં આ ગેંગ દ્વારા એક વેપારી પાસેથી દુષ્કર્મની ફરીયાદ નહી કરવા માટે 5 લાખ રૂપિયા પડાવ્યા હતા.પરંતુ વેપારીને આ ગેંગ ની ખબર પડી જતા તેમણે મહિલા પીઆઈ ગીતાબાનું વિરૃદ્ધ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાહેબ ને લેખિત અરજી કરી હતી. ગીતાબાનું પઠાણ ને અરજી વિશે માહિતી મળતા તેણે વેપારી પાસેથી લીધેલા પાંચ લાખ રૂપિયા પરત કરી દીધા હતા. અને સમગ્ર પ્રકરણને દબાવવાની કોશિશ કરી હતી. પરંતુ વેપારીએ ચાલાકી વાપરી મહિલા પીઆઈ ગીતા પઠાણ થી પૈસા પાછા લેતા સમયનો વિડીયો ઉતારી લીધો હતો. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે વેપારી દ્વારા કરાયેલ અરજીની ગંભીરતા ધ્યાનમાં લઈ સમગ્ર મામલાની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને સોંપાઈ હતી.

             ત્યારબાદ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ફરિયાદી યુવતી અને વેપારી વચ્ચેની વાતચીત અને મેસેજ ની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં હનીટ્રેપનો મામલો હોય તેવું પુરવાર થઈ ગયુ હતું. જેથી અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ દ્વારા ફરિયાદી યુવતીઉન્નતિ ઉર્ફે રાધિકા રાકેશ રાજપૂત, જીતેન્દ્ર ઉર્ફે જીતુ મોદી,બિપિન શનાભાઈ પરમાર (ઉપાધ્યાય) અને જાનવી ઉર્ફે જીનલ પઢીયાર ની ધરપકડ કરી હતી.ધરપકડ કરાયેલી ગેંગની રિમાન્ડ દરમ્યાન કડક પૂછપરછમા ચોકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં ગુજરાત પોલીસને ઝાટકો લગાડતી માહિતી મળી હતી. કારણકે આ હનીટ્રેપની ઘટનામાં ખુદ મહિલા પીઆઈ ગીતાબાનું પઠાણનું નામ ખુલ્યું હતું. ત્યારે આ મહિલા પીઆઈ પાટણ ખાતે ફરજ બજાવી રહ્યા હતા. પરંતુ તેમના ઉપર ક્રાઇમબ્રાન્ચે ગુનો દાખલ કરતા પીઆઈ ગીતાબાનું પઠાણ ફરજ ઉપર થી ભાગી જઈને ભૂગર્ભમા ઉતરી ગયા હતા. પરંતુ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા રાજકોટ ખાતેથી મહિલા પીએસઆઈ ગીતાબાનુ પઠાણ ની ધરપકડ કરી હતી.

         ધરપકડ બાદ મહિલા પીઆઈ ને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દફતરમા લવાયા હતા, જ્યાં આ મહિલા પીઆઈ એ પોતાના કારસ્તાન છુપાવવા ક્રાઇમબ્રાન્ચ દફતરમાં જ સૅનેટાઇઝર પી લઈ આત્મહત્યા કરવાની કોશિષ કરી હતી. પરંતુ ક્રાઇમબ્રાન્ચ પોલીસ સમય સૂચકતા દાખવી મહિલા પીઆઈ ગીતાબાનું પઠાણને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમા દાખલ કરાવ્યા હતા. જ્યાં એક દિવસની સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી. જે પછી ક્રાઇમબ્રાન્ચ અધિકારીઓની આકરી પૂછપરછ દરમ્યાન ગીતાબાનું પઠાણ દ્વારા એક પછી એક ગુનાની કબૂલાત કરી હતી. એટલુંજ નહી પણ તેમની આ કરતૂત માઅમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે. કે બ્રહ્મભટ્ટની પણ સંડોવણી બહાર આવી હતી તેમજ અન્ય એક મહિલા હેડ. કો. શારદાબેનનું પણ નામ ખુલ્યું હતું. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે આરોપી મહિલા પીઆઈ ગીતાબાનું પઠાણને કોર્ટમાં રજુ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જે 19 મે પુરા થશે. આ ઘટનામાં સંડોવાયેલા પીએસઆઈ જનક કનુભાઈ બ્રહ્મભટ્ટ અને મહિલા હેડ. કો. શારદાબેન ભાગેડુ સાબિત થયા છે. જેમને ઝડપી પાડવા અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે તપાસ તેજ કરી છે.

    આ શરમજનક ઘટનાના લીધે ગુજરાત પોલીસનો મોરલ ચોક્કસ પણે ડાઉન થયો છે. જેનું કારણ અગાઉ પણ એક મહિલા પીએસઆઈ સ્વેતા જાડેજા દ્વારા એક વેપારીને દુષ્કર્મની ફરીયાદ કરવાની ધમકી આપી 35 લાખ રૂપિયાનો તોડ કર્યાની ઘટના સામે આવી હતી. એ ઘટનાના લીધે ગુજરાત પોલીસ તંત્રમા ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જે સમગ્ર તોડકાંડની તપાસ અમદાવાદ sog ના ACP બી. સી. સોલંકી સાહેબને સોંપવામાં આવી હતી. જેમાં તમામ પ્રકારના દસ્તાવેજી અને ટેલિફોનિક પુરાવા તેમજ મહિલા પીએસઆઈ સ્વેતા જાડેજાના બેન્ક વ્યવહારોની ખરાઈ કરવામાં આવી હતી. તેમજ ફરિયાદી વેપારી સાથે પીએસઆઈ સ્વેતા જાડેજા સાથેની ટેલિફોનિક રેકોર્ડિંગ ચેક કરાવડાવી તમામ ઘટના ઉપર થી પર્દાફાશ કરાયું હતું. sog ના પ્રામાણિક ACP બી.સી. સોલંકી સાહેબ દ્વારા તટસ્થ અને સચોટ તપાસ કરાતા મહિલા પીએસઆઈ સ્વેતા જાડેજા કસૂરવાર સાબિત થયા હતા. અને ત્યારબાદ તેમને જેલ હવાલે કરાયા હતા. જો વાત કરીયે આ બંને ઘટનાઓની તો પીઆઈ ગીતાબાનું હયાત ખાન પઠાણ અને બીજીતરફ 35 લાખના તોડકાંડ માં સંડોવાયેલ સ્વેતા જાડેજા દ્વારા પોતાના વગનો દુરુપયોગ કરી જનતા ના સેવક બનવાના બદલે તેમને લૂટી લેવાનો કુકર્મ કર્યો હતો. આવા ભ્રષ્ટ અધિકારીઓના લીધે પ્રામાણિક અને પોલાઈટ અધિકારીઓને પણ જનતાના રોષનો ભોગ બનવું પડે છે. જેથી અંદર ખાને પોલીસ ડિપાર્ટમેન્ટમાંજ ગુંજ ઉઠવા પામી છે, કે આવા ભ્રષ્ટ અધિકારીઓ કે જે યેનકેન પ્રકારે ગેર રીતિઓ અને ભ્રષ્ટાચાર આચરી રાતોરાત માલામાલ બની જવાના સપનામાં સમગ્ર પોલીસ તંત્ર ઉપર લાંછન લગાડી રહ્યા છે. આવા પોલીસકર્મીઓ કે અધિકારીઓને સસ્પેન્ડ નહી પણ ડિસમિસ કરાય તો પોલીસ તંત્ર અને સમાજમાં સારો દાખલો બેસશે?

         આખરે આ મહિલા પીઆઈ ગીતાબાનું પઠાણ કોણ છે અને શું છે તેમનો પૂર્વ ઇતિહાસ.
   ગીતાબેન હરિભાઈ મકવાણા એ સૌ પ્રથમ સુરેન્દ્રનગર ખાતે મહિલા કોન્સ્ટેબલ તરીકે પોસ્ટિંગ મેળવ્યું હતું. લીંબડી પોલીસ મથકમાં મા બારનીસી ટેબલ ઉપર ફરજ બજાવતી વખતે પણ ગીતાબેન મકવાણા વિવાદોમા સપડાયા હતા. જ્યાં સરકારી ગાડી ચલાવતા ડ્રાઈવર હયાતખાન પઠાણ નામના પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમપ્રકરણ સામે આવ્યું. અને ત્યારબાદ 2009 ની સાલમાં ધર્મ પરિવર્તન કરીને ગીતાબેન મકવાણા એ પોલીસ કોન્સ્ટેબલ હયાત ખાન પઠાણ સાથે નિકાહ કર્યા હતા. અને ત્યારબાદ ગીતા મકવાણાથી ગીતાબાનું પઠાણ નામ ધારણ કર્યુ હતું.નિકાહ કર્યાબાદ ગીતાબાનું પઠાણે પીએસઆઈ વર્ગ 3 ની કસોટી પાસ કરી હતી. પીએસઆઈ બન્યા બાદ પહેલું પોસ્ટિંગ સુરેન્દ્રનગર થી જૂનાગઢ ખાતે મેળવ્યું. પીએસઆઈ પોસ્ટિંગ મળી ત્યારથીજ ગીતાબાનું પઠાણ વિવાદોમા સપડાઈ ગયા હતા. જૂનાગઢ ખાતે મહોરમના તાજીયા જુલુસના બંદોબસ્તમા પોતાના પોઇન્ટ ઉપર ફરજ બજાવવાની બદલે પોલીસ ચોકીમાં આરામ કરતા ઝડપાયા હતા. તે સમયના જૂનાગઢ એ ડિવિઝનના acp એમ. પી. પટેલ દ્વારા મહિલા પીએસઆઈ ની ફરજ ઉપર બેદરકારી દાખવવાની રિપોર્ટ કરવામાં આવી હતી. જેની અદાવત રાખી મહિલા પીએસઆઈ ગીતાબાનું પઠાણે ACP એમ. પી. પટેલ સામે dsp સાહેબને અરજી કરી હતી. એ અરજીમાં ગીતાબાનું પઠાણે ACP સાહેબ ઉપર ગંભીર અને ખોટા આક્ષેપો કર્યા હતા. જેથી સમગ્ર બાબતે જૂનાગઢના dsp સાહેબે તપાસ હાથ ધરતા મહિલા પીએસઆઈ ગીતાબાનું પઠાણની અરજી ખોટી પુરવાર સાબિત થઈ હતી.

   આ અરજીના અનુંસંધાનમાં પીએસઆઈ ગીતાબાનું પઠાણની રાજકોટ ખાતે મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી હતી. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દરમ્યાન તેમનો સંપર્ક લીંબડી ના સરપંચ રઘુવીરસિંહ સાથે થઈ હતી. ત્યારબાદ મહિલા પીએસઆઈ એ સુરત ખાતે થી બે સ્વરૂપવાન યુવતીઓને બોલાવી સરપંચ રઘુવીરસિંહ સાથે મુલાકાત કરાવી હતી. રઘુવીરસિંહ ને પીએસઆઈ ગીતાબાનું પઠાણે જણાવ્યું હતું કે આ બંને યુવતીઓ એન. આર. આઈ છે અને સુરત થી અહીંયા આવી છે તેમને જમીન ખરીદવી છે તેમ કહી એક બીજાનો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ યુવતીઓ દ્વારા સરપંચ રઘુવીરસિંહ ને પ્રેમજાળમા ફસાવી તેમની વિરૃદ્ધ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરીયાદ આપી હતી. જેની તપાસ પીએસઆઈ ગીતાબાનું પઠાણ કરી રહ્યા હતા. સરપંચ રઘુવીરસિંહને ફોન ઉપર ધાકધમકીઓ આપી પોલીસ સ્ટેશનમા બોલાવીને જણાવ્યું હતું કે આ બંને યુવતીઓ મારી પરિચિત છે અને હું એમને કહી દઈશ તો તમારી વિરૃદ્ધ દુષ્કર્મની અરજી પાછી ખેંચી લેશે.જેથી સમાજમાં આબરૂ જવાની બીકે સરપંચ 6 લાખ રૂપિયા આપવા રાજી થઈ ગયા હતા.સમાધાન પેઠે ના નક્કી કરાયેલી રકમમા પહેલા 2 લાખ રોકડા આપવાનું દિવસ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તે પહેલા કોઈ સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે મહિલા પીએસઆઈ ગીતાબાનું પઠાણ અને આ બંને યુવતીઓ એ ભેગા મળી તમને હનીટ્રેપની ઘટનામાં ફસાવી દીધા છે. જેથી સરપંચ દ્વારા સમગ્ર બાબતે રાજકોટ ACB મા લેખિત ફરીયાદ આપવામાં આવી હતી. સરપંચની ફરીયાદના આધારે રાજકોટ ACB ડિપાર્ટમેન્ટ દ્વારા એક છટકું ગોઠવવામાં આવ્યું જેમાં મહિલા પીએસઆઈ ગીતાબાનું પઠાણ ACB ના છટકામાં રૂપિયા બે લાખ લેતા રંગે હાથ ઝડપાઈ જતા તેમને તાત્કાલિક અસરે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
  રાજકોટમા લાંચના ગુનામાં સસ્પેન્ડ થયેલા મહિલા પીએસઆઈ ચાર વરસ સુધી ફરજ થી વંચિત રહ્યા હતા. અને ચાર વર્ષ બાદ કોઈ રાજકીય વગ દ્વારા અથવા તો મની મસલ પાવર દ્વારા ડાયરેક્ટ પીઆઈ નું પ્રમોશન મેળવી અમદાવાદ ખાતે પોસ્ટિંગ મેળવી હતી. હવે ઉલ્લેખનીય બાબત એ છે કે, કોઈપણ અધિકારી લાંચના કેસમાં સસ્પેન્ડ થાય તો તેમને ફરજ મોકૂફી થી તરત પ્રમોશન નથી મળતું. જે સરકારી ગાઇડલાઇન્સ અને હાઇકોર્ટના હુકમોમા પણ ઉલ્લેખ છે. તેમ છતાં આ મહિલા પીએસઆઈ ફરજ મોકૂફિથી સીધા પીઆઈ કેવી રીતે બન્યા અને અન્ય નિયમ એ છે કે કોઈપણ પોલીસ અધિકારી સસ્પેન્ડ થયા બાદ ફરજ ઉપર હાજર થાય તો તેમને બિન સંવેદનશિલ વિસ્તારમાં પોસ્ટિંગ આપવામાં આવે છે તેમ છતાં તેમને પીઆઈ તરીકે સંવેદનશિલ વિસ્તારમાં પોસ્ટિંગ કેવી રીતે આપવામાં આવ્યું. જે એક ખુબજ મોટો તપાસનો વિષય છે. અને તેની તપાસ થવી જરૂરી છે.

  પીઆઈ નો પ્રમોશન મેળવી ગીતાબાનું પઠાણ અમદાવાદના રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન ખાતે પ્રથમ પોસ્ટિંગ મેળવ્યું. અને અહીંયા પણ ગીતાબાનું પઠાણની કાર્યશેલીમા કોઈ બદલાવ જોવા મળ્યો નહી. ઉલ્ટાનું રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓને બિન્દાસ્ત પરમિશન આપી રૂપિયા કમાવવાનું ચાલુ કર્યુ. તે સમયના વહીવટદાર પણ ખુબજ વિવાદો અને ચર્ચામાં રહ્યા હતા. બીજીતરફ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અમુક પોલીસ કર્મીઓ પોતે પણ મહિલા પીઆઈ ગીતાબાનું પઠાણના કામકાજ અને પોલીસકર્મીઓ સાથેના તેમના વર્તન થી નારાજ હતા. જેથી કરીને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કેટલા પોલીસ કર્મચારીઓ દ્વારા પીઆઈ ગીતાબાનું પઠાણ વિરૃદ્ધ અરજીઓ પણ કરેલ છે.

   અને ત્યારબાદ તેમની બદલી અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશન ખાતે કરી દેવાતા ત્યાં પણ પીઆઈ ગીતાબાનું પઠાણના કારનામાઓએ રોકાવાનું નામ નથી લીધું. ત્યાં નાની મોટી ફરિયાદોમાં અરજદારો સાથે મેળમિલાપ કરી આરોપીઓને ધાક ધમકીઓ આપી રૂપિયા પડાવવાનું શરુ કર્યુ હતું. એટલેજ ના અટકતા હનીટ્રેપ અને દુષ્કર્મ જેવા ગુનાઓની ખોટી ફરિયાદો કરી પોતાના મળતીયા સાગરીતો અને પોલીસકર્મીઓ સાથે ખોટી રીતે સાંઠગાંઠ રાખી પોતાની સતાનો અને પદનો દુરુપયોગ કરી કુલ 26 લાખ 55 હજાર રૂપિયા જેટલી માતબર રકમ નિર્દોષ લોકોથી ડરાવી ધમકાવીને પડાવી લીધી હોવાની કબૂલાત કરી છે.

         ગુજરાતમાં મહિલાઓ ઉપર વધતા અપરાધો, હિંસાઓ, ડોમેસ્ટિક વોઇલેન્સ, અત્યાચાર, જેના લીધે મહિલાઓ અને યુવતીઓના આત્મહત્યા કરવાનાં વ્યાપક કેસો વધ્યા હતા. મહિલાઓ અને યુવતીઓની તકલીફો ને ધ્યાનમાં રાખી ગૃહવિભાગ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન બનાવવાની રચના કરી. જેથી કરીને દુઃખી પીડિત મહિલાઓ તાત્કાલિક ન્યાય મેળવવા મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદ આપી શકે. જ્યાં મહિલાઓ જ અધિકારીઓ છે પોલીસકર્મીઓ છે કારણ કે એક મહિલાજ બીજી મહિલાની તકલીફ સમજી શકે છે. એવા સારા ઉદેશ્ય સાથે મહિલા પોલીસ સ્ટેશનોને તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યા હતા.પરંતુ હાલમા સામે આવી રહેલા બનાવોના લીધે ગૃહવિભાગની મહેનત અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ નિર્થક સાબિત કરી રહ્યા છે. આ મહિલા પોલીસ સ્ટેશનો શરુ કરવાનો ઉદેશ્ય પીડિત મહિલાઓને ન્યાય અપાવવા માટેના હેતુ થી શરુ કરાયા હતા. પરંતુ પરિસ્થિતિ અહીંયા એવી થઈ છે કે, હનીટ્રેપ, દુષ્કર્મ, જેવી ખોટી ફરિયાદોમાં ખુદ પોલીસકર્મીઓ ખોટી ફરિયાદો ઉભી કરાવડાવી નિર્દોષ લોકો અને વેપારીઓ પાસેથી લાખો રૂપિયાના તોડ કરી સમગ્ર ગુજરાત પોલીસને બદનામ કરી રહ્યા છે. જેથી હવે આ મહિલા પોલીસ સ્ટેશનોનું સંચાલન કેવા અધિકારીઓના હાથમા આપવું જોઈએ તે પણ વિચારવાનો પ્રશ્ન થયો છે.

કોઈપણ પોલીસકર્મી કે અધિકારી એક વખત ભુલ કરે તો તેને પસ્તાવો થાય છે.કારણકે અનીતિ અને ખોટી રીતે સત્તાનો દુરુપયોગ કરી પૈસા કમાવવાની લાલચમા પોતાની ઇમેજ અને સેલ્ફ રિસ્પેક્ટ બંને ગુમાવી દેવાનો વારો આવે છે. ત્યારબાદ બીજીવખત એવો કોઈ કૃત્ય કરતા પોલીસકર્મી ખચકાઈ જાય છે. પરંતુ આ મહિલા પીઆઈ પોતાના કેરિયર સમયથીજ ભ્રષ્ટાચારને પોતાના જીવનમાં સ્થાન આપી દીધું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. અને આવા ભ્રષ્ટાચાર આચરનાર અમુક ઓફિસરો ના લીધે સમગ્ર પોલીસતંત્ર ને બદનામ થવાનો વારો આવે છે. જેથી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે પોલીસ બેડામાં અંદરખાને આવી ચર્ચાએ જોર પકડ્યો છે કે, આવા અધિકારીઓ કે જે અવારનવાર ભ્રષ્ટાચાર આચરવાની મનોવૃત્તિ ધરાવતા હોય તેમને સસ્પેન્ડ નહી પણ ડિસમિસ કરવા જોઈએ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *