Read Time:1 Minute, 1 Second
https://youtu.be/3185m3w7i9c
રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)
પ્રાંતિજના મજરા પાસે અકસ્માત , એક સાથે ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માત, અકસ્માત બાદ CNG કારમાં બ્લાસ્ટ થયો હતો જેમાં એક મહિલાનું મોત થયુ છે. સાબરકાંઠાના પ્રાંતિજના મજરા પાસે અકસ્માત થયો છે. એક સાથે ત્રણ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાતા એનું મોત થયું છે અને ચાર લોકોને ગંભીર ઈજાઓ થઈ છે.
આ ત્રીપલ અકસ્માત બાદ CNG કારમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે ત્રણ ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે. અકસ્માત એકનું મોત થયું છે જ્યારે ચાર લોકોની હાલત ગંભીર છે. કારમાંથી ન નિકળી શકતા મહિલાનુ મોત થયું છે. પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
Views 🔥