વાહનચોરી અને જુગારધામનો પર્દાફાશ! ક્રાઈમ બ્રાન્ચે જોધપુર માંથી ઝડપયા ચોર જુગારીઓ

11 જુગારીઓ ઝડપી 95 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો:ચોરીના 11 ટુ વહીલર કબ્જે કરી 19 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વાહનચોરી અને જુગારધામનો પર્દાફાશ કર્યો. જોધપુર ગામ પાસે આવેલ એક ફ્લેટમાંથી 11 જુગારીઓ ઝડપી પાડયા છે અને ચોરીના 11 ટુ વહીલરો સાથે એકને ઝડપી પાડી ચોરીના 19 જેટલા ગુનાઓનો ભેદ પોલિસે ઉકેલી કાઢ્યો હતો.
શહેરક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલીંગ દરમિયાન જોધપુર ગામ પાસે આવેલ અમૃત વીલા ફ્લેટના મકાન નં 16માં મસમોટું જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી.જ્યાં પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી 11 જુગારીઓ મળી આવતા તમામને ઝડપી પાડયા હતા.જુગારધામ અંગે પોલીસને તપાસ દરમિયાન અજિત ઉર્ફે લાલો ઠાકોર આર્થિક ફાયદા માટે સગવડો પુરી પાડી જુગાર રમાડતો હોવાનું જાણવા મળ્યું હતું. બીજીબાજુ પોલીસે પકડાયેલ જુગારીઓ પાસેથી રોકડ,મોબાઈલ સહિતની ચીજવસ્તુઓ મળી કુલ 95290નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.અને તમામ સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
પકડાયેલ જુગારીઓના નામ
1 અજિત ઉર્ફે લાલો ઠાકોર
2 સૂર્યકાન્ત લાડકચંદ વોરા
3 હર્ષદ પ્રતાપસિંહ ઠાકોર
4 દિનેશભાઈ કાંતિભાઈ ઠાકોર
5 વિક્રમ અર્જુનભાઈ ઝાલા
6 ભરત સોમાભાઈ રાઠોડ
7 ચમનભાઈ ખેંગારભાઈ પરમાર
8 ચેલાજી અંબારામ ઠાકોર
9 સંજય લાખાભાઈ સોલંકી
10પરેશ ચિનુભાઈ પટેલ
11 કનુભાઈ કાશીરામ પટેલ
ચોરીના 11 ટુ વહીલરો સાથે એક ઝડપાયો
ક્રાઇમ બ્રાન્ચની ટીમે રિવરફ્રન્ટ ધોબીઘાટ પાસેથી વાહનચોરીના ગુનામાં ઇલમખાન સખરખાન સમેજાને ઝડપી પાડ્યો હતી. પોલીસે આરોપી પાસેથી 11 ચોરીના ટુ વહીલરો કબ્જે કરી 19 જેટલા વાહનચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.પકડાયેલ આરોપીની પૂછપરછમાં છેલ્લા એક વર્ષથી મિર્ઝાપુરની એક મસ્જિદના મૌલાના મોહમદ અબ્દુલ હાદીના કહેવાથી શહેરમાં અલગ અલગ જગ્યાએથી વાહનો ચોરી તે તમામ વાહનો નારોલ બ્રિજ નીચે મૂકી રાખ્યા બાદ રાજસ્થાનમાં વેચી દેતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.