SMCએ એરપોર્ટ વિસ્તારમાં દરોડો પાડી ૨.૫૬ લાખનો દારૂ ઝડપયો! DVRની તપાસમાં સ્થાનિક પોલીસકર્મીઓનાં ચહેરા પણ ઉજાગર થાય તેવી શકયતા

0
SMCએ એરપોર્ટ વિસ્તારમાં દરોડો પાડી ૨.૫૬ લાખનો દારૂ ઝડપયો! DVRની તપાસમાં સ્થાનિક પોલીસકર્મીઓનાં ચહેરા પણ ઉજાગર થાય તેવી શકયતા
Views: 268
0 0
Spread the love
Read Time:3 Minute, 47 Second

પતિ દેશની સુરક્ષા કરી રહ્યો છે ત્યારે પત્નીને રૂપિયા કમાવવાનો એવો નશો ચઢ્યો કે બની ગઇ બુટલેગર

કબજે લેવાયેલા ડીવીઆરમાં અનેક પોલીસ કર્મીઓ ની સંડોવણી ખૂલે તેવી શક્યતાઓ

રૂપિયા કમાવવાનો નશો આજે દરેકને હોય છે, જેમાં કેટલાક લોકો એવાં કામ કરતા હોય છે, જેના કારણે જેલના સળિયા ગણવાના દિવસો પણ આવી જતા હોય છે. ત્યારે પોલીસના સકંજામાં એક એવી મહિલા આવી છે, જે શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે બુટલેગર બની ગઇ છે. મહિલાનો પતિ દેશની સુરક્ષા કરી રહ્યો છે ત્યારે તેણે દારૂનો ધંધો કરીને પરિવારને પણ ડુબાડ્યો છે. સ્ટેટ મો‌નિટરિંગ સેલની ટીમે મોડી રાતે ઘરમાં રેડ કરીને મહિલાને 2.56 લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડી છે.

સ્ટેટ મો‌નિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, સરદારનગર વિસ્તારમાં આવેલી રમેશ દત્ત કોલોનીમાં રહેતી ગીતા યોગેન્દ્રસિંગ દારૂનો ધંધો જોરશોરથી કરી રહી છે. બાતમીના આધારે સ્ટેટ મો‌નિટરિંગ સેલની ટીમે દરોડા પાડી ગીતાની ધરપકડ કરી લીધી હતી. દરોડા દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને દારૂની 855 બોટલો મળી આવી છે, જેની કિંમત 2.56લાખ રૂપિયા થાય છે.સ્ટેટ મોનીટરીંગ સેલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગીતા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. ગીતાએ અજય નામના બુટલેગર પાસેથી દારૂ મંગાવ્યો હતો. ત્યાર બાદ વેચવાનું શરૂ કરી દીધું હોવાનું ખૂલ્યું છે.

રૂપિયાના નશાએ ગીતા બની બુટલેગર
ગીતાના પતિ યોગેન્દ્રસિંગ આર્મી જવાન છે અને તે ગુજરાત બહારના રાજ્યમાં ડ્યૂટી કરે છે. યોગેન્દ્રસિંગ પાસે દારૂ પીવાની પરમિટ હોવાથી ગીતા દારૂ મંગાવતી હતી અને છૂટાછવાયા ગ્રાહકોને વેચતી હતી. દારૂના ધંધામાં વધારે રૂપિયા મળે છે તેવું વિચારીને ગીતાએ બુટલેગર બનવાનું નક્કી કરી લીધુ હતું. ગીતાએ પહેલાં નાના પાયે દારૂનો ધંધો ચાલુ કર્યો હતો. સમય જતાં ગીતાને રૂપિયા કમાવવાનો નશો એટલો વધી ગયો કે તેણે વધારે દારૂનો જથ્થો મંગાવવાનું શરૂ કરી દીધું હતું. ગીતાના ઘરે જે દારૂડિયો દારૂ લેવા માટે જતો હતો તેણે જ સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી આપી હતી. બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી હતી અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો  હોવાની વિગતો સામે આવી છે.

DVR ખુલ્લા પાડશે અનેક ચહેરાઓ
બીજી તરફ ગીતાના ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા હતા. જેના ડીવીઆર પણ જપ્ત કરવામાં આવ્યું છે. ગીતાના ઘરે કયા પોલીસ કર્મચારીઓ આવતા હતા, કેટલા ગ્રાહકો આવતા હતા તેનો પર્દાફાશ સીસીટીવી ફૂટેજ જોતાં સામે આવે તેવી શક્યતા છે. સીસીટીવી ફૂટેજમાં ખાસ કરીને પોલીસ કર્મચારીઓની સંડોવણી ખૂલે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે.

Happy
Happy
67 %
Sad
Sad
0 %
Excited
Excited
33 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »