નિકોલમાં સત્યનારાયણની કથાના બહાને આવેલા મહારાજે મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ

પતિ બહાર ગામ ગયા અને કલાક પછી મહારાજ ઘરે આવ્યા
પૂજાપાના સામાનનું લિસ્ટ આપવા આવ્યા, એકલતાનો લાભ લઇ મહિલા સાથે કૂકર્મ કર્યું
નિકોલમાં પરિચીત મહારાજ પાસે આવતા સપ્તાહમાં કથા કરાવવાનું નક્કી થયું હતું, જેથી મહિલા ગઇકાલે સાંજે ઘરે એકલી હતી ત્યારે મહારાજ કથાના પુજાપાના સામાન લાવવાનું લિસ્ટ આપવાના બહાને આવ્યા હતા. મહિલા બેડરુમમાં વોશરુમમાં ગઇ હતી. આ સમયે મકાનનો દરવાજો બંધ કરીને મહારાજે બેડરુમમાં જઇને મહિલા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચયું હતું અને આ વાત કોઇને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.
આવતા સપ્તાહે કથા કરાવવાની હોવાથી મહારાજ પૂજાપાના સામાનનું લિસ્ટ આપવા આવ્યા, એકલતાનો લાભ લઇ મહિલા સાથે કૂકર્મ કર્યું
આ કેસની વિગત એવી છે કેે નિકોલ વિસ્તારમાં રહેતી ૩૬ વર્ષીય મહિલાએ નિકોલ પોલીસ સ્ટેેશનમાં કથા કરનારા મહારાજ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના નવા ઘરે સત્યનારાયણની કથા કરાવવાની હતી તથા મંગળ ગ્રહ નડતો હોવાથી તેની વિધી માટે અને દિકરાના જન્માક્ષર બનાવવાના હોવાથી તેમના પરિચીત મહારાજને બે દિવસ પહેલા ઘરે બોલાવ્યો હતા.
મહારાજ ગઇકાલે ફોન કરીને કાલુપુર વિસ્તારમાં આવ્યો હોવાનું કહીને કથાના સામાનનું લિસ્ટ આપવાની વાત કરીને શનિવારે સાંજે મહિલાના ઘરે ગયા હતા, મહિલાએ વિદેશ જવાની વાત કરીને તેની વિધિ કરાવવા તથા કથા અંગે વાતચીત કરી હતી મહારાજ બે કલાક સુધી ઘરે રોકાયા હતા. જોે કે મહિલા એકલી ઘરે હતી અને મહિલા બેડરુમમાં વોશરુમમાં ગઇ હતી આ સમયે મહારાજે એકલાતાનો લાભ લઇને મકાનનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને બેડરુમમાં જઇને મહિલાને પકડીને તેણીની સાથે મહારાજે બેડરુમમાં જઇને મહિલા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચયું હતું અને આ વાત કોઇને કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.