સીટીંગ કોર્પોરેટર વિરુદ્ધ બોર્ડ લાગ્યા ” સ્થાનિક કોર્પોરેટરથી સાવધાન “
અમદાવાદ: કોર્પોરેશનની ચૂંટણી પ્રચારના ઢોલ નગારા વાગી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ વિરુદ્ધ વિરોધનો વંટોળ પણ જોવા મળી રહ્યો છે. અમદાવાદ રામોલ વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટર વિરુદ્ધ પોસ્ટર લાગ્યા કે ” સ્થાનિક કોર્પોરેટરથી સાવધાન ” સ્થાનિકોએ મસમોટા સ્થાનિક મુદ્દાઓ સાથે આક્ષેપ કર્યો છે કે
રામોલ માં સ્થાનિક કોર્પોરેટર હોવા છતાં તેઓ ને પ્રજા ની કાઈ પડી નથી. રામોલ માં સૌથી મોટો મુદ્દો અર્બન હેલ્થ સેન્ટર નો છે જ્યાં દરરોજ લગભગ ૧૫૦ પરિવાર દવા લેવા આવતાં હતા એને આજે કોર્પોરેટર ની બેદરકારી ને કારણે રામોલ થી વિજોલ લઇ જવામાં આવ્યું છે. હવે રામોલ ની ગરીબ પ્રજા જો વિજોલ જાય તો તેમને ૫૦ રૂપિયા ભાડું થાય તો આ જે ગરીબ વર્ગ ના લોકો છે આ પૈસા ક્યાંથી લાવે. ૪૦ વર્ષ જૂના દવાખાના ની રામોલ ગામની જગ્યા પચાવિ પાડવા માટે તેઓ એ આ દવાખાનું બંધ કરાવી દીધું છે.
પોસ્ટરમાં એ પણ લખવામાં આવ્યું છે કે રામોલ હાથીજણ નો બજેટ ના તેઓ પ્રજા ની પાછ્ળ ના વાપરતા, રાણીપ સહિત બીજા વોર્ડ માં તેઓ તેમના સગા સંબંધીઓ પાછળ તેઓ વાપરે છે. કોરોના ના કપરા કાળમાં સ્થાનિકો કોર્પોરેટર પાસે મદદ માંગવા ગયા ત્યારે કોઈ મદદ કરવામાં નહોતી આવી તે પણ સ્થાનિક જનતા યાદ કરી રહી છે.
રામોલ ગામ આટલો મોટો હોવા છ્તા અહીં પોસ્ટ-ઓફિસ નથી. આગાઉ રામોલ પોસ્ટ ઓફીસ હતી પરંતુ ઓઢવ પોસ્ટ ઓફિસમાં મેળવી દેવામાં આવતા પણ સ્થાનિકોનો રોષ છે. સ્થાનિકો ને ટપાલ કચેરીનું કામ હોય તો ૬ કિલોમીટર દૂર જવું પડે છે.
કોંગ્રેસ પક્ષ ભાજપ ને પસ્ત કરવા કમરકસી રહ્યો છે. ત્યારે જો કોંગ્રેસ પક્ષના સીટીંગ કોર્પોરેટર વિરુદ્ધ સ્થાનિકો દ્વારા પોસ્ટરો લગાવવામાં આવે ત્યારે સ્પષ્ટ માનવું રહ્યું કે કોંગ્રેસ એક સાંધે અને તેર તૂટે તેવી પરિસ્થિતિમાં છે. ત્યારે કોંગ્રેસ પક્ષના સીટીંગ કોર્પોરેટર વિરુદ્ધ જનતા નો રોષ કોંગ્રેસને ઉગારે છે કે ડૂબાડે છે તે મતદાનના પરીણામ પછી ખબર પડશે.